Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દક્ષિણ આફ્રિકાની આસાન દેખાતી જીતમાં વરસાદ બન્યો વિલન

દક્ષિણ આફ્રિકા (South Africa)ને જાણે વરસાદથી કોઇ દુશ્મની હોય તેવું હાલમાં સોશિયલ મીડિયામાં લોકો ચર્ચા કરી રહ્યા છે. જીહા, ફરી એકવાર વરસાદના કારણે તેમની જીતની મેચ રદ કરવામાં આવી છે અને તેમને માત્ર એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો છે. વરસાદના કારણે આ મેચ 9 ઓવરની કરવામાં આવી હતી. ઝિમ્બાબ્વેએ દક્ષિણ આફ્રિકાને 80 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ પછી વરસાદ આવ્યો અને 7 ઓવરમાં ટાર્ગેટ 64 રન કરવામાં આવ્યો. ક્à
દક્ષિણ આફ્રિકાની આસાન દેખાતી જીતમાં વરસાદ બન્યો વિલન
દક્ષિણ આફ્રિકા (South Africa)ને જાણે વરસાદથી કોઇ દુશ્મની હોય તેવું હાલમાં સોશિયલ મીડિયામાં લોકો ચર્ચા કરી રહ્યા છે. જીહા, ફરી એકવાર વરસાદના કારણે તેમની જીતની મેચ રદ કરવામાં આવી છે અને તેમને માત્ર એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો છે. વરસાદના કારણે આ મેચ 9 ઓવરની કરવામાં આવી હતી. ઝિમ્બાબ્વેએ દક્ષિણ આફ્રિકાને 80 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ પછી વરસાદ આવ્યો અને 7 ઓવરમાં ટાર્ગેટ 64 રન કરવામાં આવ્યો. ક્વિન્ટન ડી કોકે ઝડપી શરૂઆત કરી અને ટીમનો સ્કોર ત્રણ ઓવરમાં 51 રન સુધી પહોંચાડ્યો. પરંતુ કમનસીબે ફરીથી વરસાદ વિક્ષેપિત થયો અને મેચ રદ કરવામાં આવી.
Advertisement

વારંવાર વરસાદના કારણે મેચ થઇ રદ્દ
દક્ષિણ આફ્રિકા ફરી એકવાર વરસાદના કારણે વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચ જીતવાથી વંચિત રહી ગયું. વિજયની ટોચ પર ઉભેલી દક્ષિણ આફ્રિકાને વરસાદે મોટો ફટકો આપ્યો છે. વરસાદના કારણે ઘટાડેલી ઓવરોમાં ઝિમ્બાબ્વેએ દક્ષિણ આફ્રિકાને નવ ઓવરમાં 80 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે બાદ ફરી વરસાદના કારણે મેચમાં સાત ઓવરમાં 64 રનનો ટાર્ગેટ કરી દેવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ કોઈ પણ નુકશાન વિના 51 રન બનાવ્યા હતા પરંતુ વરસાદ ફરી એકવાર તેમનો દુશ્મન સાબિત થયો હતો. વારંવાર વરસાદના કારણે મેચને આખરે રદ્દ કરવામાં આવી હતી. 

ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી 
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ના સુપર 12 રાઉન્ડની આ છઠ્ઠી અને ગ્રુપ 2ની ત્રીજી મેચ હતી. આ રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે (SA vs ZIM) બંનેની આ પ્રથમ મેચ હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન ક્રેગ એરવિને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 9 ઓવરની મેચમાં ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી હતી અને તેની ચાર વિકેટ 19 રનમાં પડી ગઈ હતી. ત્યારપછી શુમ્બા અને મેધિવેરેએ ઇનિંગ સંભાળી અને સ્કોર 79 સુધી પહોંચ્યો. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 80 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
Advertisement

દક્ષિણ આફ્રિકાને ઝડપી શરૂઆત મળી
ક્વિન્ટન ડી કોકે દક્ષિણ આફ્રિકાને ઝડપી શરૂઆત અપાવી હતી. તેણે ચતારાની પ્રથમ ઓવરમાં 23 રન બનાવ્યા હતા. આ પછી બીજી ઓવર નાખવા આવેલા નાગરવાએ પણ 17 રન આપ્યા હતા. બે ઓવરમાં સ્કોર 40 હતો. આ દરમિયાન ફરી એકવાર વરસાદે વિક્ષેપ પાડ્યો હતો અને લક્ષ્યાંક 7 ઓવરમાં 64 રનનો થઈ ગયો હતો. આફ્રિકાએ 3 ઓવરમાં 51 રન બનાવ્યા હતા. તે આસાનીથી જીતની નજીક હતો પરંતુ પછી અચાનક વરસાદ પડ્યો અને મેચ રદ થઈ ગઈ.
Tags :
Advertisement

.