Gujarat રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે...
ગુજરાત (Gujarat)માં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, રાજ્ય (Gujarat)માં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી કરવામાં આવે છે. રાજ્ય (Gujarat)માં કેટલાક જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરાઈ છે. આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : Navsari : ભારે વરસાદને પગલે પૂર્ણા નદી ભયજનક સપાટીએ, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા...