નાગપુરમાં બીજી T20 મેચમાં પડી શકે છે વરસાદ, જાણો હવામાનની સ્થિતિ
ભારત (India )અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે શુક્રવારે નાગપુર(Nagpur)ના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) ગ્રાઉન્ડ પર રમાનાર બીજી T20 મેચમાં વરસાદનો ખતરો છે. છેલ્લા કેટલાક દિવસોથી નાગપુરમાં સતત વરસાદ પડી રહ્યો છે. વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (Cricket Association)આ પરિસ્થિતિથી નાખુશ છે કારણ કે મેચના દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 45,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમ (stadium)માં મેચ (match) માટેની ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ છે અને જો મેચ ના રમાય તો તેમણે ટિકિટ ખરીદદારોને પૈસા પાછા આપવા પડશે.
બંને ટીમોનાં પ્રેક્ટિસ સેશન રદ કરવાં પડ્યાં
ઓસ્ટ્રેલિયા (Australia) અને ભારત(India )ની ટીમ બુધવારે બપોરે નાગપુરમાં ઉતરી હતી, પરંતુ સાંજ પછી વચ્ચે-વચ્ચે વરસાદ પડ્યો હતો. ગુરુવારે વહેલી સવારે વરસાદ (Rain) પડ્યો હતો અને જો કે સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ બંધ થઈ ગયો છે, શહેર પર ગાઢ વાદળો છવાયેલા હોવાનો અર્થ એ છે કે હંમેશા વરસાદનું જોખમ રહેશે. સવારના વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા અને ભારતના ખેલાડીઓ બપોરે અને સાંજના સમયના તેમના નિર્ધારિત પ્રેક્ટિસ સેશન રદ કરવાં પડ્યાં હતાં. ટીમ હોટલના જિમ સેશનમાં ભાગ લીધા બાદ ખેલાડીઓ સ્ટેડિયમમાં જઈ શક્યા ન હતા.
ગ્રાઉન્ડસમેને તપાસ કરવા માટે બપોરના સુમારે મેદાનના કવર હટાવ્યાં હતા પરંતુ ઝરમર વરસાદના ખતરાથી, તેઓએ ટૂંક સમયમાં કવર પાછું મૂકવા પડ્યા હતાં. અધિકારીઓના જણાવ્યા મુજબ, તેઓ સુપર સોપર ચલાવી રહ્યા છે અને ખાતરી કરી રહ્યા છે કે ત્યાં કોઈ પાણી ભરાઈ ન જાય. આશામાં છે કે ગુરુવાર અને શુક્રવારે વધુ વરસાદ નહીં પડે.
નાગપુર ત્રણ વર્ષમાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરી રહ્યું છે અને ક્રિકેટ ચાહકોએ મિનિટોમાં જ ઓનલાઈન ટિકિટ ખરીદી લીધી હતી. તેમ છતાં શહેરના VCA ના OID સ્ટેડિયમમાં લોકો હજુ પણ ફોન કરીને પૂછી રહ્યા છે કે શું ટિકિટ ઑફલાઇન ઉપલબ્ધ છે. સ્ટેડિયમ શહેરથી 20 કિમીથી વધુ દૂર છે અને VCA પોતાના વાહનો લઈને આવતા દર્શકો માટે પાર્કિંગની જગ્યા પૂરી પાડવા બાબતે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે.