Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં અવિરત વરસાદ, હજુ પણ 48 સુધી વરસાદનું જોર રહેશે

રાજ્યભરમાં  હાલમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસું પૂરબાહરમાં ખીલ્યું છે. હજુ પણ  આગામી 48 કલાક સુધી રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી હાવમાન વિભાગ દ્વારા અપાઇ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 229 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હજુ પણ 2 દિવસ સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ  વરસાદ નોંધાયà
07:35 AM Jul 26, 2022 IST | Vipul Pandya
રાજ્યભરમાં  હાલમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસું પૂરબાહરમાં ખીલ્યું છે. હજુ પણ  આગામી 48 કલાક સુધી રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી હાવમાન વિભાગ દ્વારા અપાઇ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 229 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હજુ પણ 2 દિવસ સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ  વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 65 ટકા વરસાદ નોંધાયો છે.  આ સાથે જ  આજે 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જાણો પાછલાં 24 કલાકમાં ક્યાં રહી વરસાદની કેવી પરિસ્થિતિ અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં ચાર કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ વરસ્યો હતો.ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. 
 સૌરાષ્ટ્ર પંથકના આ તાલુકાઓમાં મેઘરાજાએ 24 કલાકમાં પુરાવી હાજરી
અમરેલી-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં વરસાદ
કડિયાળી, બાબરકોટ, મિતિયાળીમાં વરસાદબનાસકાંઠાના દિયોદરમાં વહેલી સવારથી વરસાદ
એક દિવસના વિરામ બાદ પંથકમાં ફરી વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ
સવારે 6થી 8 સુધી 43 તાલુકામાં વરસાદ
અરવલ્લી,મહેસાણા,સુરત,સાબરકાંઠા જિલ્લામાં વરસાદ
અરવલ્લીના ભિલોડામાં અડધો ઈંચ વરસાદ
મહેસાણાના સતલાસણામાં હળવો વરસાદ નોંધાયો હતો 

 ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું 
મહેસાણાના બેચરાજીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ
અરવલ્લીના ધનસુરામાં 4 ઈંચ વરસાદ પડયો
ગાંધીનગરના માણસા-દહેગામમાં 3 ઈંચ વરસાદ
અરવલ્લીના બાયડ-પેટલાદમાં 3-3 ઈંચ વરસાદ
બનાસકાંઠાના દાંતામાં 3 ઈંચ વરસાદ પડયો
સાબરકાંઠાના ઇડર-તલોદમાં 3-3 ઈંચ વરસાદ
આણંદ શહેરમાં સરેરાશ 2.5 ઈંચ વરસાદ પડયો
મહેસાણાના કડીમાં સરેરાશ 2.5 ઈંચ વરસાદ
પાટણના ચાણસ્મામાં 2.5 ઈંચ વરસાદ
ગાંધીનગરના કલોલમાં 2 ઈંચ વરસાદ
મહેસાણાના સતલાસણામાં 2 ઈંચ વરસાદ
ભરૂચના અંકલેશ્વરમાં પણ 2 ઈંચ વરસાદ
મહેસાણા શહેરમાં સરેરાશ 2 ઈંચ વરસાદ
અરવલ્લીના માલપુરમાં 2 ઈંચ વરસાદ
ભરૂચના હાંસોટમાં 2 ઈંચ વરસાદ પડયો
 નદી- નાળા છલાકાયાં
પંચમહાલના હાલોલમાં પણ 2 ઈંચ વરસાદભિલોડાની બુઢેલી નદી પણ વરસાદ બાદ બે કાંઠે
પાણીનું જળસ્તર વધે તો લોકોને સાવધાન રહેવા અપીલ કરાિ છે. સાથે જ બનાસકાંઠામાં સારા વરસાદથી ઉમરદશી નદીમાં નીર આવ્યાં છે. પાલનપુર-વાસણ પાસેથી પસાર થતી નદીમાં નવા નીર આવતા સ્થાનિકો દ્વારા ઉમરદશી નદીના  વધામણાં  કરાયા હતાં. બે વર્ષ બાદ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી જોવાં મળી હતી. બનાસકાંઠામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ આવતાં સમગ્ર જિલ્લામાં ખુશી જોવા મળી હતી. સાથે જ ભારે વરસાદને પગલે  પાલનપુર-અમદાવાદ-આબુ હાઇવે પર ભરાયા પાણી ગયાં હતાં. 
નર્મદા ડેમની સપાટી વધી 
ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.75 મીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 125.79 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 2 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસના યુનિટ શરૂ કરાયા છે. મધ્ય પ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પણ તમામ દરવાજા ખોલી દેવાયા છે. 

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ
મોડી રાત્રે જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર મેઘ
ખાનપુર, કડાણા, વીરપુર, સંતરામપુરમાં વરસાદ
રાજ્યના 207 જળાશયોમાં 60 ટકા જળસંગ્રહ 
સરદાર સરોવર ડેમ કુલ ક્ષમતાના 63 ટકા ભરાયો
રાજ્યના 35 ટકા ડેમો 100 ટકા સુધી ભરાયા
કચ્છમાં 116 અને સૌરાષ્ટ્રમાં 60.69 ટકા વરસાદ નોંધાયો   
દક્ષિણ ગુજરાતમાં 80.47 ટકા વરસાદ નોંધાયો
પૂર્વ ગુજરાતમાં 56.34 ટકા વરસાદ નોંધાયો  
ઉત્તર ગુજરાતમાં 40.82 ટકા વરસાદ નોંધાયો 
ગરવો ગિરનાર સોળે કળાએ ખીલ્યો 
રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગરવો ગિરનાર સોળે કળા ખીલ્યો. ગરવા ગઢ ગિરનાર વાદળો વચ્ચે  આહ્વાદક જોવા મળ્યો છે. તો ગીર સોમનાથમાં વરસાદ થતા જમજીર ધોધ જીવંત થયો છે. જમજીર ધોધના આહલાદક દ્રશ્યો સામે આવતા મોટી સંખ્યામાં પર્યટકો પણ ઉમટ્યા છે. આ તરફ અરવલ્લીના ભિલોડામાં આવેલો સુનસર ધોધ પણ જીવંત થતાં નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ધરતીમાતા મંદિર પાસે આવેલો સુનસર ધોધ વહેતો થતા પ્રવાસીઓ ઉમટ્યા છે અને પ્રવાસી ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે.

હજુ પણ હવામાન વિભાગ દ્વારા આ જીલ્લાઓમાં ભારે વરસાદની  આગાહી કરાઇ છે. 
પાટણ, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી 
જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી
દ્વારકા, મોરબી, પોરબંદર, આણંદ, વલસાડ અને અમદાવાદમાં વરસાદની આગાહી 
હવામાન ખાતાના અપડેટ અનુસાર, 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરાઇ છે. 
આ પણ વાંચો - ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું કરાયું અંગદાન, સમગ્ર દેશમાં આ અત્યાર સુધીનો 14મો કિસ્સો
Tags :
GujaratFirstGujaratRainMonsoonForecastRainGujaratUpdateWeatherAlert
Next Article