Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

29 જાન્યુઆરીએ પણ ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાંની આગાહી

ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી29 તારીખે પણ કમોસમી વરસાદ પડવાની આગાહીઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની વકીબનાસકાંઠા,પાટણ,અરવલ્લીમાં આગાહીસાબરકાંઠા,ગાંધીનગર,ખેડામાં આગાહીઅમદાવાદ,દાહોદ,મહીસાગરમાં આગાહી30 તારીખ પછી વાતાવરણમાં સુધારો થશેરાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે  શનિવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામà
29 જાન્યુઆરીએ પણ ઉત્તર મધ્ય ગુજરાતમાં માવઠાંની આગાહી
  • ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી
  • 29 તારીખે પણ કમોસમી વરસાદ પડવાની આગાહી
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની વકી
  • બનાસકાંઠા,પાટણ,અરવલ્લીમાં આગાહી
  • સાબરકાંઠા,ગાંધીનગર,ખેડામાં આગાહી
  • અમદાવાદ,દાહોદ,મહીસાગરમાં આગાહી
  • 30 તારીખ પછી વાતાવરણમાં સુધારો થશે
રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે  શનિવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે આગાહી (Forecast) કરી છે કે આવતીકાલે 29 જાન્યુઆરીએ રવિવારે પણ રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું થશે. 
માવઠાની આગાહી 
રાજ્યમાં  ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 29 તારીખે પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની વકી છે જેમાં મહેસાણા. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને ભરુચમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 
શનિવારે પણ વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ 
બીજી તરફ શનિવારે પણ વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે ઠંડા પવન ફૂંકાયા હતા. દિવસ દરમિયાન સુર્યપ્રકાશ ઓછો રહ્યો હતો અને આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.  વિવિધ વિસ્તારમાં તેજ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને પવનના સુસવાટા સાથે ઠંડીનો પણ ચમકારો અનુભવાયો હતો. 
વાતાવરણ વધુ ઠંડુ બની ગયું છે
રાજ્યમાંકાતિલ ઠંડીના અહેસાસ વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણ વધુ ઠંડુ બની ગયું છે. લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે છે. રાત પડતાં જ ઠંડીનો પારો ગગડી રહ્યો છે અને મોડી રાત્રે તો સુસવાટાભર્યા ઠંડા પવનનના કારણે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. 

 30 તારીખે રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે
જો કે 30 તારીખ બાદ વાતાવરણમાં સુધારો થશે અને ફરી એક વાર ઠંડીનો ચમકારો અનુભવવા મળશે. હવામાન વિભાગે જણાવ્યું કે 30 તારીખે રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે પણ કોલ્ડ વેવ ફૂંકાઇ શકે છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.