Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં કોલ્ડ વેવ વચ્ચે માવઠાની આગાહી, આ વિસ્તારમાં પડી શકે વરસાદ

રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની વકીઉત્તર ગુજરાતમાં 28મીએ માવઠાની આગાહીબનાસકાંઠા,સાબરકાંઠામાં પડી શકે છે વરસાદસૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ કાતિલ શીતલહેરકચ્છનું નલિયા 3 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ સ્થળભૂજ અને કંડલા એરપોર્ટમાં 8 ડિગ્રી તાપમાનપોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 9 ડિગ્રીઅમદાવાદ અને ડીસામાં 9 ડિગ્રી તાપમાન રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ઠંડી વચ્ચે આવતીક
રાજ્યમાં કોલ્ડ વેવ વચ્ચે માવઠાની આગાહી  આ વિસ્તારમાં પડી શકે વરસાદ
  • રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની વકી
  • ઉત્તર ગુજરાતમાં 28મીએ માવઠાની આગાહી
  • બનાસકાંઠા,સાબરકાંઠામાં પડી શકે છે વરસાદ
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ કાતિલ શીતલહેર
  • કચ્છનું નલિયા 3 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ સ્થળ
  • ભૂજ અને કંડલા એરપોર્ટમાં 8 ડિગ્રી તાપમાન
  • પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 9 ડિગ્રી
  • અમદાવાદ અને ડીસામાં 9 ડિગ્રી તાપમાન 
રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ઠંડી વચ્ચે આવતીકાલે 28 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક ભાગમાં માવઠું (Rain) થઇ શકે છે. જો કે 29 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર ઘટે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઇ છે.
રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર યથાવત્
રાજ્યમાં કોલ્ડ વેવ (Cold Wave)નો કહેર યથાવત્ રહ્યો છે. કાતિલ સૂસવાટાભર્યા પવનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દિવસે પણ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે તેવા ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. દિવસે સૂર્ય પ્રકાશ પણ ઓછો રહે છે તેથી દિવસનું તાપમાન પણ ઓછું રહે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહ્યું છે.
માવઠાની આગાહી
રાજ્યમાં કાતિલ ઠંડીના જોર વચ્ચે આવતીકાલે 28 જાન્યુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લામાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. માવઠાના કારણે ઠંડીની અસર વધી શકે છે.

કચ્છનું નલિયા 3 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ સ્થળ 
બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યમાં હાલ કાતિલ શીતલહેરની અસર જોવા મળી રહી છે.કચ્છનું નલિયા 3 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ સ્થળ રહ્યું છે જ્યારે ભૂજ અને કંડલા એરપોર્ટમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદ અને ડીસામાં 9 ડિગ્રી તાપમાન રહ્યું છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.