અગ્નિપથના વિરોધ વચ્ચે બિહારમાં રેલવેનો મોટો નિર્ણય, દિવસ દરમિયાન નહીં દોડે એક પણ ટ્રેન
સેનામાં ભરતી માટેની કેન્દ્ર સરકારની ભરતી યોજના 'અગ્નિપથ'ને લઈને આખા દેશમાં વિરોધ થઇ રહ્યો છે. અનેક જગ્યાઓ પર આ વિરોધ હિંસક બન્યો છે. આજે બિહાર, યુપી સહિત ઘણા રાજ્યોમાં હિંસક વિરોધ જોવા મળી રહ્યો છે. બિહારના ઘણા જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓએ વાહનોને આગ ચાંપી હતી. એટલું જ નહીં તેમણે સુરક્ષા દળો પર પથ્થરમારો પણ કર્યો હતો. બિહારના જહાનાબાદમાં દેખાવકારોએ એક ટ્રક અને બસને આગ ચાંપી દીધી હતà
સેનામાં ભરતી માટેની કેન્દ્ર સરકારની ભરતી યોજના 'અગ્નિપથ'ને લઈને આખા દેશમાં વિરોધ થઇ રહ્યો છે. અનેક જગ્યાઓ પર આ વિરોધ હિંસક બન્યો છે. આજે બિહાર, યુપી સહિત ઘણા રાજ્યોમાં હિંસક વિરોધ જોવા મળી રહ્યો છે. બિહારના ઘણા જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓએ વાહનોને આગ ચાંપી હતી. એટલું જ નહીં તેમણે સુરક્ષા દળો પર પથ્થરમારો પણ કર્યો હતો. બિહારના જહાનાબાદમાં દેખાવકારોએ એક ટ્રક અને બસને આગ ચાંપી દીધી હતી.
એકલા બિહારમાં રેલવેને 200 કરોડનું નુકસાન
આ તમામ સ્થિતિ વચ્ચે બિહારમાં રેલવેએ મોટી જાહેરાત કરી છે. જે પ્રમાણે બિહારમાં સવારે 4 થી સાંજે 8 વાગ્યા સુધી કોઈ ટ્રેન નહીં દોડે. અગ્નિપથ યોજના વિરુદ્ધ બિહારમાં સૌથી વધુ હિંસા થઈ છે. પ્રદર્શનકારીઓએ ડઝનેક ટ્રેનોને આગ લગાડી અને કેટલાંક શહેરો અને નગરોમાં જાહેર મિલકતોને નુકસાન પહોંચાડ્યું. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલ્વે પ્રોપર્ટીને તોડી પાડવાથી એકલા બિહારમાં 200 કરોડથી વધુનું નુકસાન થયું છે.
Advertisement
મધ્ય પૂર્વ રલેવેની જાહેરાત
હિંસક વિરોધને કારણે પૂર્વ મધ્ય રેલવેએ ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફારો કર્યા છે. રેલ્વેએ જણાવ્યું હતું કે બિહારમાં ચાલી રહેલા પ્રદર્શનને કારણે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અન્ય ઝોનથી આવતી અને પૂર્વ મધ્ય રેલ્વેના અધિકારક્ષેત્રમાંથી પસાર થતી ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરો અને રેલ્વે સંપત્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તારીખ 18 જુલાઇથી 20 જુલાઇ સુધી માત્ર સાંજે 8 વાગ્યાથી સવારે 4 વાગ્યાના સમયમાં જ ટ્રનોનું સંચાલન થશે. એટલે કે બિહારમાં આગામી બે દિવસે દિવસે એકપણ ટ્રેન નહીં દોડે.
અગ્નિપથ પ્રદર્શન મુસાફરો માટે સમસ્યા બન્યું
અગ્નિપથ યોજનાને લઈને યુવાનોના હિંસક પ્રદર્શનને કારણે છેલ્લા બે દિવસથી બિહારથી આવતી ઘણી ટ્રેનોનું સંચાલન ઠપ થઈ ગયું હતું અને ઘણી ટ્રેનો મોડી પડી હતી. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને દર્દીઓ અને અન્ય અગત્યના કામ માટે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલ્વેએ શુક્રવારે માહિતી આપી હતી કે હિંસક વિરોધને કારણે 300 થી વધુ ટ્રેનો પ્રભાવિત થઈ છે, જ્યારે 234 રદ કરવામાં આવી છે. તો 7 ટ્રેનોને આગ લગાવવામાં આવી છે.