Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્થળ ઉપરથી 7 નાવડી સહિત 12થી વધુ વાહનો મળી 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી ખનન માફીયાઓ માટે ફેવરિટ બની છે. આજે ખાણ ખનીજ વિભાગે પૂર્વ વિસ્તારના અંગારેશ્વર ગામમાં છાપો મારી ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહીમાં 4 કરોડ ઉપરાંતનો  મુદ્દામાલ જપ્ત કરાયો છે.ભરૂચ ખાણ ખનીજ વિભાગમાં ભૂસ્તર શાસ્ત્રીની બદલી થતાં મદદનીશ નિયામક નરેશ જાનીને ચાર્જ સોંપાયો છે. બપોરના સમયે નરેશ જાની અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર તેમજ à
સ્થળ ઉપરથી 7 નાવડી સહિત 12થી વધુ વાહનો મળી 4 કરોડનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી ખનન માફીયાઓ માટે ફેવરિટ બની છે. આજે ખાણ ખનીજ વિભાગે પૂર્વ વિસ્તારના અંગારેશ્વર ગામમાં છાપો મારી ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહીમાં 4 કરોડ ઉપરાંતનો  મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ભરૂચ ખાણ ખનીજ વિભાગમાં ભૂસ્તર શાસ્ત્રીની બદલી થતાં મદદનીશ નિયામક નરેશ જાનીને ચાર્જ સોંપાયો છે. બપોરના સમયે નરેશ જાની અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર તેમજ તેમની ટીમે પૂર્વ પટ્ટીના અંગારેશ્વર ગામમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવુતિ પર રેડ પાડી હતી.
આ કાર્યવાહીમાં ખાણ ખનીજ વિભાગે 4 હિટાચી મશીન, 1 બાજ, 7 નાવડી અને 3 ડમ્પર મળી 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગેરકાયદેસર પ્રવુતિ યોગેશ માલાની અને નીતીશ જોશી ચલાવી રહયા હોવાનુ ખાણ ખનીજ વિભાગે જણાવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.