Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્વીનની અંત્યેષ્ઠીમાં આ દેશના વડાઓ થશે સામેલ, આ દેશો નિમંત્રણ પણ નહી, જાણો

ક્વીન એલિઝાબેથ IIના (Queen Elizabeth II) અંતિમ સંસ્કાર (Funeral) સોમવારે 19 સપ્ટેમ્બરના રોજ થશે. આ પ્રસંગે રાજવી પરિવારના સભ્યો અને વિશ્વભરના નેતાઓ ત્યાં હાજર રહેશે. બ્રિટનમાં દશકો બાદ શાહી પરિવારના સભ્યો અને અનેક રાજ્યના વડાઓ એક સ્થળે ભેગા થશે.ક્વીનની અંત્યેષ્ઠીમાં ((Funeral)) હાજરી આપવા માટે અનેક દેશના વડાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાણીના અંતિમ સંસ્કારમાં અનેક દેશોના વડાઓ અને પ્રતિષ્ઠિત વિદેશà
ક્વીનની અંત્યેષ્ઠીમાં આ દેશના વડાઓ થશે સામેલ  આ દેશો નિમંત્રણ પણ નહી  જાણો
ક્વીન એલિઝાબેથ IIના (Queen Elizabeth II) અંતિમ સંસ્કાર (Funeral) સોમવારે 19 સપ્ટેમ્બરના રોજ થશે. આ પ્રસંગે રાજવી પરિવારના સભ્યો અને વિશ્વભરના નેતાઓ ત્યાં હાજર રહેશે. બ્રિટનમાં દશકો બાદ શાહી પરિવારના સભ્યો અને અનેક રાજ્યના વડાઓ એક સ્થળે ભેગા થશે.
ક્વીનની અંત્યેષ્ઠીમાં ((Funeral)) હાજરી આપવા માટે અનેક દેશના વડાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાણીના અંતિમ સંસ્કારમાં અનેક દેશોના વડાઓ અને પ્રતિષ્ઠિત વિદેશી મહેમાનો સહિત 500 લોકોને હાજર રહેશે. અંતિમ સંસ્કારમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે ઓછામાં ઓછા 2,200 લોકો હાજર રહે તેવી શક્યતા છે.
આ દેશોને નિમંત્રણ
ક્વીન એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં યુરોપનો શાહી પરિવાર હાજરી આપવાનો છે. યુરોપના શાહી પરીવારમાંથી બેલ્જિયમના રાજા ફિલિપ અને રાણી મેથિલ્ડે, કિંગ વિલેમ-એલેક્ઝાન્ડર અને તેમની પત્ની, રાણી મેક્સિમા અને તેમની માતા, ભૂતપૂર્વ ડચ રાણી પ્રિન્સેસ બીટ્રિક્સ પણ હાજરી આપશે.
સ્પેનના રાજા ફેલિપ અને રાણી લેટિઝિયા, નોર્વે, સ્વીડન અને ડેનમાર્કના રાજવી પરિવારના સભ્યો પણ અહીં આવશે. ભારતના (India) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન અને કેનેડાના PM જસ્ટિન ટ્રુડો પણ હાજરી આપશે.
બાંગ્લાદેશના (Bangladesh) વડાંપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના (Srilanka) રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી શક્યતા છે. પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન શાહબાઝ શરીફ, આઇરિશ નેતા તાઓઇસેચ માઇકલ માર્ટિન, જર્મનીના પ્રમુખ ફ્રેન્ક વોલ્ટર સ્ટેઇનમેયર, ઇટાલિયન પ્રમુખ સર્જિયો મટારેલા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સ વોન્ડર લિએન હાજર રહેશે.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના સમ્રાટ નરુહિતો પણ સામેલ થશે.
આમને નિમંત્રણ નહી
  • ક્વીનના અંતિમ સંસ્કારમાં રશિયા, બેલારુસ કે મ્યાનમારના કોઈ પ્રતિનિધિને બોલાવવામાં આવ્યા નથી. યુક્રેન પરના હુમલા બાદ રશિયા અને બ્રિટન વચ્ચે રાજદ્વારી સંબંધોનો અંત આવી ચુક્યો છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના પ્રવક્તાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, પુતિન અંતિમ સંસ્કારમાં જવાનું વિચારી રહ્યા નથી.
  • બીજી તરફ યુક્રેન પર રશિયાનો હુમલો બેલારુસના પ્રદેશથી થોડો દૂર શરૂ થયો હતો. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નજીકના સાથી છે. તેથી તેમને પણ નથી બોલાવ્યા.
  • જ્યારે મ્યાનમારમાં ફેબ્રુઆરી 2021માં લશ્કરી બળવા બાદ બ્રિટને પણ મ્યાનમારમાં તેના સંબંધો ઘટાડી દીધાં છે.
ચીન અંતિમ દર્શન કરી શક્યું નહી પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપશે
બ્રિટનની સરકારે ચીનના (China) પ્રતિનિધિમંડળને સંસદમાં રાણીના અંતિમ દર્શનની મંજુરી નથી આપી પણ ચીનનું પ્રતિનિધિમંડળ રાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચીનના ઉપરાષ્ટ્રપતિ વાંગ કિશાન બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ચીને શનિવારે આની જાહેરાત કરી હતી. 
ચીન દ્વારા પ્રતિબંધિત બ્રિટિશ ધારાશાસ્ત્રીઓના જૂથે અંતિમ સંસ્કાર માટે ચીન સરકારના આમંત્રણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક સાંસદે કહ્યું કે, ચીનમાં ઉઇગુર મુસ્લિમો સાથેના દુરવ્યવહાર અને માનવ અધિકારોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આમંત્રણ રદ કરવું જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.