Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શ્રદ્ધાંજલી આપી, આવતીકાલે થશે રાણીના અંતિમ સંસ્કાર

બ્રિટનની (UK) મહારાણી એલિઝાબેથ દ્વિતીયના (Queen Elizabeth II) આવતીકાલે સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રવિવારે બપોરે લંડનના વેસ્ટમિંસ્ટર હોલ પહોંચ્યા હતા. તેમણે ભારતના લોકો વતી ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 8મી સપ્ટેમ્બરના રોજ ક્વીનના નિધન બાદ બ્રિટનમાં 10 દિવસનો રાષ્ટ્રીય શોક છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Droupadi Murmu) રવિવારે વેસ્ટમàª
02:45 PM Sep 18, 2022 IST | Vipul Pandya
બ્રિટનની (UK) મહારાણી એલિઝાબેથ દ્વિતીયના (Queen Elizabeth II) આવતીકાલે સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રવિવારે બપોરે લંડનના વેસ્ટમિંસ્ટર હોલ પહોંચ્યા હતા. તેમણે ભારતના લોકો વતી ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 8મી સપ્ટેમ્બરના રોજ ક્વીનના નિધન બાદ બ્રિટનમાં 10 દિવસનો રાષ્ટ્રીય શોક છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Droupadi Murmu) રવિવારે વેસ્ટમિંસ્ટર હોલ લંડનની (Westminster Hall London) મુલાકાત લીધી હતી. રાણી એલિઝાબેથ દ્વિતીયનું પાર્થિવદેહ અહીં રાખવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ પોતાના અને ભારતના લોકો વતી મહારાણી એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં ભારત સરકાર વતી સામેલ થવાના છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ (President Droupadi Murmu) અહીં મહારાણી એલિઝાબેથની યાદમાં એક શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યાં. બ્રિટનના ત્રણ દિવસના પ્રવાસના ભાગરૂપે તે શનિવારે સાંજે લંડન પહોંચ્યા હતા. તે સોમવારે રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. મહારાજા ચાર્લ્સ વતી બકિંગહામ પેલેસ ખાતે રવિવારે સાંજે વિશ્વના નેતાઓ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ આ ભોજન સમારંભમાં હાજરી આપશે.

ક્વીનના અંતિમ સંસ્કારમાં અનેક દેશોના વડાઓ ઉપસ્થિત રહેવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ રાણીના અંતિમ સંસ્કારમાં 2,000 VVIP હાજરી આપશે. ભારતીય સમય અનુસાર સોમવારે બપોરે 3.30 વાગ્યે અંતિમ સંસ્કાર થશે. વિશ્વના અનેક દેશોમાં તેનું લાઈવ ટેલિકાસ્ટ પણ થશે. UKમાં અગાઉ 1965માં પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર માટે લંડન પહોંચ્યા
Tags :
BuckinghamPalaceGujaratFirstPresidentDroupadiMurmuQueenQueenElizabethIITributesukWestminsterHallLondon
Next Article