શાકભાજીની આડમાં લઇ જવાઇ રહ્યો હતો વિદેશી દારુનો જથ્થો, સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો
સુરતમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે હવે નવો કિમીયો અપનાવવામાં આવી રહ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે જહાંગીરપુરા વિસ્તારમાંથી ફોર વ્હીલ ટેમ્પોમાં શાકભાજીના કેરેટની આડમાં લઈ જવાઇ રહેલા વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઓલપાડના એક ફાર્મ હાઉસમાંથી દારૂનો જથ્થો ભરાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.સુરત ક્રાà
સુરતમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે હવે નવો કિમીયો અપનાવવામાં આવી રહ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે જહાંગીરપુરા વિસ્તારમાંથી ફોર વ્હીલ ટેમ્પોમાં શાકભાજીના કેરેટની આડમાં લઈ જવાઇ રહેલા વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઓલપાડના એક ફાર્મ હાઉસમાંથી દારૂનો જથ્થો ભરાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે જહાંગીરપુરા- રાંદેર રોડ ઉપર આવેલા રાજગ્રીન હાઇટ્સ સામેથી પસાર થતાં અશોક લેયલેન્ડ ટેમ્પોને ઝડપી પાડ્યો હતો. જેમાં તપાસ કરતા શાકભાજીના કેરેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 2.74 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક આસિફ નાદર શાહ અને ક્લીનર કિશોર ઉર્ફે મોહન પરમારની ધરપકડ કરી હતી. જે આરોપીની પૂછપરછ કરતા દારૂનો જથ્થો વેડ રોડના હાર્દિક ઉર્ફે ચેતન રમેશભાઈ પરમાર દ્વારા મોકલવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી.
આ સાથે જ આ વિદેશી દારૂનો જથ્થો ઓલપાડના એક ફાર્મ હાઉસમાંથી ભરાવવામાં આવ્યો હોવાની પણ માહિતી સામે આવી હતી. આ સાથે જ આ વિદેશી દારૂનો જથ્થો ડભોલીના પ્રમોદ ઉર્ફે બાલુ નામના શખ્સ દ્વારા મંગાવવામાં આવ્યો હતો..જ્યાં વોન્ટેડ ત્રણ પૈકીના એક શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો અને એક ફોર વ્હીલ ટેમ્પો મળી કુલ 7.80 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement