Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, 35,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરાશે

પંજાબના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ ભગવંત માન એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ રહ્યા છે.  શપથ લીધાના માત્ર છ દિવસમાં જ તેમણે આજે બીજી મહત્વની જાહેરાત કરી છે. મંગળવારે તેમણે અન્ય એક મહત્વનો નિર્ણય કર્યો છે. માને કહ્યું કે અમારી સરકારે ગ્રુપ સી અને ડીના 35,000 હંગામી કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લીધો છે. તેમણે મુખ્ય સચિવને આ પ્રકારની કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ભરતીઓને સમાપ્ત
પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય  35 000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરાશે
પંજાબના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ ભગવંત માન એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ રહ્યા છે.  શપથ લીધાના માત્ર છ દિવસમાં જ તેમણે આજે બીજી મહત્વની જાહેરાત કરી છે. મંગળવારે તેમણે અન્ય એક મહત્વનો નિર્ણય કર્યો છે. માને કહ્યું કે અમારી સરકારે ગ્રુપ સી અને ડીના 35,000 હંગામી કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લીધો છે. તેમણે મુખ્ય સચિવને આ પ્રકારની કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ભરતીઓને સમાપ્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. પંજાબમાં AAPની જોરદાર જીત બાદ ભગવંત માને 16 માર્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી તેઓ વિવિધ નિર્ણયો લઈ રહ્યા છે.
Advertisement


આઉટસોર્સિંગ ભરતીઓ સમાપ્ત થશે
માને કહ્યું કે મેં મુખ્ય સચિવને સૂચના આપી છે કે વિધાનસભાના આગામી સત્ર પહેલા આ કાયદાનો ડ્રાફ્ટ તેમને મોકલવામાં આવે જેથી અમે તેને વિધાનસભામાં મંજૂર કરી તેનો અમલ કરી શકીએ. માને કહ્યું કે હવે પંજાબમાં કોઈ કાચુ ઘર નહીં હોય અને કોઈ અસ્થાયી કર્મચારી નહીં હોય.
પંજાબમાં 1 મહિનામાં 25 હજાર ભરતી થશે
ભગવંત માને પંજાબમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રથમ બેઠકમાં સરકારી વિભાગમાં 25000 ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી હતી. ભગવંત માનના જણાવ્યા પ્રમાણે પોલિસ વિભાગમાં 10 હજાર લોકોની ભરતી કરવામાં આવશે, જ્યારે, જ્યારે 15 હજાર અલગ-અલગ વિભાગો માટે હશે. એક મહિનાની અંદર ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા શરૂ થશે.
Tags :
Advertisement

.