Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબ 3 લાખ કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયું, ક્યાં ખર્ચાયા આ તમામ રૂપિયા ? થશે તપાસ

પંજાબને લઈને હાલમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પંજાબ હાલ 3 લાખ કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયું છે. જેના પગલે હાલની સરકાર ચકરાવે ચડી ગઈ છે. ત્યારે હવે રાજ્ય સરકાર તપાસ કરવા જઈ રહી છે કે પંજાબ પર 3 લાખ કરોડ રૂપિયાની લોન કેવી રીતે આવી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે પંજાબ સરકાર અગાઉની સરકારોના ખર્ચની તપાસ કરશે જેના કારણે વર્તમાન સરકાર પર 3 લાખ કરોડ રૂપિયાનું દેવું
પંજાબ 3 લાખ કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયું  ક્યાં ખર્ચાયા આ તમામ રૂપિયા   થશે તપાસ

પંજાબને લઈને હાલમાં એક ચોંકાવનારા સમાચાર
સામે આવ્યા છે. પંજાબ હાલ 3 લાખ કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયું છે. જેના પગલે
હાલની સરકાર ચકરાવે ચડી ગઈ છે. ત્યારે હવે રાજ્ય સરકાર તપાસ કરવા જઈ રહી છે કે
પંજાબ પર 3 લાખ કરોડ રૂપિયાની લોન કેવી રીતે આવી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને
કહ્યું કે પંજાબ સરકાર અગાઉની સરકારોના ખર્ચની તપાસ કરશે જેના કારણે વર્તમાન સરકાર
પર 3 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. તેમણે કહ્યું
, “
પૈસા સામાન્ય જનતાના છે. અમે જોઈશું કે તે ક્યાં ખર્ચવામાં આવ્યો છે.

Advertisement


પંજાબના સીએમ ભગવંત માને રાજ્ય પર 3 લાખ
કરોડ રૂપિયાના દેવાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે
AAP સરકાર તેની તપાસ કરશે. આ પૈસા ક્યાં ખર્ચાયા? અગાઉની સરકારોએ આ દેવું માફ કર્યું હતું. આ લોનનો ઉપયોગ ક્યાં થયો તેની
તપાસ કરીને વસૂલ કરવામાં આવશે. આ લોકોના પૈસા છે. ઉલ્લેખનિય છે કે 
પંજાબના સીએમની આ જાહેરાતથી રાજ્યમાં દાયકાઓ સુધી સત્તામાં રહેલા કોંગ્રેસ
અને અકાલીની મુશ્કેલીઓ વધી ગઈ છે. પંજાબમાં છેલ્લા 70 વર્ષથી કોંગ્રેસ અને અકાલી
દળની આગેવાની હેઠળની સરકારો શાસન કરે છે.

Advertisement


ભગવંત માને કહ્યું, બધા કહે છે કે પંજાબ પર 3 લાખ કરોડનું દેવું છે. તમે
કેવી રીતે પૂરી કરશો. છેલ્લા ઘણા સમયથી પંજાબમાં ન તો કોઈ હોસ્પિટલ કે કોઈ સરકારી
શાળા-કોલેજ બનાવવામાં આવી નથી. કોઈ નવી સરકારી યુનિવર્સિટી પણ નથી. અગાઉ બનાવેલા
પણ ખોટમાં ચાલી રહ્યા છે. રસ્તાઓ પણ ખાનગી કંપનીઓએ બનાવ્યા છે. તો પછી લોન ક્યાં
ગઈ
?”

Advertisement

Tags :
Advertisement

.