Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભગવંત માનની સરકારના 10 ધારાસભ્યોએ લીધા મંત્રી પદ્દના શપથ

પંજાબની કેબિનેટ વિસ્તરણ સમારોહ આજે  (19 માર્ચ) સવારે 11 વાગ્યે ચંદીગઢમાં યોજાયા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના કેબિનેટની જાહેરાત કરી છે. ભગવંત માને ટ્વીટ કર્યું હતું કે હાલ તેમની કેબિનેટમાં 10 મંત્રી બનાવવામાં આવશે, જેઓ આજે શપથ લેશે. આ 10 મંત્રીઓમાંથી પાંચ માલવાના, ચાર માઝાના અને એક દોઆબાના હશે. આ સાથે એક મહિલાને પણ મંત્રી બનાવવામાં આવશે. પંજાબમાં આમ આદમી પાર્ટીની  જીત બાદ à
ભગવંત માનની સરકારના 10 ધારાસભ્યોએ લીધા મંત્રી પદ્દના શપથ
પંજાબની કેબિનેટ વિસ્તરણ સમારોહ આજે  (19 માર્ચ) સવારે 11 વાગ્યે ચંદીગઢમાં યોજાયા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના કેબિનેટની જાહેરાત કરી છે. ભગવંત માને ટ્વીટ કર્યું હતું કે હાલ તેમની કેબિનેટમાં 10 મંત્રી બનાવવામાં આવશે, જેઓ આજે શપથ લેશે. આ 10 મંત્રીઓમાંથી પાંચ માલવાના, ચાર માઝાના અને એક દોઆબાના હશે. આ સાથે એક મહિલાને પણ મંત્રી બનાવવામાં આવશે. 
પંજાબમાં આમ આદમી પાર્ટીની  જીત બાદ ભગવંત માને શહીદ ભગત સિંહના ગામ ખટકર કલાનમાં શપથ લીધા હતા. ભગવંત માનના 10 મંત્રીઓમાં ગત વિધાનસભામાં વિપક્ષના નેતા અને દિરબાથી બીજી વખત ધારાસભ્ય બનેલા હરપાલ સિંહ ચીમાનો સમાવેશ થાય છે. ચીમા વ્યવસાયે વકીલ છે. જેઓ મંત્રી બન્યા છે તેમાં મલોટના ધારાસભ્ય અને ભૂતપૂર્વ AAP સાંસદ સાધુ સિંહની પુત્રી ડૉ. બલજીત કૌરનો પણ સમાવેશ થાય છે. બલજીત ત્રણ મહિના પહેલા નોકરી છોડીને પાર્ટીમાં જોડાયા હતા. મંત્રી તરીકે શપથ લેનારાઓમાં હરભજન સિંહ ETO પણ સામેલ છે. હરભજન સિંહ જંડિયાલાના ધારાસભ્ય છે અને PCS પરીક્ષા પાસ કર્યા બાદ 2012માં ETO બન્યા હતા. વર્ષ 2017માં તેણે વીઆરએસ લીધું હતું. જો કે તે 2017માં પણ ચૂંટણી લડી ચૂક્યો છે, પરંતુ ત્રીજા નંબરે હતો.
ડો.વિજય સિંગલા પણ આજે મંત્રી પદના શપથ લીધા હતા. તેમણે  માનસાથી ગાયક સિદ્ધુ મુસેવાલાને 63 હજારથી વધુ મતોથી હરાવ્યા છે અને તે વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. ભોઆના ધારાસભ્ય લાલચંદ કટારુચક પણ શપથ લીધા હતા. તેઓ વ્યવસાયે સામાજિક કાર્યકર છે. આ સાથે આમ આદમી પાર્ટી પંજાબના યુવા વિંગના અધ્યક્ષ અને બીજી વખત બરનાલાથી ધારાસભ્ય ગુરમીત સિંહ મીત હેયર પણ મંત્રીઓની યાદીમાં સામેલ છે. ગુરમીતે B.Tech કર્યું છે. આ સાથે જ વ્યવસાયે ખેડૂત અને અજનલાના ધારાસભ્ય કુલદીપ સિંહ ધાલીવાલને પણ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
પ્રકાશ સિંહ બાદલના સંબંધી અને પટ્ટીના ધારાસભ્ય લાલજીત સિંહ ભુલ્લર પણ મંત્રી બનવા જઈ રહ્યા છે. ભુલ્લરે એપી કૈરોનને હરાવ્યા છે અને તેઓ ખેડૂતો અને કમિશન એજન્ટ છે. હોશિયારપુરના ધારાસભ્ય બ્રહ્મશંકર ઝિમ્પાને પણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમનો પોતાનો વ્યવસાય છે.  31 વર્ષીય હરજોત સિંહ બેન્સ આ સરકારના સૌથી યુવા મંત્રી છે. હરજોત સિંહ આનંદપુર સાહિબથી 45 હજારથી વધુ મતોથી ચૂંટણી જીતી છે અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો છે. કુલતાર સિંહ સંધવાન સતત બીજી વખત કોટકપુરાથી ધારાસભ્ય બન્યા છે. સંધવાન પાર્ટીનું મોટું નામ છે, તેમને મંત્રીના બદલે સ્પીકર બનાવવામાં આવશે.
હરપાલ સિંહ ચીમા: નાયબ મુખ્યમંત્રી બની શકે છે
કેબિનેટમાં સૌથી મહત્વનો ચહેરો હરપાલ સિંહ ચીમાનો છે. ચીમા સતત બીજી વખત જીત્યા છે. તેઓ પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. માન મુખ્ય પ્રધાનપદનો ચહેરો બન્યા તે પહેલાં જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન પોસ્ટરો અને હોર્ડિંગ્સ પર પાર્ટીનો ચહેરો હતો.  પંજાબમાં પાર્ટીના પોસ્ટરોમાં ત્રણ ચહેરાઓ અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને હરપાલ સિંહ ચીમા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.