પંજાબ: ભગવંત માન સરકારીની તિજોરી ખાલી? 6 દિવસ થયા છતા સરકારી કર્મીઓને પગારના ફાંફાં
એક તરફ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવનાર ચૂંટણીને લઇને પ્રજાને મફતના રેવડી અને ગેરન્ટીના વચનો આપી રહ્યાં છે પરંતુ હાલમાં જ્યાં પંજાબમાં આપના ભગવંત માનની સરકાર છે ત્યાં હાલમાં આર્થિક સમતોલન અટવાયું છે, પંજાબમાં સપ્ટેમ્બર મહિનાના છ દિવસ વીતી ગયા છે, છતાં હજુ સુધી પંજાબની ભગવંત માન સરકાર કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો પગાર ચૂકવી શકી નથી. પંજાબમાં એવી ચર્ચા
08:36 AM Sep 07, 2022 IST
|
Vipul Pandya
એક તરફ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવનાર ચૂંટણીને લઇને પ્રજાને મફતના રેવડી અને ગેરન્ટીના વચનો આપી રહ્યાં છે પરંતુ હાલમાં જ્યાં પંજાબમાં આપના ભગવંત માનની સરકાર છે ત્યાં હાલમાં આર્થિક સમતોલન અટવાયું છે, પંજાબમાં સપ્ટેમ્બર મહિનાના છ દિવસ વીતી ગયા છે, છતાં હજુ સુધી પંજાબની ભગવંત માન સરકાર કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો પગાર ચૂકવી શકી નથી. પંજાબમાં એવી ચર્ચા છે કે રાજ્ય સરકાર ભંડોળના અભાવની સમસ્યાનો સામનો કરી રહી છે.
રાજ્ય સરકાર ફંડ ક્રાઇસિસનો સામનો કરી રહી છે
સપ્ટેમ્બર મહિનામાં છ દિવસ વીતી ગયા છે અને હજુ સુધી પંજાબની ભગવંત માન સરકાર કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો પગાર ચૂકવી શકી નથી. જેના કારણે પંજાબમાં તિજોરી ખાલી થઇ રહી છે તેવી ચર્ચા શરૂ થઈ છે કે રાજ્ય સરકાર ફંડ ક્રાઇસિસનો સામનો કરી રહી છે. સામાન્ય રીતે સરકારી કર્મચારીઓને પાછલા મહિનાનો પગાર મહિનાની આખર તારીખે ચૂકવવામાં આવે છે.
સરકારને જીએસટી વળતર હેઠળ રૂ. 16,000 કરોડ મળ્યા
મીડિયા અહેવાલ મુજબ સમગ્ર મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓનું કહેવું છે કે GST વળતર પ્રણાલી ખતમ થયા બાદ સરકાર પર આ સંકટ વધી ગયું છે. રાજ્ય સરકારને જીએસટી વળતર હેઠળ રૂ. 16,000 કરોડ મળ્યા હતા. આ વર્ષે પંજાબ સરકારને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે જ GST મળ્યું છે. આ પછી, આ સિસ્ટમ 30 જૂનથી સમાપ્ત થઈ ગઈ.
અધિકારીઓએ જણાવ્યું કે પગાર ચૂકવવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે
જો કે અધિકારીઓનું કહેવું છે કે માર્ચમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી અને ત્યારથી પગાર સમયસર જ આપવામાં આવી રહ્યો છે. આ મહિને જ એવું બન્યું છે, જ્યારે પગાર ચૂકવવામાં વિલંબ થયો છે. પંજાબ સરકારને દર વર્ષે 31,171 કરોડ રૂપિયા પગાર તરીકે ચૂકવવામાં આવે છે. જેમાં દર મહિને રૂ. 2,597 કરોડની રકમનો સમાવેશ થાય છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે પગાર ચૂકવવામાં વિલંબ એટલા માટે થયો હતો કારણ કે સરકાર વધુ વ્યાજ મેળવવા માટે રૂ. 1,000 કરોડનું રોકાણ કરી રહી છે.
પાવર સબસિડીએ પંજાબ સરકારની તિજોરી પર બોજ વધાર્યો
એક અધિકારીએ કહ્યું, “તે સરકારી તિજોરીમાં તકલીફ છે. અમને લાગે છે કે સ્ટાફ અમને ટેકો આપશે અને એક અઠવાડિયું રાહ જોઈ શકશે. અમે ગ્રુપ સી અને ડીના કર્મચારીઓને પગાર ચૂકવી દીધો છે. અન્યને બુધવાર સુધીમાં પગાર આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે જ્યારે પણ સરકાર પાસે પૈસાની અછત હોય છે, ત્યારે વર્ગ C અને Dના કર્મચારીઓને પ્રથમ પગાર આપવામાં આવે છે. તે પછી વર્ગ A અને B ના કર્મચારીઓને પગાર મળે છે. પાવર સબસિડી પણ પંજાબ સરકારની તિજોરી પર બોજ વધારી રહી છે. આ વર્ષે પંજાબ સરકાર પર અંદાજે 20,000 કરોડ રૂપિયાનો સબસિડીનો બોજ પડશે. તેમાં 18,000 કરોડ રૂપિયાની મફત વીજળી સામેલ છે, જે ખેડૂતોને આપવામાં આવી રહી છે.
પંજાબ સરકાર વીજળી, દેવા સહિત અનેક ખર્ચાઓના બોજ હેઠળ દબાઈ ગઈ છે
આ સિવાય AAP સરકારે દરેક ઘરમાં 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ સિવાય ગયા વર્ષના ડિસેમ્બર સુધીના બાકી બિલો માફ કરવાને કારણે પણ રાજ્ય સરકારની તિજોરી પર 1,298 કરોડ રૂપિયાનો બોજ પડ્યો છે. પગાર અને પાવર સબસિડી સિવાય પંજાબ સરકાર પર વ્યાજની ચુકવણી તરીકે રૂ. 20,122 કરોડ, પેન્શન તરીકે રૂ. 15,145 કરોડ બાકી છે. આ સિવાય પંજાબે 27,927 કરોડ રૂપિયા એડવાન્સ અને લોન પણ ચૂકવવાના છે. પંજાબ સરકારને અન્ય ખર્ચાઓ પર પણ 20,000 કરોડ રૂપિયાની જરૂર છે.
Next Article