Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં નવા સરથાણા પોલીસ સ્ટેશન બનતા પહેલા જ વિરોધ, જાણો કેમ

 લો બોલો, કોઈ સ્થળે પોલીસ સ્ટેશન બને તો લોકો ખુશ થતા હોય છે,પરંતુ સુરતમાં લોકો નારાજગી બતાવી રહ્યા છે. સુરત શહેરમાં સરથાણામાં શાંતિકુંજની જમીન પર પોલીસ મથક બનાવવા સામે વિરાધ સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં ધરણા પર બેઠા છે.સરથાણા વિસ્તારમાં ટીપી સ્કીમ નં. ૨૨, ફાયનલ પ્લોટ નં. ૭૪માં પોલીસ મથક બનાવવા નિર્ણય લેવાયો છે.આ જગ્યા ચાર સોસાયટીની મધ્યમાં આવી છે. આ સ્થળ ઉપર સ્થાનિક રહીશો અને આસપા
સુરતમાં નવા સરથાણા પોલીસ સ્ટેશન બનતા પહેલા જ વિરોધ  જાણો કેમ
Advertisement
 લો બોલો, કોઈ સ્થળે પોલીસ સ્ટેશન બને તો લોકો ખુશ થતા હોય છે,પરંતુ સુરતમાં લોકો નારાજગી બતાવી રહ્યા છે. સુરત શહેરમાં સરથાણામાં શાંતિકુંજની જમીન પર પોલીસ મથક બનાવવા સામે વિરાધ સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં ધરણા પર બેઠા છે.
સરથાણા વિસ્તારમાં ટીપી સ્કીમ નં. ૨૨, ફાયનલ પ્લોટ નં. ૭૪માં પોલીસ મથક બનાવવા નિર્ણય લેવાયો છે.આ જગ્યા ચાર સોસાયટીની મધ્યમાં આવી છે. આ સ્થળ ઉપર સ્થાનિક રહીશો અને આસપાસની લગભગ ૩૦ સોસાયટીના નાગરીકો લાંબા સમયથી શાંતિકુંજ બનાવવા માટે માંગણી કરી રહ્યાં છે. સ્થાનિક લોકોની માંગણી અવગણી તંત્રના અધિકારીઓ પોલીસ મથક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છે,જેને કારણે સ્થાનિક લોકોમાં ભારોભાર આક્રોશની લાગણી છવાઇ છે.ચાર સોસાયટીની મધ્યમાં પોલીસ મથક બનાવવામાં આવે તો સ્થાનિકોની પરેશાની ઘટવાને બદલે વધી જશે તેવી દહેશત લોકોમાં છવાઇ છે.
 ચાર સોસાયટીઓની વચ્ચે પોલીસ સ્ટેશન આવી જશે તો મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત માની રહી છે. પોલીસનું કામ લોકોની સુખાકારી અને સુરક્ષિત રાખવાનું હોય છે, પરંતુ સરથાણા વિસ્તારની ટીપી ૨૮મા સરથાણા પોલીસ સ્ટેશન બનતા ગુનાહિત ગતિવિધિઓ વધી જવાનો ભય રહ્યો છે.  અસામાજિક તત્વોને પકડીને પોલીસ લાવશે. આ બધાની વચ્ચે સ્થાનિક મહિલાઓ અને બાળકો આ સુરક્ષિત મહેસુસ કરી રહી છે. બાળકોને રમવા અને મહિલાઓ માટે શાંતિકુંજ સૌથી ઉત્તમ માધ્યમ છે તેવું તે જણાવી રહ્યા છે.
આ સમગ્ર બાબતે સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્ય સહિતના શાસકોને લેખિત ફરિયાદ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જે હજી પેન્ડિંગ છે. તેમ છતાં પોલીસ મથક બનાવી દેવાની હિલચાલથી રોષ પ્રવર્તી રહ્યો છે. સ્થાનિકોનો આ રોષ જાહેર રસ્તા ઉપર દેખાયો હતો. આ વિસ્તારમાં આવેલી નિલંકઠ હાઇટ્સ નજીક લોકોએ સ્થળ ઉપર મંડપ બનાવી ધરણાં શરૂ કર્યા છે. આ જોતા આગામી દિવસોમાં વિવાદ વધુ ઘેરો બનવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Tags :
Advertisement

.

×