ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘરમાં વધી ગયો છે માખીઓનો બણબણાટ? આ ધૂપ કરવાથી 5 મિનિટમાં નહીં દેખાય એક પણ માખી

માખીની 1,20,000 જેટલી પ્રજાતિ છે. કોઇને પણ માખીનું આસપાસ ભમવું પસંદ નથી. પરંતુ ચોમાસામાં આ સમસ્યા ઊભી થાય છે. તેથી આજે અમે તમને અમુક નેચરલ ઉપાય (Home remedies to Remove Flies) જણાવીશું જે ઘરમાંથી માખીઓ દૂર કરવામાં મદદ કરશે.ચોમાસુ (Monsoon) આવતા જ સૌથી મોટી સમસ્યા પણ ઘરમાં દસ્તક દે છે તે છે માખીઓ(Flies)નો વધતો ઉપદ્રવ.. માખીઓનું કદ ભલે નાનું હોય પરંતુ તે મોટી બીમારીઓનું કારણ બની શકે છે. ઘરમાં માખીઓ થવાના અનેક કારણો હોઇ
08:33 AM Aug 17, 2022 IST | Vipul Pandya
માખીની 1,20,000 જેટલી પ્રજાતિ છે. કોઇને પણ માખીનું આસપાસ ભમવું પસંદ નથી. પરંતુ ચોમાસામાં આ સમસ્યા ઊભી થાય છે. તેથી આજે અમે તમને અમુક નેચરલ ઉપાય (Home remedies to Remove Flies) જણાવીશું જે ઘરમાંથી માખીઓ દૂર કરવામાં મદદ કરશે.
ચોમાસુ (Monsoon) આવતા જ સૌથી મોટી સમસ્યા પણ ઘરમાં દસ્તક દે છે તે છે માખીઓ(Flies)નો વધતો ઉપદ્રવ.. માખીઓનું કદ ભલે નાનું હોય પરંતુ તે મોટી બીમારીઓનું કારણ બની શકે છે. 
  • ઘરમાં માખીઓ થવાના અનેક કારણો હોઇ શકે છે. જેમાં સ્વચ્છતાનો અભાવ અને ઋતુ આ બંને મુખ્ય ગણાવી શકાય છે. 
  • આપણા ઘરમાં સૌથી વધુ માખીઓ થવાનું કારણ ગેરેજ, બાથરૂમ અને કિચન બને છે. 
  • અહીં જ મોટાભાગે માખીઓ મોટી સંખ્યામાં ઇંડાઓ મૂકે છે, જે ભવિષ્યમાં વધારે માખીઓનું કારણ બને છે.
કેવી રીતે ભગાડશો ઘરમાંથી માખી?
  • માખીઓને નીલગીરીના તેલથી સૌથી વધુ નફરત હોય છે. કપડામાં નીલગીરીના તેલનો સ્પ્રે કરી ઘરમાં માખીઓ ફરતી રહેતી હોય તે જગ્યાએ લટકાવી દેવું. તેમજ પડદાઓમાં અથવા ઘરમાં આ તેલનું સ્પ્રે કરવાથી પણ ઘરમાંથી માખીઓ ભાગવા લાગશે.
  • ફુદીનો લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. તમારી બારી કે ઘરની આસપાસ ફુદીનો ઉગાડવાથી માખીઓ ઘરથી દૂર રહે છે.
  • તુલસીનો છોડ પણ માખીઓને તમારા ઘરથી દૂર રાખે છે. તમે ઘરમાં છોડ રાખી શકો છો અથવા ત ઘરની આસપાસ તુલસીના પાંદડાઓ રાખી શકો છો.
  • તમાલપત્રને સળગાવીને તેનો ધૂપ ઘરમાં કરવાથી પણ માખીઓનો ઉપદ્રવ ઓછો થાય છે.
  • લવેન્ડરના ફૂલને એક બુકેની જેમ લટકાવીને અથવા લવેન્ડર ઓઇલ ઘરમાં છાંટવાથી પણ માખીઓ દૂર ભાગે છે.
  • લીંબુ પર લવિંગ લગાવીને મૂકવાનો નૂસ્ખો તો આપ સૌએ સાંભળ્યો હશે. આ એક ખુબ જ સરળ અને અસરકારક ઉપાયો પૈકી એક છે. લીંબુને કાપીને તેના બહારના ભાગમાં લવિંગ લગાવી દેવા અથવા ખૂંટાવી દેવા. આ ઉપાયથી પણ માખીઓનો ઉપદ્રવ ઘટશે.
  • એક ગ્લાસ પાણીમાં 2 ચમચી મીઠું લો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને માખીઓ પર છાંટો. માખીઓથી છુટકારો મેળવવા માટે તે ખૂબ જ સારું છે.
Tags :
FliesFlyGujaratFirstHealthCareHealthTipsMonsoonProblemsinMonsoonTips
Next Article