Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

7 વર્ષમાં બનેલો ફ્લાયઓવર 10દિવસમાં બિસ્માર, બ્રિજ પર નથી લગાવી લાઇટ

ભરૂચથી જંબુસર જવાના નેશનલ હાઇવે નંબર 64 ઉપર સમની ગામ પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ હતું ત્યારથી જ વિવાદમાં ઘેરાયેલો હતો. તે સમયે વાહન ચાલકો ડાઈવર્ઝનથી પરેશાન હતા. સાત વર્ષ સુધી વાહન ચાલકો પરેશાન થયા અને અંતે બ્રિજનું લોકાર્પણ થયાના 10 દિવસમાં જ બ્રિજના પ્રવેશદ્વાર નજીકનો રોડ ધોવાઈ જવાના કારણે કોન્ટ્રાક્ટરે બનાવેલા બ્રિજની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે . માત્ર 10 જ દિવસમાં બ્રિà
7 વર્ષમાં બનેલો ફ્લાયઓવર 10દિવસમાં બિસ્માર  બ્રિજ પર નથી લગાવી લાઇટ
ભરૂચથી જંબુસર જવાના નેશનલ હાઇવે નંબર 64 ઉપર સમની ગામ પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ હતું ત્યારથી જ વિવાદમાં ઘેરાયેલો હતો. તે સમયે વાહન ચાલકો ડાઈવર્ઝનથી પરેશાન હતા. સાત વર્ષ સુધી વાહન ચાલકો પરેશાન થયા અને અંતે બ્રિજનું લોકાર્પણ થયાના 10 દિવસમાં જ બ્રિજના પ્રવેશદ્વાર નજીકનો રોડ ધોવાઈ જવાના કારણે કોન્ટ્રાક્ટરે બનાવેલા બ્રિજની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે . માત્ર 10 જ દિવસમાં બ્રિજ બિસ્માર બનતા ભ્રષ્ટાચાર અને આક્ષેપો થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ સમનીને જોડતો બ્રિજ છેલ્લાં 7 વર્ષથી તેનું કામ ચાલી રહ્યું હતું.


લોકાર્પણને હજુ ગણતરીના 10 દિવસ થયા 
ભરૂચ જિલ્લાના સમની ખાતે એલ.સી નંબર 22 ઉપર નિર્મિત રેલ્વે ઓવરબ્રિજ નું લોકાપર્ણ તારીખ 24 જૂનના રોજ માનનીય મંત્રી માર્ગ અને મકાન વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરાયું હતું. જેમાં ભરૂચ જિલ્લાના પ્રમુખ અને માનનીય નાયબ મુખ્ય દંડક અને માનનીય સંસદ સભ્ય અને માનનીય ધારાસભ્યોપણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત હતાં. જે લોકાર્પણને હજુ ગણતરીના 10 દિવસો થયો છે ત્યાં જ સમની તરફથી બ્રિજ નજીક જ પહેલાં જ વરસાદમાં જ રોડ બિસ્માર બની ગયો છે.  


ડામરની જગ્યાએ ડામર જેવો કેમિકલનો ઉપયોગ કરાયાનો આક્ષેપ 
ડામરની જગ્યાએ ડામર જેવો કેમિકલનો ઉપયોગ કરાતો હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ રોડ ધોવાઈ જતા હોવાના આક્ષેપો થયા છે.  સાથેજ  બ્રિજની આજુબાજુ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે જેમાં એક તરફના સર્વિસ રોડમાં બંને તરફ સર્વિસ રોડ બન્યા છે પરંતુ સમનીથી આમોદ તરફ જવાના રોડ ઉપર વચ્ચે નાળું પોહળુ કરી સર્વીસ રોડ જોડવાનું પણ અધૂરું છોડી દેવાયું છે જેના કારણે મોડી રાત્રે વાહન ચાલક પૂર ઝડપે સર્વિસ રોડ ઉપરથી નીકળે તો તે સીધો ગટરના નાળામાં ઉતરી જવાના કારણે અકસ્માતનો ભોગ બને તેવો ભય ઊભો થયો છે . 

નવનિર્માણ પામેલા બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઈટનો અભાવ.. વાહન ચાલકોને મોડી રાત્રે અકસ્માતનો ભય
ભરૂચ જિલ્લામાં અનેક બ્રિજો નવનિર્માણ પામ્યા છે અને આ બ્રિજો ઉપર સ્ટ્રીટ લાઈટ ભલે લગાડવામાં આવી છે પરંતુ આમોદ સમનીને જોડતો નવનિર્માણ પામેલો ફ્લાય ઓવરબ્રિજ સ્ટ્રીટ લાઈટ વિનાનો હોવાનું સામે આવ્યું છે જેના કારણે મોડી રાત્રે વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે દસ દિવસ પૂર્વે જ લોકાર્પણ કરાયેલા બ્રિજ ઉપર કોન્ટ્રાક્ટર સ્ટ્રીટ લાઈટ લગાવવાનું ભૂલી ગયો છે કે પછી તેના ટેન્ડરમાં નથી તે પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે પરંતુ આટલો મોંઘો ફ્લાય ઓવરબ્રિજ બનતો હોય અને તે સ્ટ્રીટ લાઈટ વિના વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતો હોય જે વાહન ચાલકોને અકસ્માતને આમંત્રણ આપી રહ્યો હોવાનું લોકો કહ્યી રહ્યાં છે. 
Advertisement
Tags :
Advertisement

.