વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 42 વર્ષથી કરે છે નવરાત્રિ ઉપવાસ, કેવી રીતે રહે છે આટલા એનર્જેટિક
ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી માતા દુર્ગાના પરમભક્ત છે. છેલ્લાં 42 વર્ષથી તેઓ નવરાત્રિ ઉપવાસ કરે છે. ચૈત્ર અને શારદીય નવરાત્રિ બંને દરમિયાન વડાપ્રધાન નવે નવ દિવસ ઉપવાસ કરે છે. આ દરમિયાન તેઓ દિવસ દરમિયાન માત્ર લીંબુ પાણી જ પીવે છે. અને રાત્રે એકવાર ફળાહાર લે છે. આ પછી પણ તેમના કામ કરવાની ઊર્જામાં કોઈ કમી જોવા મળતી નથી. હાલમાં શારદીય નવરાત્રિ ચાલુ છે પોતાના અતિ વયસ્ત શેડ્યૂલમાàª
ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી માતા દુર્ગાના પરમભક્ત છે. છેલ્લાં 42 વર્ષથી તેઓ નવરાત્રિ ઉપવાસ કરે છે. ચૈત્ર અને શારદીય નવરાત્રિ બંને દરમિયાન વડાપ્રધાન નવે નવ દિવસ ઉપવાસ કરે છે. આ દરમિયાન તેઓ દિવસ દરમિયાન માત્ર લીંબુ પાણી જ પીવે છે. અને રાત્રે એકવાર ફળાહાર લે છે. આ પછી પણ તેમના કામ કરવાની ઊર્જામાં કોઈ કમી જોવા મળતી નથી. હાલમાં શારદીય નવરાત્રિ ચાલુ છે પોતાના અતિ વયસ્ત શેડ્યૂલમાં પણ વડાપ્રધાન માતાજીની આરાધના કરે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ દરમિયાન પીએમ મોદીએ શક્તિ ઉપાસનાના આ પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
વિદેશ પ્રવાસનો કાર્યક્રમ હોય તો ત્યાં પણ તે ઉપવાસ તોડતા નથી
છેલ્લા 42 વર્ષથી નવરાત્રિમાં ઉપવાસ રાખતા વડાપ્રધાન મોદી ઉપવાસ દરમિયાન પણ સંપૂર્ણ રીતે સક્રિય રહે છે. જો આ સમય દરમિયાન તેમનો વિદેશ પ્રવાસનનો કાર્યક્રમ હોય તો ત્યાં પણ તે ઉપવાસ તોડતા નથી. નવરાત્રિમાં 9 દિવસના ઉપવાસ હોવા છતાં પીએમ મોદીની ઊર્જામાં કોઈ કમી નથી જોવા મળતી અને તેમની રાજકીય ગતિવિધિઓ સામાન્ય રીતે જ ચાલુ હોય છે. આવો જાણીએ ઉપવાસ દરમિયાન પીએમ મોદીની રૂટિન શું હોય છે.
પીએમ મોદી દિવસ દરમિયાન માત્ર લીંબુ પાણી પીવે છે
નવરાત્રિના ઉપવાસ દરમિયાન પીએમ મોદી દિવસ દરમિયાન માત્ર લીંબુ પાણી પીવે છે. તે સાંજે એકવાર ફળાહાર કરે છે. નવરાત્રિના ઉપવાસ દરમિયાન પણ વડાપ્રધાન મોદી રોજની જેમ રૂટિન કામ કરતા રહે છે. તેમની દિનચર્યામાં કોઈ ખાસ ફેરફાર નથી. જેમ કે સવારે 4 વાગે ઉઠવું, ધ્યાન કરવું, વોક કરવું આ રોંજીદી દિનચર્યા ઉપવાસ દરમિયાન ચાલુ રહે છે. ચૈત્ર અને શારદીય બંને નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરી પીએમ મોદી શક્તિની ઉપાસના કરે છે.
વડાપ્રધાન ક્યારથી નવરાત્રિ ઉપવાસ કરે છે?
નવરાત્રિ ઉપવાસ અને નરેન્દ્ર મોદીના ઉપવાસને ચાર દાયકા કરતાં પણ વધુ જૂનો સંબંધ છે. નરેન્દ્ર મોદીના નવરાત્રિ પ્રત્યેના આકર્ષણની કહાની પણ રસપ્રદ છે. વાત છે 1969-70ની, જ્યારે નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના તેમના શહેર વડનગરથી અમદાવાદ આવ્યા હતા. એ જ સમયગાળામાં, મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલીન પ્રાંતીય પ્રચારક લક્ષ્મણરાવ ઇનામદાર ઉર્ફે વકીલ સાહેબના સંપર્કમાં આવ્યા, વકીલ સાહેબને ઉપવાસ કરવાની ખૂબ ટેવ હતી. વકીલ સાહેબની આ આદતથી પી.એમ મોદી પણ ઘણા પ્રભાવિત થયા, ત્યારબાદ પી.એમ મોદીએ પણ નવરાત્રીના નવ દિવસ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. ત્યારથી વર્ષની બે નવરાત્રિના દરમિયાન વડાપ્રધાન મોદી માત્ર હુંફાળું પાણી પી ઉપવાસ કરે છે, આ 9 દિવસો દરમિયાન તેઓ કંઇ જ ભોજન લેતાં નથી.
છેલ્લાં 4 દાયકા દરમિયાન મોદી વર્ષમાં બે વખત નવરાત્રિ ઉપવાસ કરવાનું ભૂલ્યા નથી
ચાલીસ વર્ષની આ તહેવાર દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમના જીવનના ઘણા તબક્કાઓ પણ જોયા. જ્યાં ઉપવાસની શરૂઆત સમયે મોદી સંઘના સામાન્ય પ્રચારક તરીકે રહેતા હતા. અને આજે તેઓ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાન છે. પરંતુ છેલ્લાં 4 દાયકા દરમિયાન મોદી વર્ષમાં બે વખત નવરાત્રિ ઉપવાસ કરવાનું ભૂલ્યા નથી હતા. આ દરમિયાન મોદી ગુજરાત ભાજપના મહાસચિવ, રાષ્ટ્રીય સંગઠનના મહાસચિવ અને ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. જો કે, અહીં એ જાણવું પણ જરૂરી છે કે વડાપ્રધાન મોદીએ આ દરમિયાન ક્યારેય પોતાના કામમાંથી બ્રેક લીધો નથી, પરંતુ વડાપ્રધાન નવરાત્રિ દરમિયાન બેવડા ઉત્સાહ સાથે પોતાનું કામ કરતાં જોવા મળે છે.
તેઓ આ વ્રત આત્માની શુદ્ધિ માટે રાખે છે
જો કે પીએમ મોદી નવરાત્રિ ઉપવાસ પર વધારે બોલતા નથી, પરંતુ વર્ષ 2012માં તેમણે પહેલીવાર આ અંગે માહિતી આપી હતી, તે સમયે તેઓ ગુજરાતના સીએમ હતા. તેમણે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 35 વર્ષથી આ વ્રત કરે છે. તેમના કહેવા પ્રમાણે, તેઓ આ વ્રત આત્માની શુદ્ધિ માટે રાખે છે. તેમના મતે, આ ઉપવાસ તેમને જીવનમાં પ્રેરકબળ અને શક્તિ આપે છે. ઉપવાસ આત્મશુદ્ધિ માટે વ્યાયામ છે, જે દરેક રાતે મા અંબા સાથે વાત કરવાની શક્તિ અને ક્ષમતા પ્રદાન કરે છે.
વડાપ્રધાન પણ દરેક મોટા કામની શરૂઆત નવરાત્રિ પર જ કરવાનું પસંદ કરે છે
જો કે ભારતની સાથે વિશ્વના ઘણા દેશોમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નવરાત્રિની આતુરતાથી રાહ જુએ છે. પીએમ મોદીનો નવરાત્રિ સાથે ઊંડો સંબંધ છે. મોદી નવરાત્રિના નવ દિવસ ઉપવાસ રાખે છે એટલું જ નહીં, વડાપ્રધાન દરેક મોટા કામની શરૂઆત નવરાત્રિ પર જ કરવાનું પસંદ કરે છે. વડાપ્રધાન તરીકે મોદી દર વર્ષે નવરાત્રિ દરમિયાન કંઈક ખાસ કરતા જોવા મળે છે. જ્યાં તેઓ તેમના વડા પ્રધાનપદના પ્રથમ વર્ષ 2014માં નવરાત્રિ દરમિયાન તેઓ યુએસ પ્રવાસ પર હતા. મોદીએ વડાપ્રધાન તરીકે ત્યાં ઘણી જાહેર સભાઓમાં હાજરી આપી હતી અને ઘણી સભાઓને સંબોધિત પણ કરી હતી. પરંતુ આ દરમિયાન તેમણે માત્ર લીંબુ પાણી જ લીધું હતું. જેની નોંધ ત્યાના મીડિયાએ પણ લીધી હતી.
અમેરિકન-બ્રિટિશ અખબારોએ આવું આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું
ભારતના નવા પીએમ માત્ર ગરમ પાણી પીતા હતાઃ વોશિંગ્ટન પોસ્ટ
અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટે લખ્યું હતું કે, ભારતના વડાપ્રધાને પ્રેસિડેન્ટ ઓબામા સાથે ડિનરમાં માત્ર ગરમ પાણી પીધું. મોદી છેલ્લા ઘણાં વર્ષોથી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે.
વ્હાઇટ હાઉસના ડિનર સમયે પણ નવરાત્રિ ઉપવાસ ભંગ કર્યો નહતો
તે સમયે ભારતીય PMએ વ્હાઇટ હાઉસના ડિનર સમયે પણ નવરાત્રિ ઉપવાસ ભંગ કર્યો નહતો ત્યારે વોલ સ્ટ્રીટ જનરલે લખ્યું કે, "ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન રાષ્ટ્રપતિ ઓબામા સાથે રાત્રિભોજન કર્યું આ દરમિયાન કોઈ મૂંઝવણ ન હતી કારણ કે તેમણે કંઈ ખાધું ન હતું. આવી સ્થિતિમાં આ ઉપવાસ ખૂબ જ અણધાર્યો પડકાર હતો.
શ્રદ્ધાળુ હિન્દુ નરેન્દ્ર મોદી ઉપવાસ પર રહેશેઃ ધ ગાર્ડિયન
બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવરાત્રિ ઉપવાસની નોંધ લેતાં લખ્યું હતું કે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ બિડેન સાથે લંચ અને પ્રેસિડેન્ટ ઓબામા સાથે ડિનર ખૂબ જ કરકસરભર્યું હશે, કારણ કે ધર્મપ્રેમી વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિના ઉપવાસ પર હશે.
વર્ષ 2015માં નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પહેલા દિવસે આસામના પ્રખ્યાત કામાખ્યા દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી
વર્ષ 2015માં નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પહેલા દિવસે આસામના પ્રખ્યાત કામાખ્યા દેવી મંદિરમાં પૂજા અર્ચના કરીને ઉપવાસની શરૂઆત કરી હતી. પૂજા કર્યા બાદ પીએમ મોદીએ આસામમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરી હતી અને તેના પરિણામો પણ ભાજપ માટે શાનદાર રહ્યા હતા. રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની જીત થઈ અને પ્રથમ વખત પૂર્વોત્તરના કોઈપણ રાજ્યમાં બીજેપીની સરકાર બની હતી.
2016ની નવરાત્રિની વાત કરીએ તો આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી, વડાપ્રધાન મોદીએ દશેરાનો તહેવાર પણ લખનૌમાં જ ઉજવ્યો હતો અને તેના પરિણામો પણ ઐતિહાસિક રહ્યાં હતા. ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોને રાજ્યમાં 325 બેઠકો મળી અને 15 વર્ષ પછી ભાજપ રાજ્યમાં ફરી સત્તા પર આવી હતી.
નવરાત્રિમાં 9 દિવસના ઉપવાસ છતાં પીએમ મોદીની ઊર્જામાં કોઈ કમી જોવા મળતી નથી અને તેમની રાજકીય ગતિવિધિઓ સામાન્ય હોય છે. આવો જાણીએ ઉપવાસ દરમિયાન પીએમ મોદીની રૂટિન શું છે. નવરાત્રિના ઉપવાસ દરમિયાન પણ વડાપ્રધાન મોદી રોજની જેમ જ કામ કરતા રહે છે. તેમની દિનચર્યામાં કોઈ ખાસ ફેરફાર હોતો નથી. જેમ કે સવારે 4 વાગે ઉઠવું, ધ્યાન કરવું, વોકીંગ આ બધું પહેલાની જેમ ઉપવાસ દરમિયાન ચાલુ રહે છે.
આવી વડાપ્રધાનની ઉપવાસ પદ્ધતિ છે
- નવ દિવસના ઉપવાસ દરમિયાન તેઓ દિવસમાં માત્ર એક જ વાર ફળાહાર ખાય છે.
- દિવસ દરમિયાન વડાપ્રધાન લીંબુ પાણી પીવે છે.
- ગુજરાતમાં સીએમ હતાં ત્યારે નવરાત્રિ દરમિયાન સાબુદાણામાંથી બનેલી વાનગી પણ તે પણ ખાતા નથી.
- વડા પ્રધાન દરરોજ સવારે યોગ કરે છે અને ધ્યાન પણ કરે છે.
- ઉપવાસ દરમિયાન વ્યસ્ત દિનચર્યા હોવા છતાં, વડા પ્રધાન દરરોજ સવારે પૂજા કરે છે.
- મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ નવરાત્રિ દરમિયાન સામાન્ય કરતા એક કલાક વહેલા રાત્રે 10 વાગ્યે કામ પૂર્ણ કરી લેતા હતા, પરંતુ હવે વડાપ્રધાન તરીકે તેઓ આવી કોઈ છૂટ લેતા નથી.
- તેમણે 2012માં પોતાના બ્લોગમાં પહેલીવાર નવરાત્રિ વ્રત વિશે જણાવ્યું હતું.
- ગુજરાતના સીએમ તરીકે તેઓ પોતે વિજયાદશમી પર ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ સાથે શસ્ત્ર પૂજા કરતા હતા.
કામાખ્યા દેવી મંદિરમાં પીએમ મોદી.
આસામ ચૂંટણી પ્રચાર
2015 માં, નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પ્રથમ દિવસે આસામના કામાખ્યા દેવી મંદિરમાં પ્રાર્થના કરીને ઉપવાસની શરૂઆત કરી હતી. આ પછી જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. પૂર્વોત્તરના રાજ્યમાં પહેલીવાર ભાજપની સરકાર બની છે.
જીએસટી બિલ પસાર
29 માર્ચ 2017ના રોજ લોકસભામાં GST બિલ પસાર થયું ત્યારે વડાપ્રધાન ચૈત્ર નવરાત્રિ ઉપવાસ પર હતા. GST બિલને આઝાદી પછીનો સૌથી મોટો ટેક્સ રિફોર્મ કહેવાય છે. આ પ્રસંગે સ્વતંત્રતા દિવસની તર્જ પર સંસદને સુશોભિત કરીને વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર શરૂ થયો હતો
2016માં વડા પ્રધાને નવરાત્રિના ઉપવાસ પછી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં દશેરાની ઉજવણી કરી હતી. અહીંથી તેમણે યુપીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. મે 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી હતી. રાજ્યમાં 15 વર્ષ સત્તામાંથી બહીર રહ્યા બાદ ભાજપની વાપસી થઈ હતી.
2019ની સામાન્ય ચૂંટણીનો પ્રથમ તબક્કો
ગયા વર્ષે ચૈત્ર નવરાત્રિ 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત 11 એપ્રિલે થઈ હતી. આ દરમિયાન વડાપ્રધાને હવાઈ માર્ગે હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને ચૂંટણી પ્રચાર ચાલુ રાખ્યો હતો. આકરી ગરમીમાં પણ મોદી માત્ર પાણી અને લીંબુ શરબત જ પીતા હતા.
22 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો અને 23 રેલીઓને પણ સંબોધી
જો કે નવરાત્રિ દરમિયાન જો ચૂંટણી યોજાય તો પણ તેઓ ઉપવાસ કાયમ રાખે છે, વડાપ્રધાન મોદી તેમના વડાપ્રધાન તરીકેના પ્રથમ વર્ષે નવરાત્રિ દરમિયાન અમેરિકાના પ્રવાસે ગયા હતાં. ગત વર્ષે 2021માં લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીએ ચૈત્રી નવરાત્રિના 9 દિવસમાં 13 રાજ્યોમાં તેમના તમામ કાર્યક્રમો નિર્ધારિત શિડ્યૂલ પ્રમાણે કર્યા હતાં, જેમાં 22 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો અને 23 રેલીઓને પણ સંબોધિત કરી. ત્યારે ચૈત્ર નવરાત્રી દરમિયાન ચૂંટણી પ્રચાર ચાલુ હતો.
Advertisement