ઇમરાન ખાન આવતી કાલે જ રાજીનામુ આપશે? વડાપ્રધાન કાર્યાલયની યુટ્યુબ ચેનલનું નામ બદલાયું
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ભલે થોડા દિવસો માટે મોકૂફ રહ્યો હોય, પરંતુ તેમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યારે હવે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયની યુટ્યુબ ચેનલનું નામ બદલાઇ જવાના કારણે નવી ચર્ચાએ જોર પકડ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે જ વડાપ્રધાન ઇમરાન ખાન પોતાનું રાજીનામુ આપી દે તેવી શક્યતા છે. આવતી કાલે પાકિસ્તાનની àª
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ભલે થોડા દિવસો માટે મોકૂફ રહ્યો હોય, પરંતુ તેમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યારે હવે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયની યુટ્યુબ ચેનલનું નામ બદલાઇ જવાના કારણે નવી ચર્ચાએ જોર પકડ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે જ વડાપ્રધાન ઇમરાન ખાન પોતાનું રાજીનામુ આપી દે તેવી શક્યતા છે.
આવતી કાલે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની અંદર ઇમરાન ખાનની એક વિશાળ રેલી યોજાવાની છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ રેલીની અંદર જ ઇમરાન ખાન લાગણીસભર થઇને પોતાના રાજીનામાની જાહેરાત કરી શકે છે. વિપક્ષ દ્વારા તેમની સરકારને હટાવવા માટે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસની દરખાસ્તની તૈયારી કરી રહી છે, જેના જવાબમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીએ શક્તિ પ્રદર્શન માટે આ રેલીનું આયોજન કર્યુ છે.
વડાપ્રધાન કાર્યાલયની યુટ્યુબ ચેનલના નામમાં ફેરફાર
શનિવારે પાકિસ્તાની વડાપ્રધાન કાર્યાલયની યુટ્યુબ ચેનલના નામમાં થયેલા ફેરફારે સૌનું ધ્યાન ખેંચ્યું છે. પહેલા આ ચેનલનું નામ વડાપ્રધાન કાર્યાલય હતું અને તેમાં વેરીફાઈડ ટિક પણ હતી. હવે તેનું નામ બદલીને 'ઈમરાન ખાન' કરી દેવામાં આવ્યું છે. ઈમરાન ખાને પાકિસ્તાનના વિપક્ષના વિરોધને ડાકુ ગણાવીને વિપક્ષ પર પ્રહારો કર્યા છે. ઇમરાન ખાને લોકોને 27 માર્ચે ઈસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં આવવાની અપીલ કરી છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ એક ટ્વીટમાં ઈમરાન ખાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈચ્છે છે કે તેમના લોકો રવિવારે પરેડ ગ્રાઉન્ડમાં આવે. રવિવારે અમે લોકોનો જનસૈલાબ બતાવીશું. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી ઇમરાન ખાન માટે રાજકીય પડકારો વધ્યા છે. ઈમરાન ખાન અને તેમની સરકાર પર વિપક્ષો દ્વારા સતત ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ સિવાય વિપક્ષ સરાકરને બેરોજગારી અને આર્થિક સંકટના મુદ્દે પણ ઘેરી રહી છે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર 3 થી 4 એપ્રિલના રોજ મતદાન
જો કે ઇમરાન ખાન રાજીનામું આપશે કે નહીં તે સ્પષ્ટ નથી. જો કે આ પ્રકારની ચર્ચા અને અટકળોએ અત્યારે જોરશોરથી ચાલી રહી છે. ઈમરાન ખાન વારંવાર કહી ચૂક્યા છે કે તેઓ કોઈપણ દબાણમાં આવીને રાજીનામું નહીં આપે. ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર 3 થી 4 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ઈમરાન ખાનને રેલીઓ કરવા બદલ પાકિસ્તાનના ચૂંટણી પંચ તરફથી સતત નોટિસો મળી રહી છે.
Advertisement