Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કર્યા વખાણ, જાણો કેમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ભાજપના કાર્યકરોની રેલીને સંબોધીત કરતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભારે વખાણ કર્યા હતા. તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચન્દ્રશેખર રાવને અંધવિશ્વાસુ ગણાવતા કહ્યું કે નોઇડાના સીએમ યોગી આદિત્યનાથ સંત છે પણ જ્યારે તેમની આગળ એક શહેરમાં ના જવાની વાત આવી , જે ત્યાં જવાથી ખુરશી જવાનો ખતરો છે તો તેમણે કહ્યું કે તે વિજ્ઞાનમાં વà
02:32 PM May 26, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ભાજપના કાર્યકરોની રેલીને સંબોધીત કરતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભારે વખાણ કર્યા હતા. તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચન્દ્રશેખર રાવને અંધવિશ્વાસુ ગણાવતા કહ્યું કે નોઇડાના સીએમ યોગી આદિત્યનાથ સંત છે પણ જ્યારે તેમની આગળ એક શહેરમાં ના જવાની વાત આવી , જે ત્યાં જવાથી ખુરશી જવાનો ખતરો છે તો તેમણે કહ્યું કે તે વિજ્ઞાનમાં વિશ્વાસ કરે છે. તેઓ તે શહેરમાં ગયા અને ફરીથી મુખ્યમંત્રી પણ બની ગયા 
પીએમ મોદી ઉત્તર પ્રદેશના નોઇડા વિશે વાત કરી રહ્યા હતા. જેના માટે કહેવાય છે કે જે સીએમ અહી આવે છે તેમની ખુરશી જતી રહે છે. ઘણા વર્ષો સુધી નોઇડાના લોકો મુખ્યમંત્રીઓના આવવાની રાહ જોતા હતા. પણ આ મિથકને પણ યોગી આદિત્યનાથે તોડયુ હતું અને પોતાના પહેલા કાર્યકાળમાં જ તે ઘણી વાર નોઇડા ગયા હતા. 
હૈદરાબાદની રેલીમાં પીએમ મોદીએ સીએમ યોગીનો ઉલ્લેખ કરી તેલંગાનાના સીએમ પર ઇશારો કરીને નિશાન સાધ્યુ હતું અને કહ્યું કે 21મી સદીમાં પણ જે લોકો અંધ શ્રદ્ધાના ગુલામ બની ગયા છે તે કોઇનું પણ નુકશાન કરી શકે છે. આ અંધવિશ્વાસુ લોકો તેલંગાના સાથે કયારેય ન્યાય નહી કરી શકે. 
પીએમ મોદીએ કહ્યું કે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે ત્યાં પણ કેટલાક શહેરો સાથે આવો અંધવિશ્વાસ જોડાયેલો હતો કે જે ત્યાં જશે તેની ખુરશી જતી રહેશે પણ હું ડંકાની ચોટ પર ત્યાં જતો હતો. હું વિજ્ઞાન અને ટેકનોલોજી પર વિશ્વાસ કરું છું. 
તેમણે વધુમાં કહ્યું કે હું તો આજે તેલંગાણાની ધરતી પરથી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ વધાઇ આપું છું. તે સંત અને સન્યાસી પરંપરાથી જોડાયેલા છે. જ્યારે તેમની સમક્ષ વાત આવી કે તેમણે નોઇડા ના જવું જોઇએ તો યોગીએ કહ્યું કે હું વિજ્ઞાનમાં વિશ્વાસ કરું છું અને તે ગયા અને ફરીથી મુખ્યમંત્રી બન્યા. પીએમ મોદીએ કહ્યું કે અંધવિશ્વાસને મહત્વ આપનારા લોકો તેમના ભવિષ્યને ઉજળુ બનાવી નહી શકે. આવા અંધવિશ્વાસુ લોકોથી તેલંગાણાને બચાવાનું છે. 
વડાપ્રધાને કહ્યું કે દશકો સુધી ચાલેલા તેલંગાણાના આંદોલનમાં હજારો લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું અને આ બલિદાન તેલંગાણાના ભવિષ્ય માટે હતું. બલિદાન તેલંગાણાની આન, બાન અને શાન માટે હતું. આંદોલન એટલા માટે ન હતું કે કોઇ પરિવાર તેલંગાણાના વિકાસના સપનાને ચકનાચૂર કરે. પરિવારવાદના કારણે દેશના યુવાનોને રાજકારણમાં આવવાની તક મળતી નથી. પરિવારવાદ તેમના સપનાઓને કચડે છે અને તમામ દરવાજા બંધ કરે છે. જેથી 21મી સદીના ભારત માટે પરિવારવાદથી મુક્તિ, પરિવારવાદી પક્ષોથી મુક્તિ જ એક સંકલ્પ છે. 
Tags :
ChandrahskeharraoGujaratFirstHyderabadNoidaPrimeMinisterTelanganaUPChiefMinisterYogiAdityanath
Next Article