વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના મંત્રીમંડળ સાથે કરશે બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીઓ સાથે ડિનર મીટિંગ કરશે. લખનૌમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાન પર આ ડિનર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. યોગી આદિત્યનાથ બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત તેમના નિવાસ સ્થાન પર જશે. દિલ્હી ગયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાનને આ ભોજન સમારંભ માટે આમàª
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીઓ સાથે ડિનર મીટિંગ કરશે. લખનૌમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાન પર આ ડિનર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. યોગી આદિત્યનાથ બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત તેમના નિવાસ સ્થાન પર જશે. દિલ્હી ગયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાનને આ ભોજન સમારંભ માટે આમંત્રણ આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે મુખ્યમંત્રી આવાસ પર યોગી સરકારના નવનિયુક્ત મંત્રીઓ સાથે વાતચીત કરશે. વડાપ્રધાન મોદી તમામ મંત્રીઓને સુશાસન, સંકલન અને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાના પાઠ ભણાવશે. બુદ્ધ પૂર્ણિમાના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન બુદ્ધના જન્મસ્થળ નેપાળના લુમ્બિનીના પ્રવાસ પર છે. નેપાળથી પરત ફર્યા બાદ વડાપ્રધાન યુપીના કુશીનગર એરપોર્ટ પર આવશે. પરત ફરતી વખતે તેઓ સાંજે લખનૌમાં રોકાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાખવામાં આવેલા ડિનર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના 52 મંત્રીઓને વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજ્યના બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ હાજર રહેશે. આ ઉપરાંત આ ડિનરમાં તમામ કેબિનેટ, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના નિવાસ્થાન 5 કાલિદાસ માર્ગ ખાતે આયોજિત આ ડિનરની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આઈબી અને યુપી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ એરપોર્ટથી લઈને મુખ્યમંત્રીના નિવાસ સ્થાન સુધીની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ સારી રહ્યા છે.
ડિનર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ સાડા ત્રણ કલાક સુધી યોગી કેબિનેટ સાથે બેઠક કરશે. આ બેઠકમાં ઉત્તર પ્રદેશના તમામ 52 મંત્રીઓ પોતાની વાત રજુ કરશે. દરેકને પોતાની વાત કહેવા માટે સમય ફાળવવામાં આવ્યો છે. દરેકને ત્રણ મિનિટ જેટલો સમય ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીનું ટૂંકું ભાષણ પણ હશે. વડાપ્રધાન મંત્રીઓ સાથે સરકાર ચલાવવા બાબતે ચર્ચા કરશે.
Advertisement