Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકાધીશના કર્યા દર્શન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ રામ નવમીના પાવન પર્વે દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના સહ પરિવાર દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. જગત મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિને શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી જિલ્લા કલેક્ટર  એમ.એ.પંડ્યા,  ધનરાજભાઈ નથવાણી, જિલ્લા પોલીસ વડા  નિતેશ પાંડે વગેરેએ આવકાર્યા હતા.રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન-અર્ચન કર્યું હતું. રાષ્àª
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકાધીશના કર્યા દર્શન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ રામ નવમીના પાવન પર્વે દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના સહ પરિવાર દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. જગત મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિને શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી જિલ્લા કલેક્ટર  એમ.એ.પંડ્યા,  ધનરાજભાઈ નથવાણી, જિલ્લા પોલીસ વડા  નિતેશ પાંડે વગેરેએ આવકાર્યા હતા.
રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન-અર્ચન કર્યું હતું. રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું.  રામનવમીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો મળ્યો એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. મંદિર પરિસરમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિજીઓનલ ડાયરેક્ટર નંદિની ભટાચાર્યએ રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલ સહિતના મહાનુભાવોને જગત મંદિરના સ્થાપત્ય તથા તેના ઇતિહાસ વિશે ઝીણવટ ભરી માહિતી પૂરી પાડી હતી.
24 માર્ચે આવવાના હતા રાષ્ટ્રપતિ 
ગત  24 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસમાં આવેલ રાષ્ટ્રપતિ દ્વારકા મંદિરના દર્શને આવવાના હતા. સુરક્ષા વ્યસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી પરંતુ અચાનક તેમનો કાર્યક્રમ રદ થયો હતો અને આજે રાષ્ટ્રપતિ એ સહપરિવાર દ્વારકા મંદિર પહોંચ્યા અને દ્વારિકાધીશના દર્શન કર્યા હતા. 
Advertisement
Tags :
Advertisement

.