Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિએ ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને (Ghulam Ali) રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કર્યા છે. કેન્દ્ર સરકારે શનિવારે જમ્મુ-કાશ્મીરના ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. આ કદાચ પ્રથમ વખત બન્યું છે કે, ગુર્જર મુસ્લિમ સમુદાયના વ્યક્તિને નામાંકિત સભ્ય તરીકે ઉપલા ગૃહમાં મોકલવામાં આવ્યો હોય.કેન્દ્રીય ગૃહ
રાષ્ટ્રપતિએ ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને (Ghulam Ali) રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કર્યા છે. કેન્દ્ર સરકારે શનિવારે જમ્મુ-કાશ્મીરના ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. આ કદાચ પ્રથમ વખત બન્યું છે કે, ગુર્જર મુસ્લિમ સમુદાયના વ્યક્તિને નામાંકિત સભ્ય તરીકે ઉપલા ગૃહમાં મોકલવામાં આવ્યો હોય.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે,  "ભારતના બંધારણના અનુચ્છેદ 80ની કલમ 80ની કલમ (એક)ની પેટા-કલમ (એ) દ્વારા આપવામાં આવેલી સત્તાઓના ઉપયોગમાં, જે આ અનુચ્છેદના ખંડ (3)માં સમેલ છે." રાષ્ટ્રપતિ એક નોમિનેટ સભ્યની નિવૃત્તિને કારણે ખાલી થયેલી જગ્યા ભરાશે. આ પગલું મહત્ત્વપૂર્ણ છે કારણ કે, અનુચ્છેદ 370 નાબૂદ થયા પહેલા કાયદાકીય સંસ્થાઓમાં (Legislative Bodies) સમુદાયનું ઓછું પ્રતિનિધિત્વ હતું.
આ અંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) ટ્વિટ કરીને પણ જણાવ્યું હતું. તેમણે રાષ્ટ્રપતિભવનને ટેગ કરી ટ્વીટ કર્યું કે,  ભારત સરકારની ભલામણ પર J&K ના ગુર્જર મુસ્લિમ શ્રી ગુલામ અલીને રાજ્યસભામાં નિયુક્ત કર્યા છે. કલમ 370 નાબૂદ થયા અગાઉ, આ સમુદાયને માન્યતા આપવામાં આવી ન હતી અને તેમને તમામ સામાજિક લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા.
આ વચ્ચે જમ્મુ કાશ્મીરને (Jammu Kashmir) લઈને ચૂંટણી પંચ વિશે પણ મહત્વની માહિતી બહાર આવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હિરદેશ કુમારને પાંચ વર્ષના કાર્યકાળ માટે ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Advertisement

Tags :
Advertisement

.