પાટણમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીઓ શરુ ,જુઓ તસવીરો
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.ગુજરાતના ૬૨માં સ્થાપના દિવસની ઉજવણી સૌ પ્રથમવાર જીલ્લાકક્ષાએ યોજાઇ રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી છે તેમજ સ્થાપના દિવસ દરમ્યાન યોજાનાર વિવિધ પોલીસ પરેડ,સાંસ્કૃતિક કાર્યક્રમોના રિહર્સલને પણ આખરી ઓપ અપાઇ રહ્યો છે. ૧ મે ના રોજ પાટણ ખાતà«
11:45 AM Apr 30, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.ગુજરાતના ૬૨માં સ્થાપના દિવસની ઉજવણી સૌ પ્રથમવાર જીલ્લાકક્ષાએ યોજાઇ રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી છે તેમજ સ્થાપના દિવસ દરમ્યાન યોજાનાર વિવિધ પોલીસ પરેડ,સાંસ્કૃતિક કાર્યક્રમોના રિહર્સલને પણ આખરી ઓપ અપાઇ રહ્યો છે.
૧ મે ના રોજ પાટણ ખાતે યોજાનાર સ્થાપના દિવસને લઇને શહેરના મુખ્યમાર્ગ , સરકારી કચેરીઓ સહિતનો રોશનીથી ઝહળતુ મુકવામા આવ્યું છે.તો પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન થનાર છે ત્યારે મુખ્યમાર્ગની દિવાલ પર પાટણના પ્રાચીન ઇતિહાસને ચિત્રકારો દ્વારા પણ પોતાની કલાથી જીવંત બનાવવા ભર બપોરે પાટણના ઐતિહાસિક વારસાને ચિત્રરુપી કથાને રંગરુપ આપી રહ્યા છે.
તો બીજીબાજુ પોલીસના જવાનો પણ સતત રાતદિવસ અલગ અલગ કરતબ થકી લોકોને આનંદ પીરસી શકે તે માટે વહેલી સવારથી મોડી સાંજ સુઘી પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાતી ટ્રેનિંગ સાથે સ્થાપના દિવસની ઉજવણીના સ્થળ પર સતત પરેડ રીહ્રસલ કરતા નજરે પડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમવાર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ગાંઘીનગર છોડીને કોઇ જીલ્લાકક્ષાએ યોજાનાર છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી ,મુખ્યસચિવ, રાજ્યના DGP સહિત તમામ સચિવકક્ષાના અઘિકારીઓ પોલીસના ઉચ્ચકક્ષાના અઘિકારીઓ અને રાજ્યના કેટલાક મંત્રીઓ પણ પાટણ ખાતે સ્થાપના દિવસની ઉજવણીમાં હાજર રહેવાના છે.
જેને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખાસ કરવામાં આવ્યો છે.તો મુખ્યમંત્રીના હસ્તે અંદાજીત રુપિયા ૩૩૦ કરોડના નવીન કામોનું ઇ-ખાતમુહૂર્ત કરાશે તો ડાયનોસોર પાર્ક તરીકે ઓળખાતા રિજિયોનલ સાયન્સ સેન્ટર સહિત ૧૧૦ કરોડના કામોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે.તો વડાપ્રધાનનુ મહત્વનું સફાઇ અભિયાન પણ હાથ ધરાશે.
Next Article