Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રશાંત કિશોર સોનિયા ગાંધીની શરત નહીં માને ? PKની કંપની કેસીઆરને કરશે સપોર્ટ

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને તેમની કંપની ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) હવે અલગ થઈ શકે છે. જ્યાં કોંગ્રેસ સાથે પીકેની નિકટતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે, બીજી તરફ તેમની કંપની I-PAC એ તેલંગાણામાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સાથે જોડાણ કર્યું છે.પ્રશાંત કિશોરની કંપની IPAC એ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પાર્ટી સાથે ક
પ્રશાંત કિશોર સોનિયા ગાંધીની શરત નહીં માને   pkની કંપની કેસીઆરને કરશે સપોર્ટ

ચૂંટણી
વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને તેમની કંપની ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (
I-PAC) હવે અલગ થઈ શકે છે. જ્યાં કોંગ્રેસ
સાથે પીકેની નિકટતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે
, બીજી તરફ તેમની કંપની I-PAC એ તેલંગાણામાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા
રાષ્ટ્ર સમિતિ (
TRS)
સાથે જોડાણ કર્યું છે.પ્રશાંત કિશોરની
કંપની
IPAC
એ તેલંગાણાના મુખ્યમંત્રી કે
ચંદ્રશેખર રાવની પાર્ટી સાથે કોંગ્રેસમાં જોડાવાની વાતો વચ્ચે કરાર કર્યો છે.
પીકેની કંપની આગામી વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કેસીઆરને સમર્થન
આપશે. 

Advertisement


જણાવી દઈએ કે શનિવારથી પ્રશાંત કિશોરે હૈદરાબાદમાં KCRના સત્તાવાર નિવાસસ્થાન પર પડાવ નાખ્યો છે. સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરની સામે એક શરત
મૂકી હતી કે તેઓ અન્ય કોઈ રાજકીય પક્ષ માટે કામ નહીં કરે અને સંપૂર્ણપણે
કોંગ્રેસને સમર્પિત રહેશે. આવી સ્થિતિમાં કોંગ્રેસમાં જોડાવાનો મામલો ફરી એક વખત
ગડબડ થઈ શકે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. 
કોંગ્રેસમાં
જોડાવાની ચર્ચાઓ વચ્ચે કેસીઆર સાથેનો આ કરાર ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
બીજી તરફ કોંગ્રેસ સાથેની ત્રણ બેઠકમાં પ્રશાંત કિશોરે પોતાની યોજના જણાવી અને
પાર્ટીને નિર્ણય લેવા માટે
2 મે સુધીનો સમય
આપ્યો છે. સોમવા પર કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં
આવી શકે છે.
સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરના પ્રસ્તાવની
સમીક્ષા કરવા માટે એક અલગ ટીમ બનાવી છે. ટીમ ઇચ્છે છે કે પ્રશાંત કિશોર અન્ય કોઇ
પાર્ટી સાથે જોડાયેલા ન હોય અને પોતાનો બધો સમય કોંગ્રેસ પાર્ટીને આપે.

Advertisement

 

પ્રશાંત કિશોર
સત્તાવાર રીતે
iPACથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે. અગાઉ
તેઓ
IPACના તમામ નિર્ણયો જાતે લેતા હતા.
સૂત્રોનું કહેવું છે કે પ્રશાંત કિશોરે કોંગ્રેસને સલાહ આપી છે કે
2024ની ચૂંટણીમાં પાર્ટીએ માત્ર 370 ઉમેદવારોને જ મેદાનમાં ઉતાર્યા હતા. આ
સિવાય તેમણે કેસીઆર અને મમતા બેનર્જીની પાર્ટીનો સહારો લેવો જોઈએ.

Advertisement

Tags :
Advertisement

.