Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રશાંત કિશોર હવે નવો પક્ષ બનાવવાના મૂડમાં, બિહારથી શ્રીગણેશ કરે તેવી શક્યતા

કોંગ્રેસ સાથે વાત બગડયા બાદ હવે પ્રશાંત કિશોર નવી પાર્ટી બનાવાના મૂડમાં છે. પ્રશાંત કિશોરના ટ્વિટ પછી લોકો આ ક્યાસ લગાવી રહ્યા છે. વાસ્તવમાં પ્રશાંતિ કિશોરે ટ્વિટ કરીને કહ્યું છે કે હવે મુદ્દા અને જન સુરાજના રસ્તાને યોગ્ય રીતે સમજવા માટે રિયલ  માસ્ટર્સ એટલે કે જનતા સુધી જવાનો સમય આવી ગયો છે. ઉલ્લેખનિય છે કે લાંબા સમયથી પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઇ રહ્યા હોવાની ચર્ચા ચાલી રàª
05:20 AM May 02, 2022 IST | Vipul Pandya
કોંગ્રેસ સાથે વાત બગડયા બાદ હવે પ્રશાંત કિશોર નવી પાર્ટી બનાવાના મૂડમાં છે. પ્રશાંત કિશોરના ટ્વિટ પછી લોકો આ ક્યાસ લગાવી રહ્યા છે. વાસ્તવમાં પ્રશાંતિ કિશોરે ટ્વિટ કરીને કહ્યું છે કે હવે મુદ્દા અને જન સુરાજના રસ્તાને યોગ્ય રીતે સમજવા માટે રિયલ  માસ્ટર્સ એટલે કે જનતા સુધી જવાનો સમય આવી ગયો છે. 
ઉલ્લેખનિય છે કે લાંબા સમયથી પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઇ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી હતી. તેમણે 2024 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના યોગ્ય પ્રદર્શન માટે એક પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. જો કે કોંગ્રેસ અને પ્રશાંતિ કિશોર વચ્ચે સહમતી બની ન હતી અને તેમણે કોંગ્રેસની ઓફ ઠુકરાવી દીધી હતી. 
જો કે પ્રશાંત કિશોરે હવે ટ્વિટ કર્યું છે કે લોકશાહીમાં એક સમર્થ ભાગીદાર બનવા અને જનસમર્થક નીતિને આકાર આપવા માટે મદદ કરવાની મારી ઉતાર ચઢાવ વાળી યાત્રા રહી છે. તેમણે લખ્યું કે હવે મુદ્દા તથા જન સુરાજના રસ્તાને યોગ્ય રીતે સમજવા માટે રિયલ માસ્ટર એટલે કે જનતા સુધી જવાનો સમય આવી ગયો છે. શરુઆત બિહારથી..

માનવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર બિહારની યાત્રા કરશે અને લોકોને મળશે તથા તેમની સમસ્યા સાંભળશે અને મુદ્દાઓને સમશે. તેથી જ હવે સવાલ પુછાઇ રહ્યો છે કે શું તેઓ નવો પક્ષ બનાવવા જઇ રહ્યા છે? પ્રશાંત કિશોર પાસે વિકલ્પ સીમિત નથી. તે નવા પક્ષનું પણ એલાન કરી શકે છે. પ્રશાંત કિશોર આજે પટનામાં જ છે. ભલે પ્રશાંત કિશોર પોતાના અભિયાનની શરુઆત બિહારથી કરે પણ વાસ્તવમાં આ યાત્રા બિહાર સુધી જ સીમિત નથી. અત્યારે પીકેની ટીમ બિહારના દરેક જીલ્લામાં યુવાનોને પીકેના માર્ગદર્શનમાં રાજકારણમાં જોડાવા માટે સમર્થન માગી રહ્યા છે અને ટીમ તૈયાર કરી રહી છે. આગામી દિવસોમાં પીકે યુવાનો સાથે સંવાદ પણ કરી શકે છે. 
સુત્રોએ કહ્યું કે આવનારા દિવસોમાં બિહારના સુશાસનના મુદ્દાને કેન્દ્રમાં રાખીને અભિયાન ચલાવાશે અને ભવિષ્યમાં પક્ષનું એલાન પણ કરવામાં આવશે. જો પ્રશાંત રાજકારણમાં આવશે તો જોવાનું એ રહે છે કે તે તેમની રણનીતિથી કમાલ કરી શકે છે જે તેમણે અન્ય પક્ષો માટે કર્યો હતો. 
Tags :
BiharGujaratFirstIndiaNewPartyPoliticsPrashantKishor
Next Article