Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોરબંદરમાં વિશ્વવિક્રમી ચિત્રકારે કેનવાસ પર કંડારી મહાત્મા ગાંધીની આ નગરીની પહેચાન

પોરબંદરમાં અનેક કલા રસીકો લાઇવ પેઇન્ટીંગ કરી પોરબંદરની નટવરસિહજી આર્ટ ગેલેરીમાં પ્રદર્શનનું આયોજન કરતા હોય છે, મુળ મહીસાગરનાં વતની બીપીનભાઇ પટેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મભૂમિ પોરબંદરના મહેમાન હતાં,અને તેઓએ ર૪ર૬મું પેઇન્ટીંગ સુભાષનગર વિસ્તારમાં બોટનું બનાવ્યું હતું. બીપીનભાઇ પટેલે કલાક્ષેત્રે અનેક એવોર્ડ રેકોર્ડ બનાવ્યાં છે. શાળા-કોલેજમાં પણ પેઇન્ટીંગને લગતા વàª
04:07 PM Jan 07, 2023 IST | Vipul Pandya
પોરબંદરમાં અનેક કલા રસીકો લાઇવ પેઇન્ટીંગ કરી પોરબંદરની નટવરસિહજી આર્ટ ગેલેરીમાં પ્રદર્શનનું આયોજન કરતા હોય છે, મુળ મહીસાગરનાં વતની બીપીનભાઇ પટેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મભૂમિ પોરબંદરના મહેમાન હતાં,અને તેઓએ ર૪ર૬મું પેઇન્ટીંગ સુભાષનગર વિસ્તારમાં બોટનું બનાવ્યું હતું. બીપીનભાઇ પટેલે કલાક્ષેત્રે અનેક એવોર્ડ રેકોર્ડ બનાવ્યાં છે. શાળા-કોલેજમાં પણ પેઇન્ટીંગને લગતા વિવિધ ડેમો તેમજ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને કલાક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન આપે છે. 

બીપીનભાઇએ જણાવ્યું હતું કે તેઓ દરરોજનું એક ચિત્ર બનાવે છે
પોરબંદરમાં રેકોર્ડ હોલ્ડર બીપીન પટેલે `ગુજરાત ફર્સ્ટ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ મૂળ મહીસાગર જિલ્લાનાં વતની છે. તેઓ ભારતની અંદર ઘણાં બધા જિલ્લાઓની અંદર પ્રવાસ કરે છે. અને પોરબંદરમાં પણ કલાક્ષેત્રનાં ઘણાં બધા મિત્રો સાથે વાતચીત થતી હોય છે. તેઓનાં આમંત્રણને ઘ્યાને રાખી પોરબંદરમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. બીપીનભાઇએ જણાવ્યું હતું કે તેઓ દરરોજનું એક ચિત્ર બનાવે છે. અને આજે જે તેઓએ પેન્ટીંગ બનાવ્યું છે તે ૨૪ર૬મું પેઇન્ટીંગ છે. તેમણે પોરબંદરની અંદર બે દિવસ રોકાણ કર્યુ હતું, અને અલગ- અલગ જગ્યાએ પેઇન્ટીંગો બનાવ્યાં હતાં. ખાસ કરીને પોરબંદર બંદર સુભાષનગર વિસ્તારમાં બોટનું પેઇન્ટીંગ કંડાર્યુ છે. બીપીનભાઇએ ફાઇનઆર્ટ, માસ્ટર ઓફ આર્ટસ બરોડા, આર્ટસ ટીચર ડિપ્લોમાં કર્યું છે.
પેઇન્ટીંગની કલા ક્ષેત્રે તેઓ ર૦૦૩ થી જોડાયેલા છે 
બિપિન પટેલે જણાવ્યું હતું કે, પેઇન્ટીંગની કલા ક્ષેત્રે તેઓ ર૦૦૩ થી જોડાયેલા છે. તેઓનાં મહત્વનાં પેઇન્ટીંગમાં રાણકીવાવનું પેઇન્ટીંગ સૌથી સુંદર અને આકર્ષક રહ્યું હતું.  બિપિનભાઇ કલા પ્રેમીઓને અપીલ કરતાં જણાવ્યુ હતુ કે,કલા એક એવી વસ્તુ છે કે ભગવાન બધા લોકોને આપતા નથી. પરંતુ જેમને મળ્યું છે તેઓએ તે કલાનું કદર કરી યોગ્ય સ્થાન આપે તો જીવનમાં અનેક સિઘ્ધી હાંસલ કરી શકે છે.
અનેક રેકોર્ડના સ્વામી બિપિનભાઈ
પોરબંદરમાં પધારેલા બીપીનભાઇ પટેલે જણાવ્યું હતું કે તેઓને યુનેસ્કોનાં ચાર એવોર્ડ મળી ચુકયા છે.  સુરતનાં કલાક્ષેત્રે એક પેઇન્ટીંગ સિલેકટ થયું છે, જે વડાપ્રધાનની કચેરીમાં મુકવામાં આવ્યુ છે. તેમણે ઇન્ડીયા વર્લ્ડ રેકોર્ડમાં બે વખત સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં જ તેમના ૨૩૦૦ પેઇન્ટીગ પુર્ણ થયાં હતાં. જે સાથે તેમણે વર્લ્ડ ગ્રેટેસ્ટેડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
canvascapturesGujaratFirstidentityMahatmaGandhipainterPorbandarworldrecord
Next Article