પોરબંદર પોલીસનો સપાટો, 65હજારનો વિદેશી દારૂ પકડાયો
પોરબંદર શહેર અને જિલ્લામાં પોલીસે આગામી 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને હાથ ધરેલી ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત ગઈકાલે રાત્રીના જિલ્લામાં ચાર સ્થળેથી કુલ રુ.65 હજારના વિદેશી દારુ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પોરબંદર, આદિત્યાણા, કુતિયાણાના ફરેર પાસે તથા બગવદરના નજીકના પારાવાડા ગામે ઉપરોક્ત કામગીરી હાથ ધરી હતી.આગામી થર્ટી ફર્સ્ટના આવી રહેલા તહેવારને ધ્યાનમાં રાખીને પોરબંદà
પોરબંદર શહેર અને જિલ્લામાં પોલીસે આગામી 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને હાથ ધરેલી ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત ગઈકાલે રાત્રીના જિલ્લામાં ચાર સ્થળેથી કુલ રુ.65 હજારના વિદેશી દારુ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પોરબંદર, આદિત્યાણા, કુતિયાણાના ફરેર પાસે તથા બગવદરના નજીકના પારાવાડા ગામે ઉપરોક્ત કામગીરી હાથ ધરી હતી.આગામી થર્ટી ફર્સ્ટના આવી રહેલા તહેવારને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા શહેર અને જિલ્લામાં સઘન ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પોરબંદર શહેર ઉપરાંત જિલ્લાના રાણાવાવ, કુતિયાણા, આદિત્યાણા, બગવદર, માધવપુર, મિયાણી સહિતના વિસ્તારોમાં ગઈકાલે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ઉદ્યોગનગર પોલીસે રવિ પાર્કમાં આવેલ રહેણાક મકાનમાં રેઇડ દરમિયાન63 બોટલો ઝડપાઈ
પોરબંદર શહેરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પીએસઆઈ સોલંકી સહિતના સ્ટાફે શહેરના રવિ પાર્કમાં સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો.જેમાં પ્રવીણ રમેશભાઈ મકવાણા (ઉં.વ.૨૨, રહે. ખાપટ) નામનો શખ્સ તથા એક કિશોર રુ.૩૪,૬૩૦ની કિંમતના વિદેશી દારુની 63 બોટલ સાથે મળી આવતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
પોરબંદર એલસીબીએ આદિત્યાણાના કાદા વિસ્તારમાંથી રુ.28,7400ની કિંમતના વિદેશી દારુની72 બોટલ ઝડપી
પોરબંદર એલસીબીના પીઆઈ એચ.કે. શ્રીમાળીના માર્ગદર્શન મુજબ સ્ટાફે મળેલી બાતમીના આધારે આદિત્યાણાના કાદા વિસ્તારમાંથી રુ.28,740ની કિંમતના વિદેશી દારુની 72 બોટલ કબ્જે કરી હતી. દારુના આ ગુનામાં આદિત્યાણાના રબારીકેડામાં રહેતા રામા બાબુ ગુરગુટિયાનું નામ ખૂલતાં પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત કુતિયાણાના ફરેર ગામ પાસેથી ધવલ ભીમા કોડિયાતર નામના માણાવદરના થાપલા ગામના શખ્સને પોલીસે રુ.750ની કિંમતના વિદેશી દારુની બે બોટલ સાથે તથા બગવદર નજીકના પારાવાડા ગામ પાસેથી રાજા મારખી રાઠોડ નામના ડફેર શખ્સને પણ રુ.750ની કિંમતના વિદેશી દારુની બે બોટલ સાથે ઝડપી લીધા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement