Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં, જાણો કેમ

પોતાના પડતર પ્રશ્નો ની માંગ ને લઈને સિનિયર તબીબો આક્રમક મૂડમાં છે અને  તબીબો દ્વારા સરકાર વિરુદ્ધ હડતાળ નું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે ત્યારે વડોદરાની સરકારી સયાજી  હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ સમયસર સારવાર ન મળતા મુશ્કેલી માં મુકાયા છે.તબીબોની હડતાળથી દર્દીઓને હાલાકીવડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાત ની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ તેમજ ગુજરાત ના અંતરિ
વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં  જાણો કેમ
પોતાના પડતર પ્રશ્નો ની માંગ ને લઈને સિનિયર તબીબો આક્રમક મૂડમાં છે અને  તબીબો દ્વારા સરકાર વિરુદ્ધ હડતાળ નું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે ત્યારે વડોદરાની સરકારી સયાજી  હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ સમયસર સારવાર ન મળતા મુશ્કેલી માં મુકાયા છે.
તબીબોની હડતાળથી દર્દીઓને હાલાકી
વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાત ની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ તેમજ ગુજરાત ના અંતરિયાળ ગામડાના દર્દીઓ સારવાર કરાવવા આવતા હોય છે પરંતુ તબીબોએ સરકાર સામે બાયો ચઢાવતા આ તમામ ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.સયાજી હોસ્પિટલમાં અગાઉથી તારીખ અને સમય નક્કી કર્યા મુજબના રોજના 50 થી 60 ઓપરેશન કરવામાં આવે છે પરંતુ તબીબો જ્યારે છેલ્લા પાંચ દિવસ થી હડતાળ પર છે ત્યારે તમામ ઓપરેશનો તેમજ સર્જરી અટવાઈ પડી છે. આજે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તબીબોની હડતાળ ને લઈને પડતી મુશ્કેલી પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે છેવાડાના ગામડાઓ માંથી આવેલા કેટલાક ગરીબ દર્દીઓની દયનિય સ્થિતિ જોવા મળી હતી.
સારવાર ના મળતાં દર્દીઓને વતન જવું પડયું 
 નસવાડીના વતની ચિરાગ ભાઈ રાઠવાને પગમાં ઇન્ફેકશન થતાં તેઓ સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવ્યા હતા. આશરે 100 કિલોમીટર દૂરથી ભાડું ખર્ચી ને વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવ્યા બાદ તેમને પગ નું દર્દ સહન કરી સારવાર માટે ભટકવાનો વારો આવ્યો હતો.હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો હડતાળ પર હોવાના કારણે ચિરાગ ભાઈ ને યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળી શકી જેના કારણે આ ગરીબ દર્દીએ કલાકો આમતેમ ભટક્યા બાદ વતનની વાટ પકડી હતી.ગુજરાત ફર્સ્ટ સાથે ની વાતચીત માં તેમણે જણાવ્યું હતું કે હું ગરીબ પરિવારમાંથી આવું છું ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે ના પૈસા નથી. સરકારે તબીબો સાથે ચર્ચા કરી નિરાકરણ લાવવું જોઈએ.જેથી કોઈ ગરીબ દર્દી સારવાર થી વંચિત ન રહી જાય
Advertisement
Tags :
Advertisement

.