મહેસાણાની ખારી નદીમાં કેમિકલયુક્ત પાણીથી ફેલાયું પ્રદૂષણ, વાહનચાલકો પરેશાન
મહેસાણા ખારી નદીમાં ફેલાયું પ્રદૂષણખારી નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠલવાતા પ્રદૂષણકોઈ હિલ સ્ટેશન હોય તેવા માનવ સર્જિત દ્રશ્યો સર્જાયાનીલકંઠ મહાદેવ પાસે ખારી નદીમાં સર્જાયા દ્રશ્યોપ્રદૂષણ બોર્ડ આ મામલે નિંદ્રાધીનપ્રદૂષણ બોર્ડ દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી સ્થાનિકોની માંગમહેસાણા જિલ્લામાં પસાર થતી ખારી નદીમાં વહેલી સવારે પ્રદૂષણ જોવા મળ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ જોતાં કોઈ
મહેસાણા ખારી નદીમાં ફેલાયું પ્રદૂષણ
ખારી નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠલવાતા પ્રદૂષણ
કોઈ હિલ સ્ટેશન હોય તેવા માનવ સર્જિત દ્રશ્યો સર્જાયા
નીલકંઠ મહાદેવ પાસે ખારી નદીમાં સર્જાયા દ્રશ્યો
પ્રદૂષણ બોર્ડ આ મામલે નિંદ્રાધીન
પ્રદૂષણ બોર્ડ દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી સ્થાનિકોની માંગ
મહેસાણા જિલ્લામાં પસાર થતી ખારી નદીમાં વહેલી સવારે પ્રદૂષણ જોવા મળ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ જોતાં કોઈ હિલ સ્ટેશન પર સ્નો ફોલનો નજારો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કોઈ હિલ સ્ટેશન ઉપર હોય તેવા માનવસર્જિત દ્રશ્યો સામે આવ્યા. આ નદીમાં કોઈએ કેમિકલયુક્ત પાણી કે કેમિકલ નાખ્યું હોવાને કારણે આ દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોગ્ય પગલાં ભરવા સ્થાનિકોને માંગ કરવામાં આવી.
મહેસાણામાં આવેલ ખારી નદીમાં પ્રદૂષણના કારણે સ્નો ફોલ જેવા ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે આપણે કોઈ લેહ લદ્દાખ કે અન્ય કોઈ પર્યટક સ્થળ ઉપર પહોંચી ગયા હોઈએ. પરંતુ આ દ્રશ્ય કેમિકલયુક્ત બનેલી મહેસાણાની ખારી નદીના દ્રશ્યો છે. મહેસાણા નીલકંઠ મહાદેવ મંદિર બાજુમાં આવેલ ખારી નદીમાં સવારે એકાએક ફીણનો જમાવડો જોવા મળતા અહીંથી પસાર થતા વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. ગંદા પ્રદૂષિત પાણી સાથે સાથે મોટી સંખ્યામાં ફીણનો નદીમાં જમાવડો જોવા મળી રહ્યો હતો. આ દ્રશ્યો જોઈ લોકોમાં પણ કુતુહુલ જોવા મળ્યું હતું. ખારી નદીની આ પરિસ્થિતિ થવા પાછળનું કારણ પ્રાથમિક તબક્કે આસપાસની કોઈક કેમિકલ કંપનીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું હાલ લોકો તેમજ વાહન ચાલકો માંની રહ્યા છે. લોકોની માંગ પણ છે કે ખારી નદીને પ્રદૂષિત કરતા લોકો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
મહેસાણા જિલ્લાની એક ઓળખ સમાન અને એકમાત્ર ખારી નદીમાં પ્રદૂષણના કારણે ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. આજે વહેલી સવારે એવા દ્રશ્યો જોવા મળ્યા કે આપણે કોઈ હિલ સ્ટેશન પર પહોંચ્યા હોઈએ. આ દ્રશ્યો માનવસર્જિત દ્રશ્યો છે. અનુમાન મુજબ આજુબાજુની કોઈ કંપની દ્વારા અથવા તો કોઈ ઈસમ દ્વારા આ નદીમાં કોઇ કેમિકલ નાખ્યું હોય તેવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ હાલમાં ખારી નદી પ્રદૂષિત થઈ ઊઠી છે. અહીંથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરી રહ્યા છે. સ્થાનિક તેમજ વાહનચાલકોની એવી માંગ કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ખારી નદીને દૂષિત કરનાર સામે યોગ્ય પગલાં ભરવામાં આવે.
આ પણ વાંચો - સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલની પત્રકાર પરિષદ, 2024ની તૈયારી પર કહ્યું, અમારી તૈયારી....
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement