ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઝાડેશ્વર ચોકડી નજીકથી પોલીસે લક્ઝરી બસમાં 500 કિલોથી વધુ ગાંજાની ગોળીનો જથ્થો ઝડપાયો

ભરૂચ જિલ્લા પોલીસ અને એસઓજી પોલીસને પાનોલીમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં સફળતા મળ્યા બાદ ઝાડેશ્વર ચોકડી નજીકથી લક્ઝરી બસમાં ૫૦૦ કિલોથી વધુ ગાંજાની ગોળીનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ છે અને પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે પરંતુ સત્તાવાર માહિતી પત્રકાર પરિષદ થકી પૂરી પાડનાર હોવાની માહિતી મળી રહી છેમળતી માહિતી અનુસાર ભà
02:37 PM Jan 03, 2023 IST | Vipul Pandya
ભરૂચ જિલ્લા પોલીસ અને એસઓજી પોલીસને પાનોલીમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં સફળતા મળ્યા બાદ ઝાડેશ્વર ચોકડી નજીકથી લક્ઝરી બસમાં ૫૦૦ કિલોથી વધુ ગાંજાની ગોળીનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ છે અને પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે પરંતુ સત્તાવાર માહિતી પત્રકાર પરિષદ થકી પૂરી પાડનાર હોવાની માહિતી મળી રહી છે
મળતી માહિતી અનુસાર ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીકથી ખાનગી લક્ઝરી બસ યુ.પી 83  બીટી.6048 માં રાજસ્થાન તરફથી આવનારી બસમાં આયુર્વેદિક ગોળી સાથે ભેળસેળ કરી ગાંજાની ગોળીના જથ્થાને સપ્લાય કરવાના કૌભાંડમાં ભરૂચ ઝાડેશ્વર ચોકડી નજીક ભરૂચ એસઓજી પોલીસ ચોક્કસ બાતમીના આધારે વોચમાં હતી અને બાતમી વાળી બસ આવતા તેને ઝાડેશ્વર ચોકડી નજીક રોકવામાં આવી હતી અને સંપૂર્ણ લક્ઝરી બસમાં તલાસી લેવામાં આવતા લક્ઝરી બસની ડીકીમાં તપાસ કરવામાં આવતા તેમાં ડીકી અને તેમાં રહેલા ચોર ખાનામાંથી ગાંજાની 500  કિલો ઉપરાંત ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો જેના પગલે એક સમયે પોલીસ પણ ચોકી ઉઠી હતી અને લક્ઝરી બસમાં રહેલા ૨ ડ્રાઇવર અને1  ક્લીનરને ઝડપી પાડી પૂછપરછ કરતા સુરતના વધુ 2  વ્યક્તિના નામની કબુલાત કરતા ભરૂચ પોલીસે સુરતથી પણ 2 લોકોની ધરપકાડ કરી હતી.  
આમ સમગ્ર ગાંજા ગોળી પ્રકરણમાં 5  લોકોની ધરપકડ કરાઈ હોવાના અહેવાનો મળી રહ્યા છે જેના પગલે હાલ તો એસઓજી પોલીસે સમગ્ર ગાંજાની ગોળીના જથ્થા સાથે 1 કરોડ ૩૩ લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે આરોપીઓને એસઓજી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી આરંભી હોવાની માહિતી સાંપડી રહી છે
આપણ  વાંચો- ધ્રોલ તાલુકા મથકે એકસાથે બે ચોરી, તસ્કરો થયા CCTVમાં કેદ, જુઓ video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AccusedarrestedBharuchCannabispillsGujaratFirstluxurybusNationalHighwaypolice
Next Article