Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વાજતે ગાજતે પોલીસે કરાવ્યા મૂકબધિર યુગલના લગ્ન, PIએ આપ્યું કન્યાદાન

આર્થિક તંગીને પગલે પ્રભુતામાં પગલા પાડવા માટે અસમર્થ મુધિર યુગલના સપ્તપદીના ફેરા ફરવાનું સ્વપ્ર અંતે સુરત (Surat)શહેરની રાંદેર પોલીસ (Rander Police)દ્વારા પુરૂં કરવામાં આવ્યું છે,અભ્યાસ દરમ્યાન એકબીજાના સંપર્કમાં આવેલા મુકબધિર યુવક અને યુવતી છેલ્લા ઘણા સમયથી લગ્નગ્રંથિથી જોડાવવા ઈચ્છતા હતા. જો કે, તેઓની આર્થિક સ્થિતિ આ સ્વપ્ર પુરૂં કરવામાં અવરોધક સાબિત થતાં યુવતી દ્વારા SHE ટીમનો સંપર્àª
10:00 AM Dec 03, 2022 IST | Vipul Pandya
આર્થિક તંગીને પગલે પ્રભુતામાં પગલા પાડવા માટે અસમર્થ મુધિર યુગલના સપ્તપદીના ફેરા ફરવાનું સ્વપ્ર અંતે સુરત (Surat)શહેરની રાંદેર પોલીસ (Rander Police)દ્વારા પુરૂં કરવામાં આવ્યું છે,અભ્યાસ દરમ્યાન એકબીજાના સંપર્કમાં આવેલા મુકબધિર યુવક અને યુવતી છેલ્લા ઘણા સમયથી લગ્નગ્રંથિથી જોડાવવા ઈચ્છતા હતા. જો કે, તેઓની આર્થિક સ્થિતિ આ સ્વપ્ર પુરૂં કરવામાં અવરોધક સાબિત થતાં યુવતી દ્વારા SHE ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે રાંદેર પોલીસ દ્વારા આ યુગલના ભવાનીશંકર મહાદેવ મંદિરમાં ધામધૂમથી વિવાહ કરાવવામાં આવ્યા હતા.
સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે રહેતી ૧૯ વર્ષીય યુવતી સુમન વિસાવેદ અને પાંડેસરા ખાતે રહેતા ૨૨ વર્ષીય ચિરાગ પટેલની પહેલી મુલાકાત મુકબધિર શાળામાં થઈ હતી. પહેલી મુલાકાત બાદ આ બન્ને પ્રેમી પંખીડાઓ એકમેકના પ્રેમમાં પડ્યા હતા અને આજીવન સાથે રહેવાનો કોલ કર્યો હતો. જો કે, પરિવારજનોની મરજી સાથે લગ્નગ્રંથિથી જોડાવવા માટે તૈયાર આ બન્ને યુગલની આર્થિક સ્થિતિ ન હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી લગ્નના અરમાનો પુરા થઈ રહ્યા ન હતા. આ દરમ્યાન સમગ્ર પ્રકરણ અંગે સુરત પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ શાખા સી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 
જ્યાં યુવતી સુમન દ્વારા સમગ્ર હકીકત જણાવતાં મહિલા પોલીસના મમતાબેન દ્વારા રાંદેર પીઆઈ અતુલ સોનારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એક તરફ ચુંટણીની દોડા દોડી અને બીજી તરફ આ યુગલના અરમાનો પુરા કરવા માટે રાંદેર પોલીસ પણ કોઈ કચાસ બાકી રાખવા માંગતી ન હતી. અલબત્ત, ચુંટણી પુરી થતાં જ વાજતે – ગાજતે આ બન્ને યુગલને પ્રભુતામાં પગલાં અને અલ્પ સખ્યક સમુદાય ના સમાવેશ થઈ શકે, તેવા અહેવાલો પાડવા માટે રાંદેર પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી
આજે રાંદેર ટાઉનના તાપી નદીના કાંઠે આવેલા ભવાનીશંકર મહાદેવ મંદિરમાં બન્ને પરિવારના ૧૫૦ જેટલા મહેમાનોની હાજરીમાં ધામધૂમથી લગ્નવિધિ સમ્પન્ન કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરાવવામાં આવેલા આ વિવાહ પ્રસંગમાં હાજર તમામે તમામ મહેમાનો પણ આ દ્રશ્ય જોઈને ભાવવિભારો બન્યા હતા.
આપણ વાંચો- બીજા તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓના ચૂંટણી પડઘમ આજે થશે શાંત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstMarriagePIKanyadanRanderPoliceSurat
Next Article