Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેસાણામાં અરવિંદ કેજરીવાલની રેલીમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થતાં પોલીસ ફરિયાદ, ફોટો અને વીડિયો વાયરલ

ગઇકાલે એટલે કે સોમવારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. ગુજરાતના મહેસાણાની અંદર અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપની ત્રિરંગા યાત્રા નિકળી હતી. ત્યારે હવે આ ત્રિરંગા યાત્રા વિવાદમાં આવી છે. આ ત્રિરંગા  યાત્રામાં ભારતના રાષ્ટ્રીધ્વજનું અપમાન થયું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છà«
મહેસાણામાં અરવિંદ કેજરીવાલની રેલીમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થતાં પોલીસ ફરિયાદ  ફોટો અને વીડિયો વાયરલ
ગઇકાલે એટલે કે સોમવારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. ગુજરાતના મહેસાણાની અંદર અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપની ત્રિરંગા યાત્રા નિકળી હતી. ત્યારે હવે આ ત્રિરંગા યાત્રા વિવાદમાં આવી છે. આ ત્રિરંગા  યાત્રામાં ભારતના રાષ્ટ્રીધ્વજનું અપમાન થયું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો અન ફોટા ફરી રહ્યા છે. જે મહેસાણામાં ગઇકાલે નિકળેલી આપની ત્રિરંગા યાત્રા પહેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં દેખાય છે કે કેટલાક લોકો રાષ્ટ્રધ્વજનું અપમાન કરી રહ્યા છે. રોડની બાજુમાં આ લોકો ત્રિરંગા પર પગ પણ મુકી રહ્યા છે તેવું દેખાઇ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ વીડિયો મહેસાણાના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારનો છે. જ્યાં આપના સમર્થકોને વહેંચવા માટે રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યા હતા. આ જગ્યાએથી રેલીમાં આવતા લોકોને રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા હતા. 
આ અંગે જે ફરિયાદ નોંધવાનમાં આવી છે, તેનમાં જણાવ્યું છે કે આ ઘટના ગઇકાલે બપોરે ત્રણ વાગ્યા આસપાસની છે. રોડ શોમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકરો આવ્યા હતા. AAPના કાર્યકરો અને સમર્થકોએ રેલી પહેલા અને રેલી દરમિયાન રાષ્ટ્રધ્વજ અને પાર્ટીના ઝંડા વહેંચ્યા હતા.   શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય સન્માનના અપમાન(એમેન્ડમેન્ટ) એક્ટ, 2003ની કલમ 2 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
તો બીજી તરફ સોશિયલ મીડિયામાં લોકો આમ આદમી પાર્ટીને આ અંગે સવાલ પુછી રકહ્યા છે. લોકો કહે છે કે આપની ત્રિરંગા યાત્રામાં જ ત્રિરંગાનું અપમાન થાય તે કેવું કહેવાય? ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતની તમામ 182 વિધાનસભા સીટ પર ચૂંટણી લડવાની છે. જેની તૈયારીના ભાગરુપે જ કેજરીવાલની ગુજરાત યાત્રાઓ વધી છે. 
Advertisement
Tags :
Advertisement

.