Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાહોદના મીરાખેડી ખાતે અદ્યતન સામુહિક આરોગ્ય કેન્દ્રનું વડાપ્રધાનના હસ્તે થશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૨૦ એપ્રિલ દાહોદનાં ખરોડ ખાતેથી વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે એ પૈકી દાહોદનાં મીરાખેડી ખાતે રૂ. ૨.૯૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર પણ જનસેવામાં સંમર્પિત કરશે. અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ સાથેના આ સામુહિક આરોગ્ય કેન્દ્રથી જિલ્લાની આરોગ્ય સેવાઓમાં વધુ સુદ્રઢ બનશે. આરોગ્ય સુવિધામાં વધારો મીરાખેડી ખાતે તૈયાર કરવા
દાહોદના મીરાખેડી ખાતે અદ્યતન સામુહિક આરોગ્ય કેન્દ્રનું વડાપ્રધાનના હસ્તે થશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૨૦ એપ્રિલ દાહોદનાં ખરોડ ખાતેથી વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે એ પૈકી દાહોદનાં મીરાખેડી ખાતે રૂ. ૨.૯૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર પણ જનસેવામાં સંમર્પિત કરશે. અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ સાથેના આ સામુહિક આરોગ્ય કેન્દ્રથી જિલ્લાની આરોગ્ય સેવાઓમાં વધુ સુદ્રઢ બનશે. 
આરોગ્ય સુવિધામાં વધારો 
મીરાખેડી ખાતે તૈયાર કરવામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ રૂમ, કંમ્પાઉન્ડ વોલ, RCC રોડ તેમજ મોટર સાથેના બોરની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત કોવીડ મહામારીની વિકટ પરિસ્થિતિનો સામનો કરવા ૩૩ સેન્ટ્રલ ઓક્સિજન લાઇન પણ નાખવામાં આવી છે.  દર્દીઓને આરોગ્ય કેન્દ્ર ખાતે જ ઓક્સિજન સહિતની તમામ આરોગ્ય સુવિધાઓ મળી રહે. 
જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ચંદ્વકાંત પટેલે કહ્યું કે, જિલ્લામાં અગાઉની વર્ષોની સરખામણીમાં આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લામાં વર્ષ ૧૯૯૭માં સબ સેન્ટર ૩૩૨ હતા. જયારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૬૫, સામુહિક આરોગ્ય કેન્દ્ર ૧૧ તેમજ MBBS તબીબો ૩૫ હતા. તદ્દઉપરાંત અન્ય મેડીકલ સ્ટાફ ૫૬૦ જેટલો હતો. 
જયારે અત્યારે જિલ્લામાં સબ સેન્ટર ૬૩૭ છે. જયારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૯૭ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ૨૦ ઊભા કરાયા છે. જયારે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ ૨ તેમજ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ આધારિત એક-એક મેડીકલ કોલેજ અને હોસ્પીટલ છે. જયારે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત હોય એવા ૧૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૦ થી લઇને ૨૦૦ જેટલી માસિક પ્રસૃતિઓ કરાવાય છે. તેમજ ૧૩ ચાઇલ્ડ માલ ન્યુટ્રીશીયન ટ્રીટમેન્ટ સેન્ટ્રર તેમજ ૧ ન્યુટીશીયન રીહેબીલીટેશન સેન્ટર છે. 
જિલ્લામાં MBBS તબીબોની સંખ્યા જોઇએ તો ૧૫૬ છે અને આયુષ તબીબ ૧૭૦ છે. ૨૨૦૦ આશા આરોગ્યકર્મી છે. કોરોનાની સામે મક્કમ મુકાબલો કરી શકાય એ માટે ઓક્સિજન પ્લાન્ટ ૫ કરવામાં આવ્યા છે. ઓક્સિજન કન્શનટ્રેટર ૨૭૦ જેટલા કરવામાં આવ્યા છે.
 RTPCR  ટેસ્ટ લેબ શરુ કરવામાં આવી 
સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ નાગરિકોને આપવામાં આવી રહી છે. કતવારા સી.એચ.સી. ખાતે સીઝીરીયન ડીલેવરી તથા સ્ત્રીરોગને લગતાં ઓપરેશન કરવામાં આવે છે. જિલ્લામાં કોરોના મહામારી સમયે ઓછા સમયમાં વધુ કોવિડ ટેસ્ટીંગ થઇ શકે માટે જિલ્લામાં જ RTPCR લેબ શરૂ કરવામાં આવી છે. જેમાં ઝાયડલ મેડીકલ હોસ્પીટલ તેમજ સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ, દેવગઢ બારીયા અને ઝાલોદ ખાતે પ્રારંભ કરાયો છે.
ભારત સરકાર દ્રારા પીએમ કેર્સ તથા ઇસીઆરપી હેઠળ જિલ્લાના તમામ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા  સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા સબ ડીસ્ટ્રીક હોસ્પીટલોને કુલ મળીને ૨૭૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ફાળવામાં આવ્યા છે. જે કોરોનાની વિકટ સ્થિતીમાં ખૂબ જ ઉપયોગી થઇ પડશે. 
Advertisement
Tags :
Advertisement

.