Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. આગામી પખવાડીયામાં યોજાનારા પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે રાજ્યના મુખ્ય સચીવ પંકજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી અને જિલ્લા સેવા સદન ખાતે કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મુખ્ય સચીવ પંકજ કુમારે દાહોદ જિલ્લામાં યોજાનારા કાર્યક્રમ
pm નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. આગામી પખવાડીયામાં યોજાનારા પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે રાજ્યના મુખ્ય સચીવ પંકજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી અને જિલ્લા સેવા સદન ખાતે કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. 
મુખ્ય સચીવ પંકજ કુમારે દાહોદ જિલ્લામાં યોજાનારા કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળ તેમજ કાર્યક્રમના આયોજન વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે વડાપ્રધાન દ્વારા લોકાર્પિત થનારા વિવિધ વિકાસકાર્યો તેમજ ખાતમુહૂર્તની વિગતો પણ મુખ્ય સચીવને આપી હતી. મુખ્ય સચીવ પંકજ કુમારે કાર્યક્રમના સુચારૂ સંચાલન બાબતે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે વડાપ્રધાન દ્વારા લોકાર્પણ થનારા વિકાસકાર્યોની મુલાકાત પણ લીધી હતી. તદ્દઉપરાંત, જિલ્લાના પ્રભારી સચીવ રાજકુમાર બેનીવાલે વડાપ્રધાનના કાર્યક્રમના આયોજન માટે નિયુક્ત કરવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી હતી અને તેમને જરૂરી સૂચનાઓ આપી હતી.
મુખ્ય સચીવ પંકજ કુમારની અધ્યક્ષતામાં ગત રોજ યોજાયેલી બેઠકમાં આદિજાતિ વિકાસ વિભાગના સચીવ ડો. એસ. મુરલીક્રિશ્ના, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી એસ.બી. વસાવા, આદિજાતિ વિકાસ નિયામક શ્રી દિલીપકુમાર રાણા, પંચમહાલના કલેક્ટર સુજલ મયાત્રા, દાહોદના જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, પંચમહાલના જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Advertisement
Tags :
Advertisement

.