Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રી મોદી મહેસાણા જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી તા. 9 ઓક્ટોબરના રોજ મહેસાણા ખાતે રૂ. 2,890 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જનતાને ભેટ આપી રહી છે, ત્યારે રાજ્યના મહેસાણા (Mehsana) જિલ્લામાં પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત થવા જઇ રહ્યું છે. આ પ્રકલ્પોનું થશે
વડાપ્રધાનશ્રી મોદી મહેસાણા જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોની આપશે ભેટ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી તા. 9 ઓક્ટોબરના રોજ મહેસાણા ખાતે રૂ. 2,890 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જનતાને ભેટ આપી રહી છે, ત્યારે રાજ્યના મહેસાણા (Mehsana) જિલ્લામાં પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત થવા જઇ રહ્યું છે. 
આ પ્રકલ્પોનું થશે લોકાર્પણ
આ વિકાસકાર્યોમાં રૂ. 511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (53.43 કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે, જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (68.78 કિમી)નો એક ભાગ છે. સાથે જ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત, જે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે, તેમાં એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર (SPIPA) અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂ. 1,145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. 
આ પ્રકલ્પોનું થશે ખાતમૂહુર્ત
આ સાથે રૂ. 1,181.34 કરોડના ખર્ચે NH-68ના પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું 4 લેન અપગ્રેડેશન અને પીએસ હાઇવેની કામગીરીનું ખાતખાતમૂહુર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ. 340 કરોડના ખર્ચે મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂ. 110 કરોડના ખર્ચે ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂ. 106 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતખાતમૂહુર્ત કરવામાં આવશે.
વિસનગર-ઉમટા-સુંઢિયા-ખેરાલુ રોડ પર બ્રિજીસના બાંધકામનું પણ ખાતખાતમૂહુર્ત કરવામાં આવશે. બધું મળીને કુલ રૂ. 1,747.38 કરોડના કામોનું ખાતખાતમૂહુર્ત કરવામાં આવશે. આમ, મહેસાણાને રૂ. 2,893.02 કરોડના વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.