Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં કેરળના લોકોની મોટી ભૂમિકા : વડાપ્રધાનશ્રી મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કેરળના (Keral) કોચ્ચીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, અમારી સરકાર દેશના દરેક ગરીબને પાક્કા મકાન ઉપલબ્ધ કરાવવાના અભિયાન ચલાવી રહી છે. વડાપ્રધાન આવાસ યોજન હેઠળ કેરળમાં ગરીબો માટે લગભગ 2,00,000 પાક્કા મકાનને મંજૂરી આપી દેવામાં આવી છે.  તેમાંથી 1,30,000થી વધારે ઘર પુર્ણ થઈ ચુક્યા છે.આ સાથે જ તેમણે કહ્યું કે, 'આઝાદીના અમૃતકાળ' ભારતને એà
વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં કેરળના લોકોની મોટી ભૂમિકા   વડાપ્રધાનશ્રી મોદી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કેરળના (Keral) કોચ્ચીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, અમારી સરકાર દેશના દરેક ગરીબને પાક્કા મકાન ઉપલબ્ધ કરાવવાના અભિયાન ચલાવી રહી છે. વડાપ્રધાન આવાસ યોજન હેઠળ કેરળમાં ગરીબો માટે લગભગ 2,00,000 પાક્કા મકાનને મંજૂરી આપી દેવામાં આવી છે.  તેમાંથી 1,30,000થી વધારે ઘર પુર્ણ થઈ ચુક્યા છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, 'આઝાદીના અમૃતકાળ' ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પર કામ કરવાનો છે. તેમાં કેરળના લોકોની મોટી ભૂમિકા છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર પર ચાલીને ભાજપ સંકલ્પને સિદ્ધિમાં બદલી રહી છે.
આ સાથે જ વડાપ્રધાનશ્રી મોદીએ (Narendra Modi) કહ્યું કે, કેન્દ્ર સરકાર કેરળના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક  મેડિકલ ખોલવા માટે કામ કરી રહી છે. તેનાથી કેરળના યુવાનોને ખુબ ફાયદો થશે. આધુનિક માળખાને વિકસિત કરવા માટે ભાજપ સરકાર કેરળમાં અનેક યોજના પર લગભગ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
વડાપ્રધાને કહ્યું કે, સમગ્ર દેશમાં જ્યાં-જ્યાં ભાજપની સરકાર છે, ત્યાં વિકાસની રફ્તાર તેજ છે. આ કારણે કેન્દ્ર અને રાજ્યમાં ડબલ એન્જીનવાળી સરકાર છે. આ સરકાર કેરળના વિકાસને નવી ઉંચાઈઓ સુધી લઈ જવામાં મદદ કરી શકે છે.
કેરળમાં વિકાસ કાર્યોની ભેટ
વડાપ્રધાન મોદીએ કેરળમાં (Keral) આજે ઘણાં વિકાસના કામોની ભેટ આપી. વડાપ્રધાનશ્રીએ આજે કોચ્ચી મેટ્રોના બીજા તબક્કાની આધારશિલા રાખી અને મેટ્રોના પહેલા તબક્કાનો શુભારંભ કરશે જે એસએન જંક્શન થી વડક્કેકોટ્ટા સુધી બનાવવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે તેઓ કોચીમાં કોચીન શિપયાર્ડ લિમિટેડમાં પહેલા સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રાંતને (INS Vikrant) લોન્ચ કરશે. મેંગલુરૂમાં લગભગ 3,800 કરોડ રૂપિયાની યોજનાનું ઉદ્ધાંટન અને શિલાન્યાસ કરશે.
Advertisement

Tags :
Advertisement

.