વડાપ્રધાનશ્રી મોદીએ બ્રિટનના PM ઋષિ સુનક સાથે કરી ટેલિફોનિક વાતચીત, આ મુદ્દે કરી ચર્ચા
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર વાત કરી છે. નરેન્દ્ર મોદી તરફથી સુનકને વડાપ્રધાન બનવાની શુભકામના આપવામાં આવી છે અને ભારત-બ્રિટનના સંબંધો પર પણ વિસ્તારપૂર્વક વાત થઈ. બંન્ને દેશો વચ્ચે થનારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વાતચીતને લઈને ટ્વીટ કર્યું છે. સુનક તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.વà
04:32 PM Oct 27, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર વાત કરી છે. નરેન્દ્ર મોદી તરફથી સુનકને વડાપ્રધાન બનવાની શુભકામના આપવામાં આવી છે અને ભારત-બ્રિટનના સંબંધો પર પણ વિસ્તારપૂર્વક વાત થઈ. બંન્ને દેશો વચ્ચે થનારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વાતચીતને લઈને ટ્વીટ કર્યું છે. સુનક તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.
વડાપ્રધાનશ્રીનું ટ્વીટ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, આજે ઋષિ સુનક સાથે વાત કરી તેમને બ્રિટનના વડાપ્રધાન બનવા માટે શુભકામના આપી, અમે બન્નેએ રણનૈતિક ભાગીદારીને મજબૂત કરવાનું કામ કરવાના છીએ. તે વાત પર સહમતિ બની છે કે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને જલ્દી જ પુર્ણ કરવામાં આવશે.
સુનકની પ્રતિક્રિયા
વડાપ્રધાનના આ ટ્વીટ પર ઋષિ સુનકની પ્રતિક્રિયા આવી. તેમણે વડાપ્રધાનશ્રી મોદીની શુભકામના માટે આભાર માન્યો અને બંને દેશો સાથે મળીને કામ કરશે તેવું ભારપૂર્વક કહ્યું. તેમણે કહ્યું, બ્રિટન અને ભારત કેટલીક બાબતો એકબીજા સાથે શેર કરે છે. હું તે વિચારીને ઘણો ઉત્સાહિત છું કે આવનારા મહિનાઓમાં આપણે બન્ને મહાન લોકતંત્ર દેશ રક્ષા, આર્થિક ક્ષેત્રમાં કેટલું કરી શકે છે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો માર્ગ મોકળો થઈ શકશે
જણાવી દઈએ કે ભારત અને બ્રિટેન વચ્ચે ઘણાં સમયથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને ચર્ચા ચાલી રહી છે. જ્યારે બોરિસ જોનસન વડાપ્રધાન બન્યા હતા, તેમણે વડાપ્રધાનશ્રી મોદી સાથે મુલાકાત કરી હતી ત્યારે પણ દિવાળી સુધીમાં આ સમજૂતિને પૂર્ણ કરી દેવામાં આવશે પરંતુ તે મુલાકાત બાદ બ્રિટનમાં ઘણું બધુ બદલાઈ ગયું. હવે ઋષિ સુનક પીએમ બન્યા છે અને વડાપ્રધાનશ્રી મોદી સાથે વાતચીતમાં આ મુદ્દે સહમતિ સધાઈ છે.
Next Article