આધ્યાત્મ સાથે દેશના વિકાસની વાત, જાણો ઉજ્જૈનમાં વડાપ્રધાનશ્રીના સંબોધનના અંશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ઈન્દૌર પહોંચી આજે ઉજ્જૈનમાં 856 કરોડ રૂપિયાના ખર્ચે મહાકાલેશ્વર મંદિર કોરિડોર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રા, તુલસી સિલાવત અને અન્યોએ ઈન્દોરમાં વડાપ્રધાનશ્રીનું મોદીનું સ્વાગત કર્યું હતુ.વડાપ્રધાનશ્રીનું સંબોધન :-પ્રલયો ન બાધતે, તત્ર મહાકાલ પુરીઉજ્જૈનની આ ઉર્જા, શંકરના સાનિધ્યમાં સાàª
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ઈન્દૌર પહોંચી આજે ઉજ્જૈનમાં 856 કરોડ રૂપિયાના ખર્ચે મહાકાલેશ્વર મંદિર કોરિડોર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રા, તુલસી સિલાવત અને અન્યોએ ઈન્દોરમાં વડાપ્રધાનશ્રીનું મોદીનું સ્વાગત કર્યું હતુ.
વડાપ્રધાનશ્રીનું સંબોધન :-
પ્રલયો ન બાધતે, તત્ર મહાકાલ પુરી
ઉજ્જૈનની આ ઉર્જા, શંકરના સાનિધ્યમાં સાધારણ કંઈ નથી, બધુ અલૌકિક છે. મહાકાલનો આશિર્વાદ મળે તો કાળની રેખાઓ ભૂસાય જાય છે. અનંતના અવસરો મળે છે. અંતથી અનંતની યાત્રાનો આરંભ થાય છે. હું મહાકાલના ચરણોમાં વંદન કરૂ છું. પ્રલયો ન બાધતે, તત્ર મહાકાલ પુરી અર્થાત્ મહાકાલની નગરી પ્રલયના પ્રહારથી મુક્ત છે તેવું ઉજ્જૈન માટે કહેવાયું છે. ઉજ્જૈન ભારતનું તથા ભારતની આત્માનું કેન્દ્ર રહ્યું છે. આ આપણી પવિત્ર સાત પુરીમાનું એક છે. અહીં ભગવાન કૃષ્ણએ આવીને શિક્ષા મેળવી હતી.
આઝાદીના આટલા વર્ષો બાદ ચારેય ધામ જોડવામાં આવી રહ્યાં છે
બ્રહ્માંડની ઉર્જાને પ્રતિક સ્વરૂપે ઋષિમૂનિઓએ સ્થાપિત કરી છે. આ નગરીનો વૈભવ કેવો હતો તેના દર્શન મહાકવી કાલિદાસના મેઘદુતમ્ માં થાય છે, બાણભટ્ટના કાવ્યોમાં જોવા મળે છે. કોઈ રાષ્ટ્રનો સાંસ્કૃતિક વૈભવ આટલો વિશાળ ત્યારે હોય જ્યારે તેની સફળતાનું પરચમ વિશ્વમાં ફેલાયેલો હોય. આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ પુરી ગતિથી થાય છે, કાશીમાં વિશ્વનાથધામ, સોમનાથમાં વિકાસના કાર્યો થાય છે. કેદારનાથ-બદ્રીનાથ તિર્થોમાં વિકાસ થાય છે. આઝાદીના આટલા વર્ષો બાદ આપણા ચારેય ધામ જોડવામાં આવી રહ્યાં છે.
જ્યોતિર્લિંગોનો વિકાસ દેશના આદ્યાત્મિક જ્ઞાનનો વિકાસ
સ્વદેશન દર્શન અને પ્રસાદ યોજનાથી દેશમાં આદ્યાત્મિક ચેતનાનું આવા કેન્દ્રોનું ગૌરવ સ્થાપિત થાય છે. આ કડીમાં મહાકાલ લોક પણ ભવિષ્યના સ્વાગત માટે તૈયાર થઈ રહ્યું છે. આ મહાકાલ લોકને તેના પ્રાચીન ગૌરવ સાથે જોડે છે, આપણાં શાસ્ત્રોમાં શિવમ્ જ્ઞાનમ્ એટલે કે શિવ જ જ્ઞાન છે અને જ્ઞાન જ શિવ છે. શિવ દર્શનમાં જ બ્રહ્માંડનું દર્શન છે. આપણાં જ્યોતિર્લિંગોનો વિકાસ ભારતની આદ્યાત્મિક જ્યોતિ, જ્ઞાન અને દર્શનનો વિકાસ છે.
ઉજ્જૈનની ઉર્જાને નષ્ટ કરવાનો પ્રયાસ થયો હતો
અહીંની ભસ્મ આરતી વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ પરંપરામાં ભારતની જીવનતા, ભારતના અપરાજય અસ્તિત્વને જોઉં છું. મહાકાલની શરણમાં વિષમાં પણ સ્પંદન થાય છે, અવસાનથી પુનર્જીવન થાય છે. અત્યાર સુધી આપણાં આસ્થાનું કેન્દ્ર જાગૃત છે. અતિતમાં આપણે જોયું પ્રયાસ થયો પરિસ્થિતિ પલ્ટિ, સત્તા બદલી, આઝાદી આવી, પણ અક્રમણકારીઓએ ઉજ્જૈનની ઉર્જાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. ભારત પોતાના આસ્થાના કેન્દ્રો થકી ફરી પુનર્જીવિત થયું.
મહાકાલ બોલાવે ને આ દિકરો ના આવે તે કેમ બને
ભારત માટે ધર્મનો અર્થ છે અમારા કર્તવ્યોનું સામુહિક સંકલ્પ, જેનો ધ્યેય વિશ્વનું કલ્યાણ, માવનમાત્રની સેવા. અમે એ શિવને નમન કરીએ છે જે વિશ્વના હિત સાથે લાગેલી છે, આ ભાવના ભારતના તિર્થોની રહી છે. અહીં દેશદુનિયાના લોકો આવે છે. આપણા કુંભમેળાની પરંપરા રહી છે. અહીં કુંભના મેળામાં આવવાનું સૌભાગ્ય મળ્યું હતું. મહાકાલ બોલાવે અને આ દિકરો આવ્યા વિના કેમ રહે.
ભારતની ભવ્યતા વિશ્વના વિકાસ માટે ઉપયોગી થશે
મા શિપ્રાના કિનારે ભાવ પેદા થયો તે સંકલ્પ બન્યો. હું તે સાથીઓને શુભકામના આપું છે જે ભાવને તેમણે ચરિતાર્થ કરી બતાવ્યો. આપણાં આ તિર્થોને દેશને સંદેશ અને સામર્થ્ય આપ્યું છે. આજે નવું ભારત પોતાના પ્રાચીન મુલ્યો સાથે આગળ વધી રહ્યું છે ત્યારે આસ્થાની સાથે વિજ્ઞાનના મુલ્યોને પણ જીવીત કરે છે. રાજ્યની સરકારને આ કામ માટે અભિનંદન આપું છું. આજે રક્ષાક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા સાથે આગળ વધે છે. યુવાનો સ્કિલ, સ્ટાર્ટ અપથી આગળ વધે છે. જ્યાં ઈનોવેશન છે ત્યાં રિનોવેશન છે. આપણે ગુલામીમાં જે ગુમાવ્યું તેનું પુનર્જિવિત થઈ રહ્યું છે. મહાકાલના ચરણોમાં બેઠો છું વિશ્વાસ રાખજો ભારતની ભવ્યતા વિશ્વના વિકાસ માટે ઉપયોગી થશે. આ વિશ્વાસ સાથે મહાકાલના ચરણોમાં શિષ ઝુકાવીને પ્રણામ કરૂ છું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરના (Mahakal Corridor) પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા પીએમ મોદી મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી. આ ખાસ અવસર પર મહાકાલ મંદિર અને સમગ્ર મહાકાલ લોકને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદી ઈન્દૌર થઈને ઉજ્જૈન પહોંચ્યા હતા અહીં તેમણે મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-અર્ચન કરી હતી.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શ્રી મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું. વડાપ્રધાન મોદી 900 મીટરના કોરિડોરનું ઝીણવટ ભર્યું નિરિક્ષણ કરી રહ્યાં છે.
આ અવસરે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ દરેક જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી થોડાવારમાં જનસભાને સંબોધશે.
પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે ઉજ્જૈનમાં 856 કરોડ રૂપિયાના ખર્ચે મહાકાલેશ્વર મંદિર કોરિડોર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા છે. વડાપ્રધાનશ્રી મહાકાલ લોકના ઉદ્ઘાટન માટે પ્રતીકાત્મક રીતે 'શિવલિંગ'નું અનાવરણ કરશે.
મહાકાલ લોકના નિર્માણ સાથે, મંદિરનો કુલ વિસ્તાર 2.82 હેક્ટરથી વધીને હાલમાં 20 હેક્ટરથી વધુ થઈ ગયો છે. આ પથનો ઉપયોગ આવતીકાલથી સામન્ય લોકો માટે શરૂ કરાશે, જેમાં લોકો પગપાળાં કે ઈ-કારથી તેનું ભ્રમણ કરી શકશે. અહીં ભારતનું પહેલું નાઈટ ગાર્ડનનું પણ નિર્માણ થયું છે.
વિદેશમાં પણ જોવાશે કાર્યક્રમ
શ્રી મહાકાલ લોકના ઉદ્ઘાટનની ગુંજ વિદેશોમાં પણ સંભળાશે. ભાજપના વિદેશ સંપર્ક વિભાગે અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે, યુએઈ, કેનેડા, હોલેન્ડ, કુવૈત સહિત 40 દેશોના એનઆરઆઈને લોન્ચિંગ કાર્યક્રમ બતાવવાની વ્યવસ્થા કરી છે.
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ઝુકાવ્યું શીશ...PMશ્રીએ મહાકાલ મંદિરમાં પૂજાઅર્ચના કરીને ઉતારી આરતી....
આ પણ વાંચો - તસવીરોમાં જુઓ 'શ્રીમહાકાલ લોક'ની સ્વર્ગ જેવી ભવ્યતા, જાણો ઈતિહાસથી લઈને ભૂગોળ સુધી બધું
Advertisement