Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય સમુદાયના લોકોએ વડાપ્રધાનશ્રીનું કર્યું ભવ્ય સ્વાગત, PMશ્રીએ સંબોધનમાં કહી આ વાત

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) જી20 શિખર સંમેલન (G20 Summit) દરમિયાન બાલીમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યાં. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, જે જગ્યા સાથે ભારતનો હજારો વર્ષોનો સંબંધ રહ્યો હોય, જ્યાં સેંકડો પેઢીઓ નિકળી ગઈ હોય પણ જ્યાંના લોકોએ પોતાની પરંપરાને જીવિત રાખી ત્યાંના લોકો, તે ધરતી પર આવીને અલગ જ આનંદ મળે છે. અનેક પેઢીઓ નિકળી ગઈ પરંતુ તમે ક્યારેય તમારી પરંપરાને લુપ્ત થવા à
11:26 AM Nov 15, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) જી20 શિખર સંમેલન (G20 Summit) દરમિયાન બાલીમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યાં. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, જે જગ્યા સાથે ભારતનો હજારો વર્ષોનો સંબંધ રહ્યો હોય, જ્યાં સેંકડો પેઢીઓ નિકળી ગઈ હોય પણ જ્યાંના લોકોએ પોતાની પરંપરાને જીવિત રાખી ત્યાંના લોકો, તે ધરતી પર આવીને અલગ જ આનંદ મળે છે. અનેક પેઢીઓ નિકળી ગઈ પરંતુ તમે ક્યારેય તમારી પરંપરાને લુપ્ત થવા દીધી નહી.
ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધો ઉત્સાહથી ભરેલા
તેમણે જણાવ્યું કે, આપણે ઘણી વખત વાતચીતમાં કહીએ છીએ કે It's a small world. ભારત અને ઈન્ડોનેશિયના સંબંધોને લઈને આ વાત બંધબેસે છે. સમુદ્રની વિશાળ લહેરોએ ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધોની લહેરોની જેમ ઉત્સાહથી ભરેલી અને જીવંત રાખી છે.
અહીંના લોકોનો સ્નેહ નજીકથી જોયેલો છે
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, જ્યારે હું અહીં છેલ્લે જકાર્તામાં આવ્યો હતો તો ઈન્ડોનેશિયાના (Indonesia) લોકોનો સ્નેહ ખુબ નજીકથી જોયો અનુભવ્યો હતો. રાષ્ટ્રપતિ જોકો વિડોડોજી સાથે પતંગ ઉડાવવામાં જે મજા આવી હતી તે અદ્ભુત હતી. મારે તો ગુજરાતમાં સંક્રાતિ પર પતંગ ઉડાવવાનો અનુભવ છે.
બાલીની ધરતી પવિત્ર છે
ભારત સાથેના સંબંધોને યાદ કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, બાલીની ધરતી મહર્ષિ માર્કેન્ડેય અને અગસ્ત્યના તપથી પવિત્ર છે. ભારતમાં જો હિમાલય છે તો ઈન્ડોનેશિયામાં આગુંગ છે. ભારતમાં જો ગંગા છે તો બાલીમાં તીર્થ ગંગા છે. આપણે ભારતમાં દરેક કામની શરૂઆત શ્રીગણેશથી કરીએ છીએ. અહીં પણ ઘરે-ઘરે શ્રીગણેશ બિરાજે છે. અયોધ્યાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનો પાયો નાખવામાં આવે છે તો ઈન્ડોનેશિયાની રામાયણ પરંપરા યાદ આવે છે. આજે ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીયો અયોધ્યાના દર્શન કરવા માંગે છે.
ભારતની પ્રતિભા દુનિયામાં ઓળખ બનાવે છે
તેમણે જણાવ્યું કે, ભારતનું ટેલેન્ટ, ભારતની ટેક્નોલોજી, ભારતનું ઈનોવેશન અને ભારતની ઈન્ડસ્ટ્રીએ આજે દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. તેમણે કહ્યું કે, વર્ષ 2014 પહેલા અને 2014 બાદ ભારતમાં સ્પીડ અને સ્કેલનો ખુબ મોટો તફાવત આવ્યો છે. આજે ભારત અભૂતપૂર્વ ઝડપથી કામ કરી રહ્યું છે અને અણધાર્યા સ્કેલ પર કામ કરી રહ્યું છે.
આ પણ વાંચો - આફતાબ રોજ ફ્રિજ ખોલીને શ્રદ્ધાનું કાપેલુ માથુ જોતો, વાંચો ચોંકાવનારી હકિકતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BaliG20summitGujaratFirstIndiaIndonesiaNarendraModi
Next Article