Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

10 વાગી ચુક્યા હોવાથી આબૂ રોડ પર લાઉડસ્પિકર વિના લોકોનું કર્યું સંબોધન, જુઓ વિડીયો

અમદાવાદ (Ahmedabad) અને બનાસકાંઠા (Banaskantha) બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી  આબુ રોડ (Abu Road) પર આવ્યા હતા. અહીં તેમણે કહ્યું કે, હું આ પ્રેમ વ્યાજ સાથે પરત કરીશ. રાત્રીના  દસ વાગી ગયા હોવાથી તેમણે લાઉડસ્પીકર પર સભાને સંબોધી ન હતી અને  જાહેર સભામાં આવેલા  લોકોને વડાપ્રધાનશ્રીએ ત્રણ વાર  પ્રણામ કર્યા હતા.અહીં વડાપ્રધાનશ્રી લોકો વચ્ચે જઈને તેમને મળ્યા હતા... વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જાહેર સભાà
10 વાગી ચુક્યા હોવાથી આબૂ રોડ પર લાઉડસ્પિકર વિના લોકોનું કર્યું સંબોધન  જુઓ વિડીયો
અમદાવાદ (Ahmedabad) અને બનાસકાંઠા (Banaskantha) બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી  આબુ રોડ (Abu Road) પર આવ્યા હતા. અહીં તેમણે કહ્યું કે, હું આ પ્રેમ વ્યાજ સાથે પરત કરીશ. રાત્રીના  દસ વાગી ગયા હોવાથી તેમણે લાઉડસ્પીકર પર સભાને સંબોધી ન હતી અને  જાહેર સભામાં આવેલા  લોકોને વડાપ્રધાનશ્રીએ ત્રણ વાર  પ્રણામ કર્યા હતા.
અહીં વડાપ્રધાનશ્રી લોકો વચ્ચે જઈને તેમને મળ્યા હતા...
Advertisement

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જાહેર સભામાં સ્થળ પર પહોંચતા જ સમગ્ર પંડાલ મોદી.. મોદી.. ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સ્ટેજ પર આવ્યા બાદ વડાપ્રધાનશ્રીએ માઈકનો ઉપયોગ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, રાતના દસ વાગ્યા છે અને હવે નિયમ મુજબ માઈકનો ઉપયોગ કરી શકાતો નથી. મારો આત્મા કહે છે કે મારે નિયમો અને નિયમોનું પાલન કરવું જોઈએ.
જાહેરમંચ પર ત્રણવાર નતમસ્તક થયાં વડાપ્રધાનશ્રી...

આ પછી તેણે માઈક વગર ત્યાં હાજર લોકોને કહ્યું કે, તમે લોકો મારા માટે આટલો લાંબો સમય બેઠા છો અને હું મોડો આવ્યો, તેના માટે હું માફી માંગુ છું, પરંતુ હું વચન આપું છું કે હું જલ્દી પાછો આવીશ. આ પછી વડાપ્રધાને ત્રણ વાર નતમસ્તક થઈ મંચ પરથી જનતાને નમન કર્યા. પછી સ્ટેજ પરથી ઉતરીને પબ્લિકમાં આવી ખેલૈયાઓને મળ્યા બાદ લગભગ 10.25 વાગ્યે તેઓ હેલિકોપ્ટર મારફત પરત ફર્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.