Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બનાસકાંઠાના કાર્યક્રમમાં મોરબીની ઘટનાને લઈ વડાપ્રધાનશ્રી થયા ભાવુક, જુઓ વિડીયો

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના થરાદ (Tharad) ખાતેથી આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું સહિત કરોડોના વિકાસકાર્યોના શરૂઆત કરાવી હતી. અહીં તેઓ મોરબીની ઘટનાને (Morbi Bridge Collapse) લઈને ભાવુક થયા હતા.પુરી શક્તિથી રાહત કાર્ય ચાલી રહ્યું છેતેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાત શ
બનાસકાંઠાના કાર્યક્રમમાં મોરબીની ઘટનાને લઈ વડાપ્રધાનશ્રી થયા ભાવુક  જુઓ વિડીયો
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના થરાદ (Tharad) ખાતેથી આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું સહિત કરોડોના વિકાસકાર્યોના શરૂઆત કરાવી હતી. અહીં તેઓ મોરબીની ઘટનાને (Morbi Bridge Collapse) લઈને ભાવુક થયા હતા.
પુરી શક્તિથી રાહત કાર્ય ચાલી રહ્યું છે
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાત શોકમાં ડૂબેલું છે. દેશવાસીઓ પણ દુ:ખી થયાં છે. મોરબીમાં ગઈકાલે સાંજે જે ભયંકર દુર્ઘટના ઘટી અનેક આપણાં સ્વજનોએ નાના-નાના ભુલકાઓએ પોતાના જીવ ગુમાવ્યા. દુ:ખની આ ઘડીમાં આપણાં સૌની સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે. CM ભુપેન્દ્રભાઈ અને તેમની સરકારના સૌ સાથીઓ પુરી શક્તિથી શક્ય એટલાં બધા જ રાહતના કાર્યો કરી રહ્યાં છે.
સરકાર કોઈ કસર બાકી નહી રાખે
ગઈકાલે રાત્રે કેવડિયાથી સીધા CM ભુપેન્દ્રભાઈ મોરબી પહોંચ્યા અને મોરબીમાં તેમણે રાહત કામોની કમાન સંભાળી લીધી. હું પણ આખી રાત અને આજે સવાર સુધી તેમના સંપર્કમાં રહ્યો. તેઓ પણ જુદાં-જુદાં વિભાગો, અન્ય મંત્રીઓ સરકારના સિનિયર અધિકારીઓ આવી ભયંકર આપદામાં લોકોની મુશ્કેલી કેવી રીતે ઓછી કરી શકાય તેના માટે કામે લાગ્યા. કાલે મોરબીમાં NDRF, સેનાના જવાનો બચાવ કાર્યમાં જોડાયા. આજે બનાસકાંઠાની મા અંબાની ધરતીથી ગુજરાતના લોકોને વિશ્વાસ આપવા માંગુ છું, આશ્વસ્ત કરવા માંગુ છું કે આ વિકટ પરિસ્થિતિમાં સરકાર તરફથી કોઈ કસર બાકી રહેવા દેવામાં નહી આવે. 
આખી રાત દુવીધામાં હતો
કાલે મોરબીમાં આ ભયંકર પીડા દાયક....  મન ખુબ વ્યથિત હું દુવીધામાં હતો કે આ વિકાસના કામો છે. બનાસકાંઠામાં પાણીનું મહાત્મય કેટલું છે તે હું જાણું છું. કાર્યક્રમ કરૂ કે ના કરૂ? પણ તમારો પ્રેમ આપના પ્રત્યેનો મારો સેવા ભાવ અને કર્તવ્યથી બંધાયેલા મારા સંસ્કાર તેના કારણે મન મજબુત કરીને તમારી વચ્ચે આવ્યો. થરાદ, બનાસકાંઠા અને આપણું આ ઉત્તર ગુજરાત તેમના માટે પાણી અને આ એક જ કાર્યક્રમમાં 8 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ છે.
ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યા દુર કરવા મહત્વનો નિર્ણય
ઉલ્લેખનિય છે કે, બનાસકાંઠા જિલ્લાના થરાદમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. 8,034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે. આ પ્રોજેક્ટનો પાયો તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ નાખ્યો હતો અને આ યોજના સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કર્યો છે. ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
વડાપ્રધાનશ્રી થયા ભાવુક, જુઓ વિડીયો

Advertisement
Tags :
Advertisement

.