Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યસભામાં વિપક્ષ પર વરસ્યા વડાપ્રધાન મોદી, કહ્યું - જેટલો કાદવ ઉછાળશો, કમળ એટલું જ ખિલશે

સંસદ માં (Parliament) છેલ્લા બે દિવસોથી રાજકીય માહોલ ગરમ છે. રાહુલ ગાંધી એ (Rahul Gandhi) મંગળવારે અદાણીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. જે બાદ બુધવારે વડાપ્રધાન મોદીએ લોકસભા માં સંબોધન આપ્યું અને કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો. વડાપ્રધાન મોદીએ રાજ્યસભા માં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો અને ઈન્દીરા ગાંધીથી લઈને નહેરૂ પરિવાર સુધીનો ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું કે, દà«
11:30 AM Feb 09, 2023 IST | Vipul Pandya
સંસદ માં (Parliament) છેલ્લા બે દિવસોથી રાજકીય માહોલ ગરમ છે. રાહુલ ગાંધી એ (Rahul Gandhi) મંગળવારે અદાણીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. જે બાદ બુધવારે વડાપ્રધાન મોદીએ લોકસભા માં સંબોધન આપ્યું અને કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો. વડાપ્રધાન મોદીએ રાજ્યસભા માં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો અને ઈન્દીરા ગાંધીથી લઈને નહેરૂ પરિવાર સુધીનો ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું કે, દેશની આર્થિક સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરવામાં આવે.
દેશ કોઈ પરિવારની જાગીર નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગુરૂવારે રાષ્ટ્રપતિ ના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષ પર શાંબ્દિક હુમલો કર્યો. વડાપ્રધાન મોદીએ વિપક્ષના હોબાળા પર કહ્યું કે, આ દેશ જોઈ રહ્યો છે કે એકલો કેટલા પર ભારે છે. આ રાજકીય રમત રમતા લોકોથી બચવાનો માર્ગ શોધી રહ્યાં છે. મોદીએ કહ્યું કે, આ દેશ કોઈ પરિવારની જાગીર નથી. તેમણે તેમ પણ કહ્યું કે, નહેરૂ પરિવારની પેઢીને નહેરૂનું નામ રાખવામાં વાંધો શું છે.
જુઠાણું ફેલાવાઈ રહ્યું છે
રોજગાર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જેઓ નોકરી અને રોજગાર વચ્ચેનો તફાવત નથી જાણતા, તેઓ અમને ઉપદેશ આપી રહ્યા છે. અધૂરી બાબતો અને નેરેટિવ બનાવીને જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. નવી રોજગારીની નવી સંભાવનાઓ ઊભી થઈ છે. ગ્રીન જોબની નવી શક્યતાઓ ઉભરતી દેખાઈ છે.
પ્રદેશિક દળોની સરકારોને તોડી
તેમણે કહ્યું કે, ઈન્દીરા ગાંધીના સમયમાં આર્ટિકલ 356નો 50 વખત ઉપયોગ કર્યો અને વિપક્ષી અને પ્રાદેશિક દળોની સરકારોને તોડી. કેરળ માં ડાબેરી સરકાર ચૂંટાઈ જેને નહેરૂ પસંદ કરતા નહોતા, તેને તોડી દેવાઈ. કરૂણાનિધી જેવા દિગ્ગજોની સરકાર તોડી દેવામાં આવી. NTC સાથે કોંગ્રેસે શું કર્યું.
દેશ નવી ઉંચાઈએ જઈ રહ્યો છે
PMએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા નવી ઊંચાઈ પર છે. 5 લાખ કોમન સર્વિસ સેન્ટર છે. એક સેન્ટરમાં 2 થી 5 લોકો રોજગાર મેળવે છે. ગામડાના લોકોને એક બટન ક્લિક કરતાં જ સુવિધા મળી રહી છે. 90 હજાર રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ ખોલવામાં આવ્યા છે. EPFOમાં 1 કરોડથી વધુ લોકો જોડાયા છે. આત્મનિર્ભર રોજગાર ભારત યોજનામાં, અમે અમારા ઉદ્યોગ સાહસિકો માટે ડિફ્રેન્સ, ડ્રોન ખોલ્યા છે, જેના કારણે રોજગારની સંભાવનામાં નવી ગતિ આવી છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફનું કામ આગળ ધપાવવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે 350 થી વધુ નવી કંપનીઓ આવી છે. આમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. અમારી સરકારમાં ખાદી અને ગ્રામોદ્યોગમાં રેકોર્ડબ્રેક કામ થયું છે.
નહેરૂ સરનેમ રાખવામાં શરમ કેમ આવે છે
તેમણે કહ્યું કે, આજે યુવા વિરોધી નીતિ ધરાવતા લોકોને યુવા નકારી રહ્યા છે. સરકારી યોજનાઓમાં નામો અંગે વાંધો ઉઠાવવા પર મોદીએ કહ્યું કે, મેં કેટલાક અખબારમાં વાંચ્યું છે કે 600 સરકારી યોજનાઓ ગાંધી-નેહરુ પરિવારના નામ પર છે. નેહરુનું નામ ન લેવાય તો તેમના વાળ ઊભા  થઈ જાય છે. તમે તેનું નામ કેમ ન આપ્યું? મને એ સમજાતું નથી કે તેમની પેઢીના કોઈ પણ વ્યક્તિ નેહરુ અટક રાખવામાં શરમ કેમ આવે છે.
તેમને પોતાના રાજકારણની ચિંતા
તેમણે કહ્યું, ડિઝિટલ ટ્રાન્ઝેક્શનમાં આજે હિંદુસ્તાન દુનિયાનું લીડર બન્યું છે. 100 કરોડથી વધારે મોબાઈલ આજે દેશના નાગરિકો પાસે છે. આજે દેશ મોબાઈલ એક્પોર્ટ કરી રહ્યું છે. ટેક્નોલોજીને કોમન મેનની સુવિધા માટે કામ કર્યું છે. અમે ગતિશક્તિ બનાવીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કામ કર્યું છે. આજે મારા જ દેશના વૈજ્ઞાનિકોએ વેક્સિન બનાવી છે, જેને આખી દુનિયામાં સ્વીકૃતિ મળી છે. વિપક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજીની વિરોધી છે. આપણા વૈજ્ઞાનિકોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમને દેશની ચિંતા નથી. તેઓ માત્ર તેમના રાજકારણની ચિંતા કરે છે.
જેટલો કાદવ ઉછાળશો એટલું કમળ ખિલશે
PMએ કહ્યું કે, વિપક્ષના હોબાળા વચ્ચે વડાપ્રધાન મોદીએ વળતોપ્રહાર કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કેસ, કેટલાક લોકોનો વ્યવહાર નિરાશાજનક છે. તેમની પાસે કિચડ હતું, મારી પાસે ગુલાલ. ઉસને દિયા ઉછાલ. જેટલું કિચડ ઉછાળશો કમળ એટલું જ ખિલશે. અમારી સફળતામાં તમારા યોગદાનને ભૂલાવી શકાશે નહી.
આ પણ વાંચો - લોકસભામાં PM મોદીએ શાયરાના અંદાજમાં વિપક્ષ પર સાધ્યું નિશાન, વાંચો વડાપ્રધાનના સંબોધનના અંશો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BJPCongressGujaratFirstPMModiSpeechinRajyasabhaPMNARENDRAMODIPoliticsRajyasabhaSpeech
Next Article