Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદી જાપાનમાં 23 બેઠકોમાં આપશે હાજરી, ક્વાડ સમિટ બાદ બાઈડન સહિતના અનેક નેતાઓ સાથે મુલાકાત

ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે જાપાન જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું સંપૂર્ણ શિડ્યુલ બહાર આવ્યું છે. વડાપ્રધાન લગભગ ચાલીસ કલાક જાપાનમાં રહેશે અને આ ચાલીસ કલાકમાં પીએમ ત્રણ વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો સહિત 23 કાર્યક્રમોમાં હાજરી આપશે. એટલું જ નહીં, આ દરમિયાન પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે. PM નરેન્દ્ર મોદી, 24 મેના રોજ ક્વાડ સમિટમાં ભાગ લેવા à
06:29 PM May 21, 2022 IST | Vipul Pandya

ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે જાપાન
જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું સંપૂર્ણ શિડ્યુલ બહાર આવ્યું છે.
વડાપ્રધાન લગભગ ચાલીસ કલાક જાપાનમાં રહેશે અને આ ચાલીસ કલાકમાં પીએમ ત્રણ વૈશ્વિક
નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો સહિત 23 કાર્યક્રમોમાં હાજરી આપશે. એટલું જ નહીં
,
દરમિયાન પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.
PM નરેન્દ્ર
મોદી
, 24 મેના રોજ ક્વાડ સમિટમાં ભાગ લેવા
ટોક્યો
જશે. જ્યાં યુએસ
પ્રમુખ જો બાઈડન
, ઑસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની
અલ્બેનિસ તેમજ જાપાનના
PM
Fumio
કિશિદાને મળશે.


PM મોદીની
જાપાન મુલાકાત અંગે વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે
PM મોદી
અને તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા ટોક્યોમાં દ્વિપક્ષીય આર્થિક સહયોગને વધુ
ગાઢ બનાવવા પર ચર્ચા કરશે
, જેમાં સ્વચ્છ ઉર્જા અને
પૂર્વોત્તરમાં સહકાર
, વેપાર અને રોકાણ ઉપરાંત 30 થી વધુ
જાપાની સીઈઓને પણ મળશે.
PM ની
મુલાકાત અંગે
વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર
પાડીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 મે 2022 ના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ
સાથે ટોક્યોમાં યોજાનારી 3જી ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. ભારતના પડકારો તેમજ
વૈશ્વિક મુદ્દાઓ પર વૈશ્વિક નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે
ઉપરાંત
ક્વાડ ફ્રેમવર્ક હેઠળ અત્યાર સુધીની પ્રગતિનો સ્ટોક લેવા ઉપરાંત ભવિષ્યની યોજનાઓની
ચર્ચા કરવામાં આવશે.

Tags :
bidenGujaratFirstJapanPMModiQuadSummit
Next Article