Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ વેંકૈયા નાયડુને લખ્યો પત્ર: અડવાણીની રથયાત્રાનો રસપ્રદ કિસ્સો યાદ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂની સરખામણી આચાર્ય વિનોબા ભાવે સાથે કરી છે. 3 પેજના લેટરમાં પીએમ મોદીએ એમવી નાયડૂના વ્યક્તિત્વના વખાણ કર્યા અને તેમના દ્રઢ વિશ્વાસ અને ઊર્જાના પણ વખાણ કર્યા હતા. રાજ્યસભામાં પહેલી વાર આવનારા સભ્યોને પ્રોત્સાહિત કરવા અને રાજ્યસભાની કાર્યવાહીનું શાનદાર પ્રદર્શન અને સુધાર માટે તેમના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુà
pm મોદીએ વેંકૈયા નાયડુને લખ્યો પત્ર  અડવાણીની રથયાત્રાનો રસપ્રદ કિસ્સો યાદ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂની સરખામણી આચાર્ય વિનોબા ભાવે સાથે કરી છે. 3 પેજના લેટરમાં પીએમ મોદીએ એમવી નાયડૂના વ્યક્તિત્વના વખાણ કર્યા અને તેમના દ્રઢ વિશ્વાસ અને ઊર્જાના પણ વખાણ કર્યા હતા. રાજ્યસભામાં પહેલી વાર આવનારા સભ્યોને પ્રોત્સાહિત કરવા અને રાજ્યસભાની કાર્યવાહીનું શાનદાર પ્રદર્શન અને સુધાર માટે તેમના વખાણ કર્યા હતા.

Advertisement

પીએમ મોદીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા સદનમાં આપના વિદાય ભાષણ પર મેં અમુક વાતો કહી હતી, તે સમયે મારા મગજમાં આપની સાથે જોડાયેલ કેટલીય યાદો અને અનુભવો હતો. નેલ્લોરની શેરીઓથી ઉપરાષ્ટ્રપતિ પદ સુધીની આપની જીવન યાત્રા અત્યંત ઉમદા અને પ્રેરિત કરનારી છે. આપની ઊર્જા અને સાહસ અદ્ભૂત છે.

Advertisement

પીએમ મોદીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે જોડાયેલ એક અનુભવ શેર કરતા લખ્યું કે, અડવાણીજીની રથયાત્રા દરમિયાન મને કેટલાય પ્રકારની સંગઠનાત્મક જવાબદારીઓ અને દાયિત્વ સોંપવામાં આવ્યા હતા. આ દરમિયાન મેં રથયાત્રામાં તૈનાત સુરક્ષાકર્મીઓના અનુભવ વિશે પૂછ્યું તો, તેમણે કહ્યું કે, આંધ્ર પ્રદેશના અમુક ભાગમાં આયોજીત કાર્યક્રમોનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. જ્યારે મેં તેનું કારણ પૂછ્યું તો, બતાવ્યું કે, ત્યાં વેંકૈયા નાયડૂ જેવા નેતા હતા. જેમણે શાનદાર રીતે તેલૂગુમાં ભાષણ આપ્યું અને દર્શકો પર તેનો ઊંડો પ્રભાવ પડ્યો હતો.

Advertisement

પીએમ મોદીએ આગળ લખ્યું છે કે, હું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂજીના જીવનથી હંમેશા પ્રેરિત રહીશ. આપના આતિથ્ય સત્કાર શાનદાર છે. પત્રની સમાપ્તિ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂજી, આપના કાર્યકાળ દરમિયાન દેશ માટે આપે જે પણ કર્યું કે, તેના માટે આપનો આભારી છું. આશા રાખુ છું કે, આગળ પણ કેટલાય અવસર પર મુલાકાત થતી રહેશે.

આપને જણાવી દઈએ કે, ઉપરાષ્ટ્રપતિ તરીકેનો વેંકૈયા નાયડૂનો કાર્યકાળ સમાપ્ત થઈ ચુક્યો છે. તેમણે બુધવારે કહ્યું કે, તેઓ પોતાનો કાર્યકાળ પુરો કર્યા બાદ રાષ્ટ્રની સેવા પોતાની અધૂરી યાત્રા ફરીથી શરૂ કરશે અને આવનારા સમયમાં લોકો સાથે સંવાદ ચાલુ રાખશે અને તેમનું ધ્યાન યુવાનો અને ખેડૂતો પર રહેશે.

Tags :
Advertisement

.