Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતિ આયોગની બેઠકમાં PM મોદીએ છત્તીસગઢના CM બઘેલના કર્યાં વખાણ, જાણો કેમ

રાજધાની દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ મોદીએ છત્તીસગઢ સરકારના મોકળા મને વખાણ કર્યાં હતા. છત્તીસગઢની કોંગ્રેસ સરકાર દ્વારા ચલાવાઈ રહેલી ગોધન ન્યાય યોજના અને ગાયના છાણમાંથી વર્મી કમ્પોસ્ટના ભરપૂર વખાણ કરતા પીએમ મોદીએ સીએમ ભુપેશ બઘેલના વખાણ કર્યાં હતા. રાજ્યોને પાંચ વર્ષનું એક્સટેન્શન આપોબેઠકમાં છત્તીસગઢના à
11:22 AM Aug 07, 2022 IST | Vipul Pandya
રાજધાની દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ મોદીએ છત્તીસગઢ સરકારના મોકળા મને વખાણ કર્યાં હતા. છત્તીસગઢની કોંગ્રેસ સરકાર દ્વારા ચલાવાઈ રહેલી ગોધન ન્યાય યોજના અને ગાયના છાણમાંથી વર્મી કમ્પોસ્ટના ભરપૂર વખાણ કરતા પીએમ મોદીએ સીએમ ભુપેશ બઘેલના વખાણ કર્યાં હતા. 
રાજ્યોને પાંચ વર્ષનું એક્સટેન્શન આપો
બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે તેમની જુની માગ દોહરાવી કે જીએસટી અમલીકરણને કારણે થયેલી આવક ખોટ માટે રાજ્યોને ચુકવવામાં આવેલા વળતરમાં 5 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવે. 
20,000થી ઓછી વસ્તીવાળા શહેરોમાં મનરેગા લાગુ પાડો-સીએમ બઘેલ 
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે અહીં પોતાની માંગ રજૂ કરતા કહ્યું કે, 20,000થી ઓછી વસ્તીવાળા શહેરો અને શહેરોની નજીક સ્થિત ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા લાગુ કરવી જોઈએ. બેઠકમાં સીએમ બઘેલે બેઠકમાં જીએસટી વળતરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સીએમઓએ આ અંગે માહિતી આપી છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે નીતિ આયોગની બેઠક દરમિયાન કોલસા સહિત મુખ્ય ખનીજો પર રોયલ્ટી રેટમાં સુધારો કરવાની વિનંતી કરી હતી અને કર્મચારીઓના હિતમાં ન્યૂ પેન્શન સ્કીમમાં જમા રકમ પરત કરવાની પણ માગણી કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી
પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી અને પાકની વિવિધતા, શહેરી વિકાસ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપીના અમલીકરણ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.  જુલાઈ 2019 પછી કાઉન્સિલની આ પહેલી બેઠક છે જેમાં તમામ સહભાગીઓ રૂબરૂ હાજર રહ્યા હતા. ગવર્નિંગ કાઉન્સિલ નીતિ આયોગની સર્વોચ્ચ સંસ્થા છે અને તેમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર અને કેટલાક કેન્દ્રીય પ્રધાનોનો સમાવેશ થાય છે.
Tags :
ChhattisgarhCMBaghelGujaratFirstPMModipraises
Next Article