PM મોદીએ માનગઢમાં ભીલ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજસ્થાનના બાંસવાડામાં 'માનગઢ ધામ ગૌરવ ગાથા' કાર્યક્રમમાં પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા માનગઢ પહોંચ્યા છે. PM મોદી સાથે મંચ પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર છે. PM મોદીએ ભીલ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને શ્રદ્ધà
06:47 AM Nov 01, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજસ્થાનના બાંસવાડામાં 'માનગઢ ધામ ગૌરવ ગાથા' કાર્યક્રમમાં પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા માનગઢ પહોંચ્યા છે. PM મોદી સાથે મંચ પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર છે.
PM મોદીએ ભીલ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (1 નવેમ્બર) રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માનગઢ ધામની મુલાકાતે છે. અહીં તેમણે વર્ષ 1913મા બ્રિટિશ આર્મીના ગોળીબારમાં જીવ ગુમાવનારા આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય તેમણે માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી અહીં સ્વાતંત્ર્ય સંગ્રામના ગુમનામ આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત જાહેર કાર્યક્રમ 'માનગઢ ધામની ગૌરવ ગાથા'માં હાજરી આપવા આવ્યા છે. આ કાર્યક્રમમાં તેમણે ભીલ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
આદિવાસીઓએ લાંબા સમય સુધી અંગ્રેજો સામે લડત આપી : PM
માનગઢની ટેકરીઓ ભીલ સમુદાય અને રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની અન્ય જનજાતિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. ભીલો અને અન્ય આદિવાસીઓએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અહીં લાંબા સમય સુધી અંગ્રેજો સામે લડત આપી હતી. 17 નવેમ્બર, 1913 ના રોજ, શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વ હેઠળ, 1.5 લાખથી વધુ ભીલોએ માનગઢ ટેકરી પર એક સભા યોજી હતી. અંગ્રેજોએ આ મેળાવડા પર ગોળીબાર કર્યો, જેમાં લગભગ 1,500 આદિવાસીઓએ જીવ ગુમાવ્યો. ભગવાન બિરસા મુંડાએ લાખો આદિવાસીઓમાં આઝાદીની જ્યોત પ્રજ્વલિત કરી.
માનગઢ ધામની સેવા કરવી એ મારું સૌભાગ્ય : PM
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, માનગઢ ધામની સેવા કરવી એ મારું સૌભાગ્ય છે. આ નાયકોની તપસ્યા અને બલિદાનનું પ્રતીક છે. ગોવિંદ ગુરુએ એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. ગોવિંદ ગુરુ આદિવાસી સમાજ માટે લડ્યા. આદિવાસી સમાજ વિના ભારતનું ભવિષ્ય અધૂરું છે. કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દુર્ભાગ્યે આદિવાસી સમાજના આ બલિદાનને ઈતિહાસમાં જે સ્થાન મળવું જોઈએ તે મળ્યું નથી. આજે દેશ એ ખાલીપો ભરી રહ્યો છે. ભારતનો ભૂતકાળ, ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય આદિવાસી સમાજ વિના પૂર્ણ નથી.
Next Article