Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીએ પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે રતન ટાટાને સોંપી મોટી જવાબદારી, સુધા મૂર્તિ પણ સલાહકાર સમિતિમાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદી( Prime Minister Narendra Modi) ની અધ્યક્ષતામાં મંગળવારે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા. આ સાથે નવા ચૂંટાયેલા સભ્યોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ નવા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું હતું. જેમાં દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટા (Ratan Tata) ને મોટી જવાબદારી સોંપવામાà
12:15 PM Sep 21, 2022 IST | Vipul Pandya
વડા પ્રધાન નરેન્દ્ર મોદી( Prime Minister Narendra Modi) ની અધ્યક્ષતામાં મંગળવારે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા. આ સાથે નવા ચૂંટાયેલા સભ્યોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ નવા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું હતું. જેમાં દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટા (Ratan Tata) ને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, તેમને પીએમ કેર્સ ફંડ(PM Care Fund)ના નવા ટ્રસ્ટી(PM Care Fund New Trustee)  તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રતન ટાટાની સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.

પીએમ કેર ફંડમાં આ નવા સભ્યો
રિપોર્ટ અનુસાર, આ સિવાય દેશની કેટલીક અન્ય મોટી હસ્તીઓને પણ સલાહકાર જૂથમાં નામાંકિત કરવામાં આવી છે. પૂર્વ CAG રાજીવ મેહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરપર્સન સુધા મૂર્તિ, ઈન્ડીકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ CEO આનંદ શાહને સલાહકાર બોર્ડમાં નામાંકિત કરવામાં આવ્યા છે, એમ તેમાં જણાવાયું છે.
 વડાપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા. આ સાથે નવા ચૂંટાયેલા સભ્યોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ નવા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે PM CARES ફંડની રચના 2020માં કોરોના મહામારી દરમિયાન ઈમરજન્સી રાહત તરીકે કરવામાં આવી હતી. આ ફંડના ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
બિઝનેસમેન રતન ટાટા ઉદારતાથી દાન આપે છે
રતન ટાટાના વ્યક્તિત્વ પર નજર કરીએ તો, તેઓ માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ એક સરળ, ઉમદા અને ઉદાર વ્યક્તિ, આદર્શ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ છે. તેઓ તેમના ટાટા ગ્રુપ સાથે સંકળાયેલા નાનામાં નાના કર્મચારીને પણ પોતાનો પરિવાર માને છે અને તેમની સંભાળ રાખવામાં કોઈ કસર છોડતા નથી. આ સિવાય તેઓ કમાણીનો મોટો હિસ્સો દાન કરવા માટે પણ જાણીતા છે.
વડાપ્રધાનશ્રીએ આ મોટી વાત કહી
રજીસ્ટ્રેશન એક્ટ 1908 હેઠળ નવી દિલ્હીમાં 27 માર્ચ, 2020ના રોજ વડાપ્રધાનની નાગરિક સહાયતા અને કટોકટીની પરિસ્થિતિ રાહત ફંડ (PM CARES Fund) ની ટ્રસ્ટ નોંધણી કરવામાં આવી હતી. આ ફંડમાં કરવામાં આવેલ દાન સંપૂર્ણપણે કરમુક્ત છે. વડા પ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, PM મોદીએ કહ્યું કે નવા ટ્રસ્ટીઓ અને સલાહકારોની ભાગીદારીથી, આ ભંડોળના કાર્યને વ્યાપક દૃષ્ટિકોણ મળશે. તેમણે કહ્યું કે જાહેર જીવનમાં તેમનો બહોળો અનુભવ આ ભંડોળને વિવિધ જાહેર જરૂરિયાતો માટે વધુ પ્રતિભાવશીલ બનાવવા માટે વધુ પ્રોત્સાહન આપશે.


ફંડ લગભગ ત્રણ ગણું વધીને રૂ. 10,990 કરોડ થયું
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઓડિટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં કોવિડ જેવી કટોકટીનો સામનો કરવા માટે પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત ફંડ (પીએમ કેર ફંડ) બનાવવામાં આવ્યું હતું. આ સમયમાં આ ફંડ લગભગ ત્રણ ગણું વધીને રૂ. 10,990 કરોડ થયું હતું, જ્યારે આ ભંડોળમાંથી ખર્ચવામાં આવેલી રકમ વધીને રૂ. 3,976 કરોડ થઈ હતી. આમાં પ્રવાસી કલ્યાણ માટે રૂ. 1,000 કરોડ અને કોવિડ રસીની ખરીદી માટે રૂ. 1,392 કરોડથી વધુની રકમનો પણ સમાવેશ થાય છે.
Tags :
GujaratFirstNarendraModiPMCareFundNewTrusteePMCARESFundPMModiPMOprimeministernarendramodiRatanTata
Next Article