અદાલતોમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહિત કરવાની જરૂર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોન્ફરન્સને સંબોધિત પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરન રિજજુ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના પણ હાજર હતા.સંબોધનમાં વડાપ્રધાન મોદી એ કહ્યું, આ સંયુક્ત સંમેલન આàª
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોન્ફરન્સને સંબોધિત પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરન રિજજુ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના પણ હાજર હતા.
સંબોધનમાં વડાપ્રધાન મોદી એ કહ્યું, આ સંયુક્ત સંમેલન આપણી બંધારણીય સુંદરતાનું જીવંત ચિત્ર છે. મને ખુશી છે કે આ અવસર પર મને પણ તમારી સાથે થોડી પળો વિતાવવાનો મોકો મળ્યો. આપણા દેશમાં જ્યારે ન્યાયતંત્રની ભૂમિકા બંધારણના રક્ષકની છે ત્યારે વિધાનસભા લોકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મને ખાતરી છે કે બંધારણના આ બે વિભાગોનો આ સંગમ, આ સંતુલન દેશમાં અસરકારક અને સમયબદ્ધ ન્યાય વ્યવસ્થા માટે રોડમેપ તૈયાર કરશે.
વડાપ્રધાને કહ્યું કે, 2047માં જ્યારે દેશ તેની આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે આપણે દેશમાં કેવા પ્રકારની ન્યાય વ્યવસ્થા જોવા માંગીએ છીએ? આપણે આપણી ન્યાય પ્રણાલીને એટલી સક્ષમ કેવી રીતે બનાવી શકીએ કે તે 2047ની ભારતની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે. આ પ્રશ્ન આજે આપણી પ્રાથમિકતા હોવો જોઈએ. વડાપ્રધાને કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા મિશનના આવશ્યક ભાગ તરીકે ન્યાયિક પ્રણાલીને ટેક્નોલોજી તરફ લઇ જવામાં આવી રહ્યું છે. ઇ- કોર્ટ પ્રોજેક્ટને આજે મિશન મોડમાં લાગુ કરવામાં આવી રહી છે. આજે નાના શહેરો અને ગામડાઓમાં પણ ડિજિટલ વ્યવહારો સામાન્ય બની રહ્યા છે. ગયા વર્ષે વિશ્વમાં જેટલા પણ ડિજિટલ વ્યવહારો થયા હતા તેમાંથી 40 ટકા ડિજિટલ વ્યવહારો ભારતમાં થયા હતા.
આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબનું કાનૂની શિક્ષણ હોવું જોઈએ
આજકાલ ઘણા દેશોની લો યુનિવર્સિટીઓમાં બ્લોક ચેઈન, ઈલેક્ટ્રોનિક ડિસ્કવરી, સાયબર સિક્યોરિટી, રોબોટિક્સ, એઆઈ અને બાયોએથિક્સ જેવા વિષયો ભણાવવામાં આવે છે. આપણા દેશમાં કાનૂની શિક્ષણ પણ આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ હોવું જોઈએ, તે આપણી જવાબદારી છે.
ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ વધશે
વડાપ્રધાને કહ્યું કે આપણે અદાલતોમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આનાથી દેશના સામાન્ય નાગરિકોનો ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ વધશે. તેઓ તેની સાથે જોડાયેલા અનુભવશે. સામાન્ય માણસ માટે કાયદાની ગૂંચવણો પણ ગંભીર વિષય છે. 2015માં અમે લગભગ 1800 આવા કાયદાઓ ઓળખી કાઢ્યા હતા જે અપ્રસ્તુત બની ગયા હતા. તેમાંથી, જે કેન્દ્રના કાયદા હતા, અમે આવા 1450 કાયદાને નાબૂદ કર્યા. પરંતુ રાજ્યો દ્વારા માત્ર 75 કાયદા જ નાબૂદ કરવામાં આવ્યા છે. આવા કાયદાને કોઈપણ ભોગે નાબૂદ કરવાની જરૂર છે. ન્યાયિક માળખાને મજબૂત કરવા માટે વ્યાપક કાર્ય કરવામાં આવી રહ્યું છે. રાજ્યો પણ ઉત્તમ કામ કરી રહ્યા છે.